Gold-Silver Price Today: વૈશ્વિક બજારમાં તેજીના પગલે ઘરઆંગણે સોનામાં ઉછાળો, જાણો આજના લેટેસ્ટ ભાવ
બુધવારે વૈશ્વિક બજારોમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
Gold-Silver Price Today: વૈશ્વિક બજારોમાં હાજર સોનાના ભાવમાં હકારાત્મક વલણના કારણે આજે દેશમાં સોનાના ભાવમાં વધારો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં આજે 0.18 ટકાનો વધારો થયો છે. આજે સોનાના ભાવ 46,045 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યા હતા. ગઈકાલે પણ MCX પર સોનાના ભાવમાં વધારો થયો હતો. અહીં ગઈકાલે સોનાના ભાવમાં 0.50 ટકાનો વધારો થયો હતો.
બીજી બાજુ ચાંદીના ભાવમાં પણ આજે 0.12 ટકાનો વધારો જોવા મળ્યો છે. આજે તેની કિંમત 62,713 રૂપિયા પ્રતિ કિલો નોંધાઈ છે. મંગળવારે પણ ચાંદીના ભાવમાં 0.90 ટકાનો વધારો થયો હતો.
વૈશ્વિક બજારમાં પણ સોનાના દરમાં વધારો થયો છે
બુધવારે વૈશ્વિક બજારોમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. અહીં હાજર સોનાનો ભાવ 0.2 ટકા વધીને 1,732.49 ડોલર પ્રતિ ઔંસ થયો છે. તે જ સમયે, યુએસ સોનાનો વાયદો આજે 0.1 ટકાનો વધારો જોવા મળ્યો છે અને તે પ્રતિ ઔંસ 1,733.50 ડોલર થઈ ગયો છે. આજે ચાંદીનો ભાવ અહીં 23.39 ડોલર પ્રતિ ઔંસ નોંધવામાં આવ્યો છે.
નિષ્ણાતોના મતે, યુએસના સીપીઆઈ ડેટા પછી સોના અને ચાંદીના ભાવો લઈને ચોક્કસ દિશા નક્કી કરી શકાય છે. તેમની કિંમત વધશે કે ઘટશે તે મોટા ભાગે આ CPI ડેટા પર આધારિત છે. એવું માનવામાં આવે છે કે વૈશ્વિક બજારમાં સોનાની કિંમત 1700 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીની કિંમત 23 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર રહી શકે છે.
દેશના મુખ્ય શહેરોમાં સોનાના ભાવ
મુંબઈમાં આજે 22 કેરેટ સોનાની કિંમત 45,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ હતી.
દિલ્હીમાં આજે 22 કેરેટ સોનાની કિંમત 45,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ હતી.
ચેન્નઈમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 43,730 રૂપિયા નોંધાયો હતો.
કોલકાતામાં આજે 22 કેરેટ સોનાની કિંમત 45,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ હતી.
નોંધઃ દેશના રાજ્યોમાં અલગ અલગ ટેક્સ સ્લેબના કારણે સોનાના ભાવમાં તફાવત છે.