Gold Rate Today: લગ્નની સિઝન શરુ થાય તે પહેલા સોનાના ભાવમાં વધારો, જાણો લેટેસ્ટ ભાવ
મકરસંક્રાંતિ પછી લગ્નની સિઝન આવી રહી છે. એટલા માટે લોકો લગ્ન સમારોહ માટે ઘરેણાં બનાવવા લાગ્યા છે. સોનાનું બજાર પણ ખૂબ ગરમ છે.

Gold Price Today: મકરસંક્રાંતિ પછી લગ્નની સિઝન આવી રહી છે. એટલા માટે લોકો લગ્ન સમારોહ માટે ઘરેણાં બનાવવા લાગ્યા છે. સોનાનું બજાર પણ ખૂબ ગરમ છે. એક સપ્તાહમાં 24 કેરેટ સોનાની કિંમત 850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધી છે. ચાંદીનું મહત્વ પણ ઓછું થયું નથી. ચાંદીના ભાવમાં પણ ગયા સપ્તાહની સરખામણીએ પ્રતિ કિલો રૂ. 1300નો વધારો થયો છે.
એમસીએક્સ પર સોનું રૂ. 78,375 પર ખુલ્યું હતું
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનું ફેબ્રુઆરીનું ફ્યચર સોમવારે રૂ. 78,375 પ્રતિ 10 ગ્રામના દરે ખુલ્યું હતું. જે છેલ્લી વખત બજાર બંધ થવાના મુકાબલે 0.06 ટકા અથવા રૂ. 48 નીચો હતો. જ્યારે ચાંદીનું માર્ચ ફ્યુચર થોડું ઘટ્યું છે. તે રૂ. 92,195 પ્રતિ કિલોના ભાવે ટ્રેડ કરી રહ્યું છે, જે છેલ્લી વખત બજાર બંધ થયું હતું તેના કરતાં 0.34 ટકા અથવા રૂ. 311 નીચો હતો.
જો કે ગયા સપ્તાહની સરખામણીએ સોના અને ચાંદી બંનેના ભાવમાં વધારો થયો છે. આગામી યુએસ ફુગાવાના ડેટાને ધ્યાનમાં રાખીને ડોલરમાં સતત વધઘટ ચાલુ છે. જેના કારણે સોના-ચાંદીના ભાવમાં ઘણી વધઘટ જોવા મળી રહી છે. શુક્રવારે સોનું અને ચાંદી હકારાત્મક વલણ સાથે બંધ થયા છે. સોનાનો ફેબ્રુઆરી ફ્યુચર કોન્ટ્રાક્ટ રૂ. 78,423 પ્રતિ 10 ગ્રામની આસપાસ બંધ થયો હતો.
આગળ જતા ભાવ વધાવાની સંભાવના છે
જાણકારોનું માનવું છે કે સોના-ચાંદીના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે. તેઓ નજીકના ભવિષ્યમાં કોમોડિટી એક્સચેન્જો પર વધવાનું ચાલુ રાખવાની આગાહી કરી રહ્યા છે. વિવિધ મહાનગરોમાં સોનાના વધતા ભાવને જોતા કોમોડિટી એક્સચેન્જમાં પણ તેના વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે, આંતરરાષ્ટ્રીય બજાર અને ભારતના સ્થાનિક બજારમાં સોનાના ભાવ પહેલાથી જ આસમાનને આંબી રહ્યા છે.
ભારતમાં 24 કેરેટ સોનાની કિંમત 10 ગ્રામ દીઠ 79 હજાર રૂપિયા છે. જો આપણે 22 કેરેટ સોનાના દર વિશે વાત કરીએ, તો તેની કિંમત 73 હજાર રૂપિયાથી વધુ છે. અમદાવાદમાં સોનાના ભાવની વાત કરીએ તો 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 73,040 રૂપિયા છે. 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 79,690 રૂપિયા છે.
સુપરહીટ થઈ LICની આ સ્કીમ, એક મહિનામાં 50,000થી વધારે અરજી, જાણો શું છે ખાસ





















