Gold Price Today: લગ્ન સિઝન શરુ થતા જ સોનાના ભાવમાં ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ
લગ્નની સિઝન શરુ થતાની સાથે જ સોનાના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. સોમવાર, 20 જાન્યુઆરીએ સોનાની કિંમતમાં ઘટાડો થયો છે.

Gold Rate Today: લગ્નની સિઝન શરુ થતાની સાથે જ સોનાના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. સોમવાર, 20 જાન્યુઆરીએ સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 81250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગઈ છે. જ્યારે મુંબઈમાં 24 કેરેટનો ભાવ ઘટીને 81100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. છેલ્લા એક સપ્તાહમાં 24 કેરેટ સોનું રૂ.1460 અને 22 કેરેટ સોનું રૂ.1350 મોંઘું થયું છે.
સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. 20 જાન્યુઆરીએ 1 કિલો ચાંદીની કિંમત ઘટીને 96400 રૂપિયા થઈ ગઈ છે. શુક્રવાર, 17 જાન્યુઆરીએ દિલ્હીના બુલિયન માર્કેટમાં ચાંદીની કિંમત 500 રૂપિયા ઘટીને 93,500 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી. કોમેક્સ સિલ્વર ફ્યુચર્સ એશિયન માર્કેટમાં 1.47 ટકા ઘટીને 31.26 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ રહ્યો હતો.
સોના અને ચાંદીના ભાવમાં સતત વધારા વચ્ચે આજે તેના ભાવમાં બ્રેક લાગી છે. આજે, 20 જાન્યુઆરી, 2025 ના રોજ, સોનાના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. નવા વર્ષની શરૂઆતથી જ સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો. છેલ્લા એક અઠવાડિયામાં સોનું 1350 રૂપિયા મોંઘુ થયું હતું.
અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 74,390 રૂપિયા છે. 24 કેરેટ સોનાની કિંમત 81,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈમાં 24 કેરેટનો ભાવ ઘટીને 81,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. છેલ્લા એક અઠવાડિયામાં 24 કેરેટ સોનું 1460 રૂપિયા અને 22 કેરેટ સોનું 1350 રૂપિયા મોંઘુ થયું છે.
કેમ વઘે છે સોનાના ભાવ
સોનાના ભાવ સ્થાનિક માંગ, યુએસ અર્થતંત્રની સ્થિતિ, ફેડરલ રિઝર્વના વ્યાજ દરો અને આંતરરાષ્ટ્રીય બજારના વલણો પર આધાર રાખે છે. રોકાણકારો આગામી સમયમાં સોનાના ભાવમાં વધુ વધારો જોઈ શકે છે. અમેરિકાથી આવતા બેરોજગારી અને PMI જેવા આર્થિક ડેટા સોના અને ચાંદીના બજારને અસર કરી શકે છે. આ કારણે રોકાણકારોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોની મજબૂત સ્થિતિને જોતાં સોના-ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે આ સમય મહત્ત્વનો સાબિત થઈ શકે છે.
તમારા શહેરની સોનાની કિંમત જાણવા માટે આ નંબર પર કોલ કરો
તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો. આ રીતે તમે ઘરે બેઠા જ જાણી શકશો સોનાના લેટેસ્ટ રેટ.
દર મહિને 5,000ની SIP થી કેટલા વર્ષમાં બની શકો કરોડપતિ, જાણી લો કેલક્યુલેશન
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
