શોધખોળ કરો

રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર

ગુજરાતમાં તમામ વાજબી ભાવની દુકાનો eFPS વેબ એપ્લિકેશન દ્વારા કાર્યરત છે.

રાજ્યમાં વસવાટ કરતા રાશનકાર્ડ ધારકોને સમયસર અને પૂરતા પ્રમાણમાં અનાજ મળે તેવા આશયથી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા FCI દ્વારા ઓગસ્ટ-૨૦૨૨થી જૂલાઇ ૨૦૨૩ સુધીમાં કુલ ૨૧.૬૨ લાખ મેટ્રિક ટન અનાજ આપવામાં આવ્યું છે. જેમાં ૯.૬૧ લાખ મેટ્રિક ટન ઘઉં અને ૧૨.૦૧ લાખ મેટ્રિક ટન ચોખાનો સમાવેશ થાય છે, જે પૈકી કુલ ૨૧.૧૩ લાખ મેટ્રિક ટન અનાજનું રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીઓને સમયસર વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, Household Consumption Expenditure Survey -HCES  દ્વારા ભારતના ૮,૭૨૩ ગામડાંઓ તથા ૬,૧૧૫ શહેરી બ્લોકના કુલ ૨.૬૧ લાખથી વધુ લાભાર્થી જેમાં ૧.૫૫ લાખથી વધુ ગ્રામીણ વિસ્તારના તેમજ ૧.૦૬ લાખથી વધુ શહેરી વિસ્તારના લાભાર્થીઓનો સરવે કરાયો હતો. આ સરવેમાં NFSAct-2013 હેઠળ આવરી લેવાયેલ લાભાર્થીઓ કે Non- NFSA લાભાર્થીઓ તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી.

રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને પારદર્શી બનાવાના ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ટેકનોલોજીની મદદથી વિવિધ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત રાજ્યમાં રાશનકાર્ડનું ૧૦૦ ટકા e-KYCની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.  આ ઉપરાંત લાભાર્થી ઘરે બેઠા e-KYC કરી શકે તે માટે “Face Authentication” આધારિત e-KYCની સુવિધા “My Ration” એપ્લિકેશનમાં તેમજ ગ્રામીણ સ્તરે ગ્રામ પંચાયત કચેરીમાં VCE દ્વારા e-gram centre પર e-KYC કરાવવામાં આવે છે. ઉપરાંત e-KYC માટે ૧૦ લાખથી નાગરિકોએ ‘MY RATION’ એપ પણ ડાઉનલોડ કરી છે.

રાજ્યમાં આધાર આધારિત વિતરણ વ્યવસ્થા અમલમાં છે. જે અંતર્ગત રાશનકાર્ડની સેવાઓ માટે તમામ સભ્યોના આધારકાર્ડ નંબરનું સીંડીગ ફરજીયાત કરવામાં આવ્યું છે. રાજ્યના ૧૦૦ ટકા રાશનકાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવ્યા છે. રાશનકાર્ડને સંબંધિત વિવિધ રજૂઆત માટે રાજય સરકાર દ્વારા ઓનલાઇન IPDS પોર્ટલ ઉપરાંત ટોલ ફ્રી નં. ૧૮૦૦૨૩૩૫૫૦૦/૧૯૬૭ અને ૧૪૪૪૫ની વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજ્યમાં ૧૭,૦૦૦ જેટલી વાજબી ભાવના સંચાલકોની ઓળખ માટે દરેક દુકાનદારના આધાર બેઈઝ્ડ e-KYC કરીને e-Profile દ્વારા ખરાઈ માટેની કાર્યવાહી પ્રગતિમાં છે. ગુજરાતમાં તમામ વાજબી ભાવની દુકાનો eFPS વેબ એપ્લિકેશન દ્વારા કાર્યરત છે. જે રીઅલ ટાઇમ વિતરણ એપ્લિકેશન છે, જે આધાર આધારિત બાયોમેટ્રિક પ્રમાણીકરણનો ઉપયોગ કરીને અથવા O.T.P  દ્વારા લાભાર્થીઓને ઓળખ પ્રસ્થાપિત કરે છે. નાગરિક પુરવઠા નિગમની ગાંધીનગર ખાતેની કચેરીમાં અદ્યતન સુવિધા સાથેનું કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર કાર્યરત છે. જેમાં નિગમના તમામ ગોડાઉન કેન્‍દ્રો ખાતે અંદાજે ૬,૦૦૦ CCTV કેમેરા વડે રાજ્યના તમામ ૨૫૦થી વધુ ગોડાઉન કેમ્પસ તેમજ ૬૫૦થી વધુ ગોડાઉન બિલ્ડીંગનું સઘન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

સપ્લાય ચેઇન મેનેજમેન્ટના મોનિટરીંગ માટે ICT લોજિસ્ટિક સિસ્ટમ અમલી છે, જેના દ્વારા FCI તરફથી અનાજના જથ્થાનું પરિવહન કરતા ટ્રક તથા નિગમોના ગોડાઉનથી વ્યાજબી ભાવની દુકાનો સુધી ડોર સ્ટેપ ડીલીવરી કરતા ટ્રક/વાહનોનું G.P.S. દ્વારા Tracking કરીને દરેક વાહનની મુવમેન્ટ પર નજર રાખવામાં આવે છે, તેવું અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની યાદીમાં જણાવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Share Market News : કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ઉછાળો, જુઓ અહેવાલAhmedabad Bullet Train Gantry Accident : બુલેટ ટ્રેનની ક્રેન તૂટી , 23 ટ્રેનો રદ્દ ; મુસાફરો રઝળ્યાHun To Bolish : હું તો બોલીશ : વિસાવદરનો રાજકીય વનવાસ પૂરો?Hun To Bolish : હું તો બોલીશ : સોશલ મીડિયાની જીવલેણ ગેમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન  તૂટી પડી ક્રેન, 23 ટ્રેન  કેન્સલ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન તૂટી પડી ક્રેન, 23 ટ્રેન કેન્સલ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા  કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
Embed widget