Gold Silver Price Today: સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો કેટલું સસ્તું થયું સોનું અને ચાંદી
સોના અને ચાંદીના ભાવમાં કેટલાક દિવસોથી મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે અને જ્યારે સોનું 48,000ના સ્તરની આસપાસ અથડાઈ રહ્યું છે ત્યારે ગયા ગુરુવારથી ચાંદીમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

Gold Silver Price Today 20 December 2021: એક બાજુ સ્ટોક માર્કેટમાં મારકાટ છે ત્યારે કોમોડિટી માર્કેટમાં પણ ઘટાડે વેપાર થઈ રહ્યા છે. ત્યારે સોના અને ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સોનાની કિંમતમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદીમાં પણ આજે નબળાઈનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
આજના સોના-ચાંદીના ભાવ
આજના કારોબારમાં સોના અને ચાંદીમાં મિશ્ર શરૂઆત થઈ હતી, પરંતુ હવે આ બંને કિંમતી ધાતુઓ ઘટાડા સાથે લાલ નિશાનમાં કારોબાર કરી રહી છે. બપોરે 12:28 વાગ્યે, સોનાનો ફેબ્રુઆરી વાયદો રૂ. 12 અથવા 0.02 ટકા ઘટીને રૂ. 48,582 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. આ સિવાય ચાંદીના ભાવ પર નજર કરીએ તો તેનો માર્ચ વાયદો 485 પોઈન્ટ અથવા 0.78 ટકાના ઘટાડા સાથે રૂ. 61,652 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.
સોના અને ચાંદીમાં મિશ્ર વલણ
સોના અને ચાંદીના ભાવમાં કેટલાક દિવસોથી મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે અને જ્યારે સોનું 48,000ના સ્તરની આસપાસ અથડાઈ રહ્યું છે ત્યારે ગયા ગુરુવારથી ચાંદીમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. કોમોડિટી બજારના નિષ્ણાતોનું કહેવું છે કે આગામી થોડા દિવસોમાં ભારતમાં સોનાની માંગ પહેલા કરતા વધુ નહીં રહે અને ભાવ 48 હજારની નજીક રહેશે.
કોમોડિટી માર્કેટમાં આજે હલચલ
કોમોડિટી માર્કેટમાં પણ આજે વેપારમાં ઉથલપાથલ જોવા મળી રહી છે કારણ કે સેબીએ કોમોડિટી માર્કેટ પર આકરા નિયંત્રમો લાદતા એક વર્ષ માટે સાત કોમોડિટીના ફ્યુચર્સ ટ્રેડિંગ બંધ કરી દીધા છે. તેમાં ઘઉં અને ચણા જેવી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. સેબીના આ નિર્ણય બાદ કોમોડિટી નિષ્ણાતોની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાક માને છે કે વધતી જતી મોંઘવારી અને કિંમતોને જોતા આ નિર્ણય સાચો છે અને કેટલાક નિષ્ણાતોના મતે આ કોમોડિટીના ફ્યુચર ટ્રેડિંગને આખા વર્ષ માટે બંધ કરવું યોગ્ય નથી, તેને થોડા મહિના માટે જ બંધ રાખી શકાયું હોત.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
