Gold-Silver Price 23 June: મોંઘા થયા સોના-ચાંદી, જાણો આજના લેટેસ્ટ ભાવ
ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ વધુ ઉંચકાતાં ઘરઆંગણે ઝવેરીબજાર પર તેની તેજીની અસર જોવા મળી હતી.
![Gold-Silver Price 23 June: મોંઘા થયા સોના-ચાંદી, જાણો આજના લેટેસ્ટ ભાવ gold and silver price today 23 june rise know latest price Gold-Silver Price 23 June: મોંઘા થયા સોના-ચાંદી, જાણો આજના લેટેસ્ટ ભાવ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/06/d793eab1c7a506883a963b1aa6d54917_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દિલ્હી ગોલ્ડ (Gold) માર્કેટમાં બુધવારે તેજી જોવા મળી રહી છે. એમસીએક્સ પર ગોલ્ડ (Gold) કોન્ટ્રાક્ટ 101 રૂપિયા (0.21 ટકા)ની તેજી સાથે 47112 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. જ્યારે ચાંદી (Silver) 345 રૂપિયા (0.51 ટકા)ની તેજી સાથે 67860 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.
એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (જિંસ) તપન પટેલે કહ્યું કે, “કોમેક્સમાં સોનાની કિંમતમાં મજબૂતી સાથે સોનું (Gold) 1781 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. અમને આશા છે કે કોમેક્સ હાજરમાં સપોર્ટ 1765 ડોલર અને 1800 ડોલર પ્રતિ ઔંસની સાથે કારોબાર કરશે.”
જોકે ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ મજબૂત થવાને કારણે ઘરઆંગણે સોના અને ચાંદી બજાર પર તેની તેજીની અસર જોવા મળી હતી.
સોનાની કિંમત વિતેલા ત્રણ દાયકામાં સૌથી ઓછી રહી છે, જેનાથી ભારતમાં સોનાની ખરીદી વધી છે. રોયટર્સના એક અહેવાલમાં સ્થાનીક ડીલરોને ટાંકીને ચેતવવામાં આવ્યા છે કે સોનાની માગ ટૂંકમાં જ ફરીથી સામાન્ય થવાની શક્યા નથી. કારણ કે કોરોના મહામારીને કારણે દેશના મોટાભાગના જ્વેલરી સ્ટોર્સ પર સરેરાશ લોકો ખરીદી માટે ઓછા આવી રહ્યા છે.
અમેરિકન ડોલરની સામે રૂપિયો 12 પૈસા વધીને 74.25 પર પહોંચ્યો
ઘરેલુ શેર બજારમાં તેજીની વચ્ચે ભારતીય રૂપિયો બુધવારે શરૂઆતના કારોબાર દરમિયાન અમેરિકન ડોલરની સામે 12 પૈસાની તેજી સાથે 74.25 પર પહોંચી ગયો. કારોબારીઓનું કહેવું છે કે, ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવાલે અમેરિકન કેન્દ્રીય બેંક દ્વારા વ્યાજ દરમાં ઝડપથી વધારો ન કરવાની વાત કહી, જેથી રોકાણકારોની ભાવનાઓને મજબૂતી મળશે.
વિશ્વબજારમાં આજે ક્રૂડતેલના ભાવ ઉંચા મથાળેથી ફરી નીચા ઉતર્યાના નિર્દેશો મળ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ઉંચામા ૭૫.૨૦થી ૭૫.૨૫ ડોલર થયા પછી ગઈકાલે મોડી સાંજે ભાવ ૭૪.૬૫ ડોલર રહ્યા હતા જ્યારે ન્યુયોર્ક ક્રૂડના ભાવ વધ્યા પછી ફરી ઘટી ૭૩.૨૦થી ૭૩.૨૫ ડોલર બોલાઈ રહ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)