શોધખોળ કરો
Advertisement
ચૂંટણી પૂરી થતા જ સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો, જાણો આજનો રેટ
કોમોડિટી બજારના જાણકારોનું માનવું છે કે, વૈશ્વિક બજારમાં ક્રૂડમાં આવલ તેજીને કારણે ઘરઆંગણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે.
નવી દિલ્હીઃ 19 મેના રોજ લોકસભા ચૂંટણીનું અંતિમ તબક્કાનું મતદાન ખત્મ થયા બાદથી સતત બે દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતાં ઉછાળો જોવા મળ્યો છે. આજે ઓઈલ કંપનીઓએ પેટ્રોલ પર પાંચ પૈસા અને ડીઝલ પર 9 પૈસાનો વધારો ઝીંક્યો છે. આ સાથે જ દિલ્હીમાં ડીઝલની કિંમત 66 રૂપિયા 20 પૈસા પ્રતિ લિટરે પહોંચી ગઈ છે. જ્યારે પેટ્રોલ 71.17 પૈસા પ્રતિ લિટરે પહોંચી ગયું છે.
ગુજરાતની વાત કરીએ તો ભાવ વધારા બાદ અમદાવાદમાં પેટ્રોલની કિંમત 68.59 અને ડીઝલની કિંમત 69.20 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે રાજકોટમાં પેટ્રોલ 70.30 અને ડીઝલ 70.15, વડોદરામાં પેટ્રોલ 69.11 અને ડીઝલ 69.76 અને સુરતમાં પેટ્રોલ 68.57 રૂપિયા અને ડીઝલ 69.18 રૂપિયા પ્રિત લિટર પહોંચી ગયું છે.
કોમોડિટી બજારના જાણકારોનું માનવું છે કે, વૈશ્વિક બજારમાં ક્રૂડમાં આવલ તેજીને કારણે ઘરઆંગણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે.
Petrol pump
ન્યૂઝ એજન્સી આઈએએનએસે સાત મેના રોજ પોતાના અહેવાલમાં કહ્યું હતું કે, ઓઈલ કંપનીઓએ ચૂંટણી દરમિયાન પેટ્રોલ ડીઝલની કિંમત નીચલા સ્તરે રાખતા થયેલ ખોટને સરભર કરવા માટે હવે કિંમતમાં 3-5 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
બોલિવૂડ
દેશ
Advertisement