શોધખોળ કરો
Advertisement
Festival Sale: જાણો કેવી રીતે પ્લિપકાર્ટ અને એમેઝોન પર બેસ્ટ ડીલ મેલવશો, અનેક ગેજેટ્સ પર મળશે ડિસ્કાઉન્ટ
આ ઓનલાઈન ફેસ્ટિવ સીઝન સેલ માટે આગળથી પ્લાનિંગ કરી રાખવું જરૂરી છે.
નવી દિલ્હીઃ ફેસ્ટિવલ સીઝન પહેલા એમેઝોન અને ફ્લિપકાર્ટ આ સપ્તાહથી સેલ શરૂ કરવાના છે. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2020નું સેલ 16 ઓક્ટોબરના રોજ પ્રાઈમ સબ્સક્રાઈબર્સ માટે અને બાકીના તમામ માટે 17 ઓક્ટોબરથી શરૂ થશે. ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ 2020નું સેલ પ્લસ મેમ્બર્સ માટે 15 ઓક્ટોબર બપોરે 12 કલાકથી અને અન્ય બધા માટે 16 ઓક્ટોબરથી શરૂ થશે. આ બન્ને સેલમાં મોબાઈલ ફોન, ટીવી, લેપટોપ, સ્પીકર અને બીજી ટેક પ્રોડક્ટ્સ રજૂ કરવામાં આવશે.
ખરીદતા પહેલા તુલના કરો
જો તમે બિગ બિલિયન ડે 2020ના સેલ દમરિયાન આઈફોન ખરીદવા માગો છો તો પહેલા એ જોઈ લો કે એમેઝોન પર તેની કેટલી કિંમત છે. ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2020ની સેલ પર એક મોટી સ્ક્રીનવાળા ટીવી પર શાનદાર ડીલ મળી રહી છે તો પહેલા એ જોઈલો કે ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડે 2020 પર તે કેટલાક રૂપિયામાં મળી રહ્યું છે.
ડીલ્સ પર રાખો નજર
ફ્લિપકાર્ટ અને એમેઝોને પોતાની મોટા તહેવારના સીઝન સેલની પહેલા જ જાહેરાત કરી દીધી છે અને સેલ પહેલા સમયનો ઉપયોગ કરતાં મોબાઈલ ફોન, ટેબલેટ, લેપટોપ, ટીવી અને અન્ય પ્રોડક્ટો પર કેટલીક બેસ્ટ ડીલ્સ પર ઓફર બતાવી ચૂક્યા છે.
એક સમર્થકની જેમ નેવિગેટ કરો
અનેક ડીલ લાઈવ થયા બાદ, ફ્લિપકાર્ટ અને એમેઝોનના આ સેલને લાઇવ કરવા માટે નેવિગેટ કરવું મુશ્કેલ છે. આ સેલ દરમિયાન અનેક ગ્રેટ ડીલ્સ અને સૌથી ઓછી કિંમતની સાથે આપે છે, પરંતુ સંભાવના છે કે તમારા માટે એ વસ્તુની ઓળખ કરવી મુશ્કેલ હશે જે ખરેખર તમારે ખરીદવી છે.
વેચાણ દરમિયાન ઝડપ કરવી
સૌથી સારી ડીલ્સ થોડી મિનિટથી લઈને એક કલાક સુધી સૌથી વધારે સમય સુધી રહે છે. જો તમે નસીબદાર છો તો આ ડીલ આગામી દિવસે ફી ઉપલબ્ધ થશે. પરંતુ તમે કોઈપણ તક ચૂકવા ન માગતા હોય તો એ સુનિશ્ચિત કરી લેવું કે તમે આ ક્રેઝી ડીલ્સ માટે નક્કી સમયે લોગઇન કરી લો.
પ્રોડક્ટ્સનું બનાવો લિસ્ટ
આ ઓનલાઈન ફેસ્ટિવ સીઝન સેલ માટે આગળથી પ્લાનિંગ કરી રાખવું જરૂરી છે. જો તમે રૂપિયા બચાવવા માગો છો અને ઉતાવળમાં ડીલથી ખુદને બચાવવા માગો છો તો એ પ્રોડક્ટ્સની યાદી બનાવી લો જે તમારે બિગ બિલિયન ડે 2020 અને ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2020ના સેલ દરમિયાન ખરીદવી છે. આ પ્રોડક્ટ્સને તમારા શોપિંગ કાર્ટમાં અથવા તમારા વિશ લિસ્ટમાં એડ કરી દો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion