શોધખોળ કરો
Advertisement
Gold Price Today: સતત ચોથા દિવસે સોનું થયું મોંઘુ, જાણો ક્યાં પહોંચ્યો ભાવ
ભારતમાં એમસીએક્સ પર સોનું ગુરુવારે 0.3 ટકા વધીને 49674 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું છે.
ભારતીય માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં વધારો ચાલુ છે. અમેરિકન અર્થતંત્રને રાહત પેકેજ મળવાની મજબૂત સંભાવનાના કારણે ગોલ્ડના ભાવમાં વધારો થઈ રહ્યો છે. મોંઘવારીમાં સલામત રોકાણના સાધન તરીકે સોનાની ખરીદી વધી શકે છે.
એમસીએક્સ પર સોનું વધ્યું
ભારતમાં એમસીએક્સ પર સોનું ગુરુવારે 0.3 ટકા વધીને 49674 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું છે. સોનામાં સતત ચોથા દિવસે વધારો થયો છે. જ્યારે ચાંદીની કિંમતમાં પણ 0.8 ટકા વધારો થયો છે અને 67,513 રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યું છે. બુધવારે પણ દિલ્હી માર્કેટમાં સોનું 347 રૂપિયાના વધારા સાથે 48758 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું હતું. બુધવારે સોનાનો બંધ ભાવ 48,411 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. ચાંદીમાં પણ તેજી જોવા મળી હતી. બુધવારે ચાંદી 606 રૂપિયાના ઉછાળા સાથે 65,814 રૂપિયા પ્રતિ કિલો પહોંચી હતી.
ગ્લોબલ માર્કેટમાં સોનામાં સાધારણ વધારો
ગ્લોબલ માર્કેટમાં સોનું 1.5 ટકા વધીને 1867.06 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું છે. યુએસ ગોલ્ડ ફ્યૂચર્સ 1.5 ટકા વધીને 1867.20 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના કહેવા મુજબ આગામી દિવસોમાં પણ સોનાના ભાવમાં વધારો થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion