શોધખોળ કરો
Advertisement
Gold-Silver Rate Update: સોના-ચાંદીની કિંમતમાં ઘટાડો યથાવત, જાણો આજના લેટેસ્ટ ભાવ
ઘરેલુ માર્કેટમાં એમસીએક્સ પર મંગળારે સોનું 0.01 ટકા ઘઠીને 49335 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું. જ્યારે ચાંદી 0.21 ટકા ઘટીને 65416 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે.
નવી દિલ્હીઃ અમેરિકન ડોલરની મજબૂરી અને અર્થવ્યવસ્થામાં સુધારાને કારણે સોનાની કિંમતમાં ઘટાડો યથાવત છે. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. સોનામાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બાજરમાં સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ ભારતના અલગ અલગ હાજર બજારમાં સોનાની કિંમતમાં ઉછાળો આવી રહ્યો છે.
એમસીએક્સ પર સોનાની કિંમતમાં સામાન્ય ઘટાડો
ઘરેલુ માર્કેટમાં એમસીએક્સ પર મંગળારે સોનું 0.01 ટકા ઘઠીને 49335 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું. જ્યારે ચાંદીમાં 0.21 ટકાનો ઘટાડો આવ્યો અને તે 65416 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયું છે. વિતેલા કેટલાક સેશનમાં જે ઘટાડો આવ્યો તેમાં થોડી રિકવીર થઈ છે. સોમવારે દિલ્હી માર્કેટમાં સોનાની કિંમત 389 રૂપિયા વધીને 48866 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ. જ્યારે ચાંદીની કિંમત 1137 રૂપિયા વધીને 64726 રૂપિયા કિલો પર આવી ગઈ છે.
વૈશ્વિક બજારમાં સામાન્ય ઉછાળો
અમદાવાદમાં મંગળવારે હાજરમાં સોનું 49344 રૂપિયા પ્રતિ દસ ગ્રામ બોલાયું હતું. જ્યારે ગોલ્ડ ફ્યૂચર 49325 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાયું. વૈશ્વિક બજારમાં સોનું 0.2 ટકા વધીને 1847.96 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે. જ્યારે ગોલ્ડ ફ્યૂચર 0.2 ટકા ઘટીને 1847.30 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું છે. જ્યારે ચાંદીની કિંમતમાં 0.8 ટકાનો વધારો થયો અને તે 25.11 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion