શોધખોળ કરો

શું બંધ થશે વધુ એક એરલાઇન્સ ?, ત્રણ દિવસ સુધી Go Firstની તમામ ફ્લાઇટ રદ્દ

ગો-ફર્સ્ટ એરલાઈન્સે આ નિર્ણય અંગે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને જાણ કરી છે.

દેશની વધુ એક એરલાઈન્સ કંપની નાદારીની આરે પહોંચી ગઈ છે. વાસ્તવમાં વાડિયા ગ્રુપની એરલાઇન ગો ફર્સ્ટે મંગળવારે NCLTમાં સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરી છે. આ દરમિયાન, ગો ફર્સ્ટની તમામ ફ્લાઇટ્સ આગામી બે દિવસ એટલે કે ત્રણ, ચાર અને પાંચ મે 2023 માટે રદ કરવામાં આવી છે.

ગો-ફર્સ્ટ એરલાઈન્સે આ નિર્ણય અંગે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને જાણ કરી છે. આવી સ્થિતિમાં, જે હવાઈ મુસાફરોએ આ ત્રણ દિવસ માટે કંપનીની ટિકિટ બુક કરાવી છે, તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે સરકાર મુશ્કેલીમાં મુકાયેલી GoFirst એરલાઇનને તમામ શક્ય મદદ પૂરી પાડી રહી છે. તેમણે કહ્યું, 'સરકાર ગો ફર્સ્ટને તમામ સંભવ મદદ કરી રહી છે, અને સમગ્ર ઘટના પર નજર રાખવામાં આવી રહી છે.'

ફ્લાઈટ્સ કેન્સલ કરવાનું આ જ કારણ છે

રિપોર્ટ અનુસાર ગો ફર્સ્ટ એરલાઈન્સ લાંબા સમયથી નાણાકીય સમસ્યાનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં ઓઈલ કંપનીઓની બાકી રકમ ચૂકવવામાં અસમર્થતાના કારણે એરલાઈન્સે આ મોટો નિર્ણય લીધો છે. સમગ્ર મામલા પર નજર કરીએ તો આર્થિક સંકટમાં ઘેરાયેલી એરલાઇન કંપની માટે એન્જિન બનાવતી અમેરિકન કંપની Pratt & Whitney એ સપ્લાય બંધ કરી દીધી છે. આ કારણે કંપની પાસે ફંડની ભારે અછત છે.

રોકડની અછતને કારણે તે ઓઈલ કંપનીઓના લેણાં પણ ચૂકવવા સક્ષમ નથી, જેના કારણે કંપનીઓએ એરલાઈન્સને તેલ આપવાનો ઈન્કાર કરી દીધો છે. આ સંજોગો વચ્ચે GoFirst એ ત્રણ, ચાર અને પાંચ મે 2023ના રોજ તેની તમામ ફ્લાઈટ્સ રદ કરવાનો મોટો નિર્ણય લીધો છે.

અડધાથી વધુ વિમાનો ગ્રાઉન્ડ થઈ ગયા

અમેરિકન કંપની તરફથી એન્જિન ન મળવાને કારણે કંપનીના અડધાથી વધુ વિમાનો ઉડાન ભરી શકતા નથી. રિપોર્ટ અનુસાર એરલાઈન્સના લગભગ 50 એરક્રાફ્ટ ગ્રાઉન્ડ થઈ ગયા છે. જેના કારણે કંપનીના કેશ ફ્લો પર ખરાબ અસર પડી છે. મંગળવારે, ગો એરની નિર્ધારિત ફ્લાઇટ્સ રદ કરવા અંગે સોશિયલ મીડિયા પર ફરિયાદોનું પૂર આવ્યું હતું. આ સમાચાર વાંચીને ટિકિટ બુક કરાવનારા મુસાફરોએ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડીજીસીએને ફરિયાદ કરી છે અને બુકિંગ પર તેમના રિફંડની માંગણી કરી છે.

ગો-ફર્સ્ટ ચીફે કહ્યું- ફંડની અછત

પીટીઆઈ અનુસાર, ગો ફર્સ્ટ એરલાઈનના ચીફ કૌશિક ખોનાએ આ સમાચારની પુષ્ટી કરી છે અને કહ્યું છે કે વાડિયા ગ્રુપની ગો ફર્સ્ટ ત્રણ, ચાર અને પાંચ મે 2023ના રોજ અસ્થાયી રૂપે ફ્લાઈટ્સ બંધ કરશે. ખોનાએ કહ્યું છે કે Pratt & Whitney દ્વારા એન્જિનની સપ્લાય ન કરવાને કારણે એરલાઈને તેના અડધાથી વધુ કાફલાને ગ્રાઉન્ડ કરી દીધું છે. જેના કારણે ભંડોળની અછત છે. નોંધનીય છે કે  GoFirst એરલાઈને Pratt & Whitneyની વિરુદ્ધ યુએસ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.

 એરલાઇન્સ નાદારીની આરે છે

કંપનીની વેબસાઈટ મુજબ એરલાઈન્સના કાફલામાં 61 એરક્રાફ્ટ છે. તેમાંથી 56 A320 Neo અને પાંચ A320 CEO છે. કંપની એવા સમયે આવક ગુમાવી રહી છે જ્યારે કોરોના મહામારી પછી એર ટ્રાફિકમાં તીવ્ર વધારો નોંધાઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર વાડિયા ગ્રુપની એરલાઈન ગો ફર્સ્ટ નાદારીની આરે પહોંચી ગઈ છે. કંપનીએ NCLTમાં સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી પણ આપી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
Embed widget