આગામી 16 જૂનથી માત્ર હોલમાર્ક હોય તેવું જ સોનું વેચી શકાશે, જાણો ઘરમાં રાખેલા સોનાનું શું થશે ?
આ નવા કાયદાથી ગ્રાહકોનું હિત સુરક્ષિત રહેશે. ગ્રાહકને ઠગી નહીં શકાય. સોનાની શુદ્ધતા પર થર્ડ પાર્ટીની ગેરન્ટી હશે.
![આગામી 16 જૂનથી માત્ર હોલમાર્ક હોય તેવું જ સોનું વેચી શકાશે, જાણો ઘરમાં રાખેલા સોનાનું શું થશે ? From June 16, only hallmarked gold will be sold. Find out what will happen to the gold kept in the house આગામી 16 જૂનથી માત્ર હોલમાર્ક હોય તેવું જ સોનું વેચી શકાશે, જાણો ઘરમાં રાખેલા સોનાનું શું થશે ?](https://static.abplive.com/wp-content/uploads/sites/2/2016/12/18194523/jewellery-21.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
આગામી 16 જૂનથી સોનાના આભૂષણોનું હોલમાર્કિંગ શરૂ થઈ જશે. આ પહેલા નવેમ્બર 2019માં સરાકરે ગોલ્ડ જ્વેલરી અને કલાકૃતિઓ પર ‘હોલમાર્કિંગ’ 15 જાન્યુઆરી, 2021 સુધીમાં ફરજિયાત કરવાની જાહેરાત કરી હતી. જોકે જ્વેલર્સે મહામારીનું કારણ આપીને સમયમર્યાદા વધારવાની માગ કરી હતી જેના કારણે તેને આગળ વધારીને 1 જૂન કરવામાં આવી હતી. બાદમાં ડેડલાઈન એક પખવાડિયા વધારીને 15 જૂન સુધી કરી દીધી હતી. ગોલ્ડ હોલમાર્કિંગ સોનાની શુદ્ધતાને પ્રમાણિત કરે છે અને હાલમાં તે ફરજિયાત નહીં પણ સ્વૈચ્છિક છે.
સરકારે 15 જૂનથી જ્વેલરી વેચવાની નવી સિસ્ટમના અમલ માટે એક સમિતિની રચના કરી છે. આ સમિતિ હોલમાર્કિંગને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવશે. આ સમિતિના બીઆઈએસના ડાયરેક્ટર પ્રમોદ તિવારી અધ્યક્ષ હશે. ઉપરાંત ઉપભોક્તા મામલાના વિભાગના એડિશનલ સેક્રેટરી નિધિ ખરે ને જ્વેલર્સ એસોસિએશન, વેપાર અને હોલમાર્કિંગ એકમનો પ્રતિનિધિ પણ તેમાં સામેલ હશે.
હોલમાર્કિંગનો નિયમ લાગૂ થયા બાદ ફક્ત 22 કરેટ, 18 કેરેટ, 14 કેરેટની જ્વેલરી વેચાશે. હોલમાર્કિંગમાં બીઆઈએસની મહોર, કેરેટની જાણકારી હશે. જ્વેલરી બનવાની તારીખ, જ્વેલરનું નામ પણ હશે. બીઆઈએસ હોલમાર્કિંગ સિસ્ટમને ઈન્ટરનેશનલ માપદંડો સાથે જોડવામાં આવ્યું છે.
હોલમાર્કિંગમાં બીઆઈએસની સીલની માહિતી હશે. કેરેટના ઝવેરાત બનવાનું વર્ષ, ઝવેરીનું નામ પણ નોંધવામાં આવશે. બીઆઈએસ હોલમાર્કિંગ સિસ્ટમ આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે જોડાયેલી છે. હોલમાર્કિંગથી સોનાના બજારમાં પારદર્શિતા પણ વધશે.
આ નવા કાયદાથી ગ્રાહકોનું હિત સુરક્ષિત રહેશે. ગ્રાહકને ઠગી નહીં શકાય. સોનાની શુદ્ધતા પર થર્ડ પાર્ટીની ગેરન્ટી હશે.
હોલમાર્ક જ્વેલરી પર અલગ-અલગ માર્ક હશે. મેગ્નીફાઈંગ ગ્લાસ વડે જોઈશું તો ઘરેણા પર 5 માર્ક જોવા મળશે. તેમાં BIS લોગો, સોનાની શુદ્ધતા દર્શાવતો નંબર જેમ કે 22k અથવા 916, હોલમાર્કિંગ સેન્ટરનો લોગો, માર્કિંગનું વર્ષ અને જ્વેલર આઈડેન્ટિફિકેશન નંબર નોંધાયેલો હશે.
ઘરમાં રહેલા સોનાનું શું?
ગોલ્ડ હોલમાર્કિંગની ઘરમાં રહેલા સોના પર કોઈ અસર નહીં પડે. ગ્રાહક ઈચ્છે ત્યારે જૂના ઘરેણા વેચી શકશે. હોલમાર્કિંગ એ સોનીકામ કરનારાઓ માટેનો જરૂરી નિયમ છે. તેઓ હોલમાર્ક વગરનું સોનું નહીં વેચી શકે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)