New Ruls: ATMમાંથી રૂપિયા ઉપાડવાથી લઈને TDS સુધી આજથી બદલાઈ ગયા આ નિયમો, જાણો તમારા ગજવા પર કેટલી અસર થશે
સોનાના દાગીના પર હોલમાર્ક ફરજીયાત કરવાની સાથોસાથ વિસ્તૃત કાયદો ઘડવામાં આવ્યો છે.
![New Ruls: ATMમાંથી રૂપિયા ઉપાડવાથી લઈને TDS સુધી આજથી બદલાઈ ગયા આ નિયમો, જાણો તમારા ગજવા પર કેટલી અસર થશે from withdrawing money from sbi atm to tds these rules will change from today New Ruls: ATMમાંથી રૂપિયા ઉપાડવાથી લઈને TDS સુધી આજથી બદલાઈ ગયા આ નિયમો, જાણો તમારા ગજવા પર કેટલી અસર થશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/06/355e3fbb5d5ba3ed0deb3769fd954657_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
દેશમાં આજથી બેંકિગના નિયમો બદલાયા છે. સૌથી વધુ ગ્રાહકો ધરાવતી ભારતીય સ્ટેટ બેંકના નિયમો ઘણા મહત્વના છે. કેમ કે SBI હવે મહિને ચારથી વધુ વખત કેશ ઉપાડવા પર ચાર્જ વસૂલ કરશે. આ ઉપરાંત વેપારીઓ માટે TDSના નિયમોમાં પણ ફેરફાર કરાશે. તો વાહનોના ભાવમાં પણ વધારો થશે.
એસબીઆઈ 10 પાનાની વિનામૂલ્યે મળતી ચેકબુક પણ બંધ કરી છે. ચેકબુક માટે બેંક 40 રૂપિયા અને જીએસટી વસૂલશે. તો સિંડિકેટ બેંકનું કેનેરા બેંકમાં વિલીનીકરણ કરાયું છે એટલે IFSC કોડ પણ પહેલી જુલાઈથી બદલાશે. આ જ રીતે કોર્પોરેશન બેંક અને આંધ્ર બેંકનું યુનિયન બેંકમાં વિલીનીકરણ થયું છે. ત્યારે હવે આ બેંકોની જૂની ચેકબુક નકામી થઈ જશે. તો IFSC કોડ પણ અપડેટ થશે.
તો આવક અધિનિયમમાં સેકશન 194 ક્યુ જોડવામાં આવ્યો છે તેનું અમલીકરણ થશે. નવા સેક્શન હેઠળ 50 લાખથી વધુની વેપારી ખરીદી પર 0.10 ટકા ટીડીએસ કપાશે. જો ગયા વર્ષે કોઈ વેપારીનું ટર્નઓવર 10 કરોડ કે તેનાથી વધુ રહ્યું તો આ વર્ષે તે માત્ર 50 લાખથી વધુનો માલ ખરીદી શકશે. તો 1 જુલાઈથી 206 એબી સેક્શન પણ અમલી થઈ જશે. જે અંતર્ગત જો વિક્રેતાએ બે વર્ષ સુધી રિટર્ન ફાઈલ નહીં કર્યો હોય તો ટીડીએસ 5 ટકા થઈ જશે.
સોનાના દાગીના પર હોલમાર્ક ફરજીયાત કરવાની સાથોસાથ વિસ્તૃત કાયદો ઘડવામાં આવ્યો છે તે પૈકી દરેકે દરેક દાગીના પર યુનિટ આઈડી નંબર લગાવવાનું આજથી ફરજીયાત થશે.
હવેથી દરેક દાગીનામાં યુનિક આઈડી નંબર હશે. આ નંબર બીઆઈએસ કચેરી તરફથી જ ઉપલબ્ધ કરાવાશે. હોલમાર્ક સેન્ટરમાંથી દાગીનાને ઓનલાઈન રીપોર્ટ ભળતાની સાથે જ ખાસ સોફટવેર મારફત સીસ્ટમ જનરેટેડ નંબર હોલમાર્ક સેન્ટરને મળશે અને તે દાગીનામાં લગાવવાનો રહેશે.સીસ્ટમ જનરેટેડ પ્રક્રિયા જ હોવાથી નંબર મેળવવામાં તે પ્રક્રિયામાં વિલંબને અવકાશ નથી.
દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. તેવામાં આજે એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધઘટ થઈ શકે છે. આ પહેલા સરકારે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 122 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)