શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Gold and Silver Rates: વૈશ્વિક કિંમતોની પાછળ ભારતમાં સોના-ચાંદીમાં ઉછાળો, જાણો આજના લેટેસ્ટ ભાવ
વૈશ્વિક બજારમાં વિતેલા સેશનમાં સોનું સાત મહિનાની નીચલી સપાટી પર પહોંચી ગયું હતું પરંતુ આજે તેમાં ઉછાળો આવ્યો છે.
વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીની કિંમતમાં વધારો આવતા ભારતીય બજારમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. વિતેલા દિવસોમાં ડોલરની કિંમતમાં આવેલ ઘટાડાને કારણે સોનાની કિંમતમાં તેજી જોવા મળી રહી છે. પરંતુ બોલ્ડ યીલ્ડ વધવાને કારણે તેમાં રોકાણ ઘટ્યું છે અને તેની કિંમત નિયંત્રણમાં આવી છે. યૂએસ બોન્ડનું યીલ્ડ એક વર્ષની ઉચ્ચ સપાટી પર આવી ગયું હતું. માટે ગોલ્ડમાંથી રોકાણકારો હાથ પાછો ખેંચી રહ્યા છે અને તેની કિંમત ઘટી હતી. પરંતુ હવે તેમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે.
એમસીએક્સમાં સોના અને ચાંદીમાં ઉછાળો
બીજી બાજુ સોમવારે એમસીએક્સમાં સોનું 0.19 ટકા એટલે કે 90 રૂપિયા વધીને 46287 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું જ્યારે ચાંદી 0.56 ટકા એટલે કે 388 રૂપિયા ઉછળીને 69400 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયું. દિલ્હી માર્કેટમાં સોનું શુક્રવારે 46101 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું. ગુરુવારે ગોલ્ડની કિંમત 46447 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતું. ફેબ્રુઆરીના આ મહિનામાં સોના ચાંદીની કિંમતમાં ઉતાર ચડાવ જોવા મળ્યું છે.
વૈશ્વિક બજારમાં સોનામાં ઉછાળો
વૈશ્વિક બજારમાં વિતેલા સેશનમાં સોનું સાત મહિનાની નીચલી સપાટી પર પહોંચી ગયું હતું પરંતુ આજે તેમાં ઉછાળો આવ્યો છે. હાજરમાં સોનું 0.3 ટકા ઉછળીને 1787.31 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું જ્યારે ચાંદીની કિંમતમાં પણ 1.3 ટકાનો ઉછાળો આવ્યો અને તે 27.56 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી છે. ઓગસ્ટ, 2020માં ભારતમાં ગોલ્ડ 56200 રૂપિયા પ્રતિ દસ ગ્રામની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયું હતું. ત્યાર બાદ તેની કિંમતમાં સતત ઘટાડો આવ્યો છે. સસ્તું હોવાને કારણે તેની માગ પણ વધી છે.
જોકે વૈશ્વિક બજારમાં તેની કિંમતમાં વધારાની શક્યતા છે. અમેરિકાની અર્થવ્યવસ્થામાં સુધારાથી ગ્લોબલ ઇકોનોમીમાં મોંઘવારી વધશે. માટે રોકાણકારો તેના હેજિંગ માટે સોનું ખરીદી શકે છે. આ સ્થિતિને કારણે કિંમતમાં ઉછાળો આવશે. એટલે કે સોનું હજુ થોડું મોંઘું થઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion