Gold Prices Today: વૈશ્વિક બજારમાં નબળા સંકેતો વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો આજના લેટેસ્ટ ભાવ.....
સોનાના હાજર ભાવ લગભગ ચાર સપ્તાહમાં પ્રથમ વખત રૂ. 52,000 પ્રતિ 10 ગ્રામને આંબી ગયા છે, જ્યારે છેલ્લા એક સપ્તાહમાં ચાંદીના ભાવ રૂ. 1,050 સુધી વધ્યા છે.
Gold Price Today: વૈશ્વિક ભાવમાં નબળા વેપાર હોવા છતાં પણ મંગળવારે ભારતમાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, સોનાનો જૂન વાયદો રૂ. 376 અથવા 0.7 ટકા વધી રૂ. 52,560 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો જે અગાઉના રૂ. 52,179 પ્રતિ 10 ગ્રામના બંધ હતો. ચાંદીનો મે વાયદો રૂ. 767 અથવા 1.14 ટકા વધી રૂ. 68,061 પ્રતિ કિલોગ્રામ હતો.
વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં ઘટાડો થયો છે કારણ કે, બોન્ડ યીલ્ડમાં ઉછાળો અને ફુગાવાના ડેટાને ધ્યાનમાં રાખતા આગામી સમયમાં ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં વધારો કરવાના સંકેત મળી રહ્યા છે. વૈશ્વિક બજારમાં હાજરમાં સોનું 0.2% ઘટીને $1,950.52 પ્રતિ ઔંસ પર હતું, જ્યારે US ગોલ્ડ ફ્યુચર્સ 0.3% વધીને $1,954.00 પર હતું.
વર્તમાન યુદ્ધના તણાવના સમાધાન પછી પણ સોનાના ભાવો આગળ વધવાની ધારણા છે કારણ કે યુદ્ધ પછીની અસરો, ચીજવસ્તુઓના ઊંચા ભાવ અને વધતી જતી ફુગાવાના કારણે વિશ્વમાં અમુક પ્રકારનો મંદીનો માહોલ જોવા મળશે જ્યાં સોનું સુરક્ષિત રોકાણ તરીકે લોકોની પહેલી પસંદ હશે.
ભારતીય બુલિયન અને જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, હાજર બજારમાં, સૌથી વધુ શુદ્ધતાનું સોનું રૂ. 52,510 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાયું હતું જ્યારે ચાંદીની કિંમત શુક્રવારે રૂ. 67,672 પ્રતિ કિલો હતી.
સોનાના હાજર ભાવ લગભગ ચાર સપ્તાહમાં પ્રથમ વખત રૂ. 52,000 પ્રતિ 10 ગ્રામને આંબી ગયા છે, જ્યારે છેલ્લા એક સપ્તાહમાં ચાંદીના ભાવ રૂ. 1,050 સુધી વધ્યા છે.
તમારા શહેરની સોનાની કિંમત જાણવા માટે આ નંબર પર કોલ કરો
તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો. આ રીતે તમે ઘરે બેઠા જ જાણી શકશો સોનાના લેટેસ્ટ રેટ.
જાણો કે સોનું સાચું છે કે નકલી
આ સિવાય, તમે સોનું ખરીદતી વખતે એપ દ્વારા તેની શુદ્ધતા પણ ચકાસી શકો છો. સરકારે સોનાની શુદ્ધતા તપાસવા માટે એક એપ બનાવી છે. આ એપનું નામ 'બીઆઈએસ કેર એપ' છે. આમાં, ગ્રાહકો શુદ્ધતા ચકાસી શકે છે. આ સિવાય જો સોનાની શુદ્ધતામાં કોઈ ઉણપ હોય તો તમે તેના માટે ફરિયાદ પણ કરી શકો છો. ઉપરાંત, જો તમારા માલનું હોલમાર્ક અથવા લાયસન્સ ખોટું જણાય છે, તો તમે તેના વિશે ફરિયાદ પણ કરી શકો છો.