શોધખોળ કરો
મોદી શાસનમાં પેટ્રોલ-ડીઝલના ભાવે બનાવ્યો નવો રેકોર્ડ, જાણો ક્યા શહેરમાં છે કેટલા ભાવ ?
દિલ્હીમાં ડીઝલની કિંમતમાં 14 પૈસાના વધારાની સાથે હવે નવી કિંમત 80.02 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.

નવી દિલ્હીઃ પેટ્રોલ ડીઝલની કિંમતમાં દેશમાં સતત 19માં દિવસે વધારો જોવા મળ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં ડીઝલની કિંમત 80 રૂપિયાને પાર કરી ગઈ છે. ભારતના ઈતિહાસમાં આ પ્રથમ વખત થયુ છે જ્યારે ડીઝલ 80ને પાર પહોંચી ગયું છે. દિલ્હીમાં ડીઝલની કિંમતમાં 14 પૈસાના વધારાની સાથે હવે નવી કિંમત 80.02 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે પેટ્રોલની કિંમતમાં પણ 16 પૈસા પ્રતિ લિટર વધારો થયો છે. આ 19 દિવસમાં પેટ્રોલ 8.66 રૂપિયા અને ડીઝલ 10.62 રૂપિયા પ્રતિ લિટર મોંઘા થયા છે.
ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની કિંમતની વાત કરીએ તો આજે ગુજરાતના અમદાવાદ શહેરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 77.42 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 77.35 રૂપિયા થઈ છે. આમ જોવા જઈએ તો પેટ્રોલ અને ડીઝલની કિંમત લગભગ એકસમાન થઈ ગઈ છે. ગુજરાતમાં આ વધારા ઉપરાંત પ્રતિ લિટર પેટ્રોલ ડીઝલમાં 2 રૂપિયાનો વધારો થયો છે. સરકારે વેટમાં વધારો કરતા આ ગુજરાતની જનાત પર આ બોજો આવ્યો છે. એક દિવસ પહેલા ગઈકાલે દેશના ઈતિહાસમાં પ્રથમ વખત ડીઝલની કિંમત પેટ્રોલની કિંમત કરતાં વધી ગઈ હતી. 24 જૂનના રોજ પેટ્રોલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો અને દિલ્હીમાં તેની કિંમત 79.76 રૂપિયા થઈ હતી. જોકે ડીઝલની કિંમતમાં વધારો કર્યા બાદ નવો ભાવ 79.88 રૂપિયા પ્રતિ લિટર થયો હતો. આ ઈતિહાસમાં પ્રથમ વખત પેટ્રોલ કરતાં ડીઝલનો ભાવ વધ્યો હતો. જોકે આ સ્થિતિ માત્ર દિલ્હીમાં છે. દેશના અન્ય ભાગમાં હજુ પણ પેટ્રોલની સામે ડીઝલની કિંમત સસ્તી છે. દિલ્હીમાં કિંમત વધારે હોવાનું એક કારણ વેટ પણ છે. દિલ્હીમાં સરકારે લોકડાઉન દરમિયાન ડીઝલ પર વેટમાં વધારો કર્યો હતો.
| શહેર | પેટ્રોલ કિંમત | ડીઝલ કિંમત |
| દિલ્હી | 79.92 | 80.02 |
| મુંબઈ | 86.70 | 78.34 |
| કોલકાતા | 81.61 | 75.18 |
| ચેન્નઈ | 83.18 | 77.29 |
| બેંગલુરુ | 82.52 | 76.09 |
| લખનઉ | 80.59 | 72.04 |
| પટના | 82.91 | 77.00 |
| ચંદીગઢ | 76.92 | 71.52 |
વધુ વાંચો





















