શોધખોળ કરો

ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ

ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધવિરામની શક્યતા અને ક્રૂડ ઓઈલના ભાવ ઘટતા રોકાણકારો સોના તરફ વળ્યા; લગ્નસરાની સિઝનમાં મોંઘવારીનો માર, જાણો લેટેસ્ટ ભાવ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમેરિકી ડોલર નબળો પડતાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો.
  • ડોલર ઘટી, રોકાણકારોએ સોના-ચાંદીમાં નાણાં રોકવાનું શરૂ કર્યું.
  • લગ્નગાળાની માંગ અને વૈશ્વિક કારણોસર ભાવ આસમાને પહોંચ્યા.
  • પશ્ચિમ એશિયામાં તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવ ઘટાડાની અસર.

આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકી ડોલર નબળો પડતાં જ ભારતીય બુલિયન માર્કેટ (સોના ચાંદી બજાર) માં જોરદાર તેજી જોવા મળી છે. ડોલરનો દબદબો ઘટતા વૈશ્વિક રોકાણકારોએ પોતાનો રૂપિયો ડોલરમાંથી કાઢીને સીધો સોના અને ચાંદીમાં રોકવાનું શરૂ કરી દીધું છે. પરિણામે, રાજધાની દિલ્હીના બજારમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ ₹5,000 નો અને સોનામાં ₹2,300 નો મોટો ઉછાળો આવ્યો છે. એક તરફ દેશમાં લગ્નસરાની સિઝન પૂરબહારમાં ખીલી છે, જેના કારણે ઘરેણાંની માંગ પહેલેથી જ વધારે છે, ત્યારે આ વૈશ્વિક ઉથલપાથલે કિંમતોને આસમાને પહોંચાડી દીધી છે.

આ ઉછાળા પાછળનું આંતરરાષ્ટ્રીય કારણ શું છે?

બજારના નિષ્ણાતોના મતે, આ તેજી પાછળ ડોલરનું નબળું પડવું અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલો ઘટાડો મુખ્ય કારણ છે. આ ઉપરાંત, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ટેન્શન પર પણ બજારની નજર છે. એવા રિપોર્ટ્સ છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલી 7 એપ્રિલની ડેડલાઈન પહેલા જ અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ શાંતિ કરાર થઈ શકે છે. જો આ યુદ્ધવિરામ થશે તો ક્રૂડ ઓઈલ અને વેપાર માટે મહત્વની ગણાતી 'હોર્મુઝ સ્ટ્રેટ' (સામુદ્રધુની) ફરીથી ખૂલી જશે. ભૂ રાજકીય વિકાસની આ હલચલે સ્થાનિક બજારની દિશા પણ બદલી નાખી છે.

દિલ્હી બજારમાં શું છે આજના લેટેસ્ટ ભાવ?

સોમવારે ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના આંકડા મુજબ, ભાવમાં મોટો સુધારો જોવા મળ્યો હતો:

ચાંદી: શુક્રવારે ₹2,37,000 ના ભાવે બંધ થયેલી ચાંદી (સફેદ ધાતુ) સોમવારે 2.11% ના જંગી ઉછાળા સાથે ₹5,000 મોંઘી થઈને સીધી ₹2,42,000 પ્રતિ કિલોગ્રામ (તમામ ટેક્સ સહિત) પર પહોંચી ગઈ છે.

સોનું: 99.9% શુદ્ધતાવાળા સોનાના ભાવમાં પણ 1.52% એટલે કે ₹2,300 નો વધારો થયો છે. ગયા સત્રમાં ₹1,51,500 પર રહેલું સોનું હવે ₹1,53,800 પ્રતિ 10 ગ્રામ (તમામ ટેક્સ સહિત) થઈ ગયું છે.

આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ અને નિષ્ણાતોનો મત

આંતરરાષ્ટ્રીય સ્તરે પણ હાજર ચાંદી 0.5% વધીને US73.37પ્રતિઔંસઅનેહાજરસોનું0.144,682.80 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. મીરા એસેટ શેરખાનના કોમોડિટી હેડ પ્રવીણ સિંહે જણાવ્યું હતું કે, કિંમતી ધાતુઓમાં અગાઉ થયેલા ઘટાડા બાદ અત્યારે મૂલ્ય આધારિત ખરીદી (Value buying) ના કારણે આ રિકવરી જોવા મળી છે.

જોકે, તેમણે ગ્રાહકો અને રોકાણકારોને એક ચેતવણી પણ આપી છે કે અમેરિકાના મજબૂત આર્થિક ડેટા અને રોજગારીના આંકડાઓને કારણે સોનાના ભાવનો આ ઉછાળો મર્યાદિત રહી શકે છે. આગામી દિવસોમાં સોના ચાંદીના ભાવમાં ભારે વધઘટ (અસ્થિરતા) જોવા મળે તેવી પૂરી શક્યતા છે.

Frequently Asked Questions

ભારતીય બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં તેજી શા માટે જોવા મળી રહી છે?

આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકી ડોલર નબળો પડતાં વૈશ્વિક રોકાણકારો ડોલરમાંથી નીકળીને સોના-ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે, જેના કારણે ભાવમાં તેજી આવી છે.

સોના-ચાંદીના ભાવમાં આટલા મોટા ઉછાળા પાછળનું મુખ્ય આંતરરાષ્ટ્રીય કારણ શું છે?

ડોલરનું નબળું પડવું અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલો ઘટાડો મુખ્ય કારણ છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું ટેન્શન પણ ભાવ પર અસર કરી રહ્યું છે.

દિલ્હી બજારમાં સોના અને ચાંદીના ભાવ શું છે?

રાજધાની દિલ્હીમાં ચાંદી પ્રતિ કિલો ₹5,000 વધીને ₹2,42,000 અને 99.9% શુદ્ધ સોનું પ્રતિ 10 ગ્રામ ₹2,300 વધીને ₹1,53,800 પર પહોંચી ગયું છે.

શું આગામી સમયમાં સોના-ચાંદીના ભાવમાં વધુ વધારો જોવા મળશે?

નિષ્ણાતો માને છે કે અમેરિકાના આર્થિક ડેટા અને રોજગારીના આંકડાઓને કારણે ભાવનો ઉછાળો મર્યાદિત રહી શકે છે. આગામી દિવસોમાં ભાવમાં ભારે વધઘટની શક્યતા છે.

ટોપ સ્ટોરી

The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
પતિએ પત્નીના ખાતામાં 71 લાખ જમા કરાવ્યા તો શું પત્નીએ ટેક્સ ભરવો પડશે? જાણો નવો નિયમ
પતિએ પત્નીના ખાતામાં 71 લાખ જમા કરાવ્યા તો શું પત્નીએ ટેક્સ ભરવો પડશે? જાણો નવો નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
Embed widget