શોધખોળ કરો
Advertisement
દિવાળી સુધીમાં સોનું ફરી ઉંચકાઈને 65 હજાર રૂપિયા સુધી જશે? એક જ ઝાટકે આજે આટલું મોઘું થયું સોનું
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં સામાન્ય ઘટાડા સાથે 1944 ડોલર પ્રતિ ઔંસ ભાવ હતા જ્યારે ચાંદી 26.95 ડોલર પ્રતિ ઔંસ રહ્યા હતા.
Gold Price Today: અમેરિકન ડોલરમાં આવેલ નબળાઈને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે. આ કારણે ઘરઆંગણો સોનાની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો છે. ગુરવારે દિલ્હી ગોલ્ડ બજારમાં 99.9 ટકા શુદ્ધતાવાળું સોનાનો ભાવ 287 રૂપિયા પ્રતિ દસ ગ્રામે વધી ગયો.
દિલ્હી ગોલ્ડ માર્કેટમાં 287 રૂપિયા પ્રતિ દસ ગ્રામ વધારા સાથે સોનાની કિંમત 52391 રૂપિયાએ પહોંચી ગઈ છે. આ પહેલા સોનું 52104 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ રહ્યું હતું. ચાંદીની વાત કરીએ તો પ્રતિ કિલો 875 રૂપિયા વધીને 69,950 રૂપિયા બોલાઈ છે જે પહેલા 69075 રૂપિયા પ્રતિ કિલોગ્રામ બોલાઈ હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં સામાન્ય ઘટાડા સાથે 1944 ડોલર પ્રતિ ઔંસ ભાવ હતા જ્યારે ચાંદી 26.95 ડોલર પ્રતિ ઔંસ રહ્યા હતા.
બીજી બાજુ એમસીએક્સમાં ઓક્ટોબર મહિનાની ડીલિવરી સોનાના કોન્ટ્રાક્ટની કિંમત 38ના ઘટાડા એટલે કે 0.07 ટકાના ઘટાડા સાથે 51364 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ન્યૂયોર્કમાં સોનું 0.16 ટકા ઘટીને 1951.80 ડોલર પ્રતિ ઔંસ બોલાયું હતું.
જોકે કોરોનાકાળમાં દિવાળી સુધીમાં સોનનાનો ભાવ 65000 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સધી પહોંચવાની આશંકા ગોલ્ડ કારોબારીઓએ કરી છે. તેમનું કહેવું છે કે, હાલના ગોલ્ડ-સિલ્વર રેશિયો પર નજર નાંખીએ તો જાણવા મળે છે કે ચાંદીની કિંમત વધારે નથી અને તે ન્યૂટ્રલ છે. જ્યારે સોનામાં તેજી ભવિષ્યમાં પણ યથાવત રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion