શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Federal Reserve: યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 0.75 ટકાનો વધારો કર્યો, ભારતને પણ થશે અસર, જાણો

આને ધ્યાનમાં રાખીને ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 0.75 ટકાનો વધારો કર્યો છે. આ વ્યાજ દરો 1994 પછીનું સર્વોચ્ચ સ્તર છે. છેલ્લી ફેડ મીટિંગમાં પણ ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં 0.75 ટકાનો વધારો કર્યો હતો.

Federal Reserve Hike Interest Rates: યુએસ ફેડરલ રિઝર્વે ફરી એકવાર વ્યાજદરમાં વધારો કર્યો છે અને તેની અસર આજે વૈશ્વિક બજારો પર જોવા મળશે. અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે સતત બીજા મહિને વ્યાજદરમાં વધારો કર્યો છે, જેની અસર માત્ર અમેરિકી અર્થવ્યવસ્થા પર જ નહીં પરંતુ વિશ્વના અનેક બજારો પર નકારાત્મક અસર થવાની સંભાવના છે.

ફેડએ દર કેમ વધાર્યા?

યુએસમાં ફુગાવો 41 વર્ષની ઊંચી સપાટીએ છે અને તેના અગાઉના આંકડામાં તે 9.1 ટકા હતો. આને ધ્યાનમાં રાખીને ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 0.75 ટકાનો વધારો કર્યો છે. આ વ્યાજ દરો 1994 પછીનું સર્વોચ્ચ સ્તર છે. છેલ્લી ફેડ મીટિંગમાં પણ ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં 0.75 ટકાનો વધારો કર્યો હતો.

ફેડ કમિટીએ શું કહ્યું?

ફેડરલ ઓપન માર્કેટ કમિટીએ કહ્યું કે યુએસમાં મોંઘવારી દરમાં વધારો થયો છે, કોરોના રોગચાળાની અસર, ખાદ્યપદાર્થોની ઊંચી કિંમતો અને ઊર્જાની કિંમતો આ વ્યાજ દરો પર જોવા મળી રહી છે. બીજી બાજુ, વ્યાપક ભાવ દબાણ પુરવઠા અને માંગના અસંતુલનને પ્રતિબિંબિત કરે છે, જેને નિયંત્રિત કરવા માટે ફેડરલ રિઝર્વે આ વ્યાજ દરોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે કહ્યું છે કે યુએસ અર્થતંત્ર માટે સૌથી મોટું જોખમ ફુગાવાના દરમાં વધારો થશે. જોકે, ફેડના ચેરમેને આર્થિક મંદીને લઈને એટલી ચિંતા વ્યક્ત કરી નથી.

આ વર્ષે ચાર વખત દર વધાર્યા

યુએસ ફેડરલ રિઝર્વે જે ગયા જૂનમાં અને આ વખતે જુલાઈમાં 0.75-0.75 ટકા વ્યાજ દર વધાર્યા બાદ સવા મહિનાની અંદર જ વ્યાજ દરમાં 1.50 ટકાનો વધારો કર્યો છે. આ સિવાય ફેડરલ રિઝર્વે આ વર્ષે ચોથી વખત વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

ફેડરલ રિઝર્વના નિર્ણયની ભારત પર અસર

યુએસ ફેડરલ રિઝર્વના નિર્ણય બાદ ભારત પર પણ તેની મોટી અસર પડી શકે છે. સૌ પ્રથમ, 3-5 ઓગસ્ટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની આગામી નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટમાં વધારો થવાની સંભાવના છે. તેનાથી દેશમાં લોન મોંઘી થશે અને નાગરિકો માટે EMI વધવાની શક્યતા છે. બીજી તરફ ડોલરની કિંમત 80ની સપાટીને સ્પર્શી ચૂકેલા ડોલરના વધારાને કારણે રૂપિયો નીચે જવાનો ભય છે. ભારત માટે, અન્ય મોરચે મુશ્કેલીઓ વધવાની ધારણા છે જેમ કે આયાતની કિંમત વધુ વધી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav By Election Result 2024 : વાવમાં ભાજપની જીત, ગેનીબેન ઠાકોરે સ્વીકારી જવાબદારીKalol Accident : કલોલમાં કારે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું મોત, ભાગવા જતાં 5ને કચડ્યાCR Patil : વાવમાં જીત બાદ પાટીલે ભાજપ સંગઠનમાં ફેરફારને લઈ શું આપ્યા મોટા સંકેત?Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ ચોરીનું સત્ય શું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Embed widget