શોધખોળ કરો
Gold-Silver Rates: ઘર આંગણે સતત ચોથા દિવસે સોનામાં ઉછાળો, જાણો શું છે નવો ભાવ?
બ્રિટેનમાં ફાઈઝરની રસીને મંજૂરી મળ્યા બાદ વૈશ્વિક બજરામાં સોનાના કડાકો બોલી ગયો હતો.
![Gold-Silver Rates: ઘર આંગણે સતત ચોથા દિવસે સોનામાં ઉછાળો, જાણો શું છે નવો ભાવ? gold silver rates on 4 december 2020 bullion rates updates Gold-Silver Rates: ઘર આંગણે સતત ચોથા દિવસે સોનામાં ઉછાળો, જાણો શું છે નવો ભાવ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/04181156/gold.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમેરિકાની અર્થવ્યવસ્થાને રાહત પેકેજ મળવાની આશા વધવાથી વૈશ્વિક બજારમાં સોનું અને ચાંદીના ટ્રેન્ડમાં સુધારો જોવા મળી રહ્યો છે. તેની અસર ઘર આંગણે પણ જોવા મી રહી છે. શુક્રવારે સોના ચાંદીની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે. રસીને મળી રહેલ સફળતા છતાં સોનાની કિંમતમાં ઘટાડો જોવા નથી મળી રહ્યો. ઘર આંગણે બજારમાં સતત ચોથા દિવસે સોનાની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે. એમસીએક્સમાં શુક્રવારે સોનું 0.2 ટકા વધીને 49,380 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું હતું તો ચાંદીમાં એક ટકાના ઉછાળા સાથે 64018 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી હતી.
ઘર આંગણે સતત વધી રહ્યા છે સોનાના ભાવ
વિતેલા સેશનમાં સોનું 400 રૂપિયા વધ્યું હતું જ્યારે મંગળવારે તેમાં 700 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. બુધવારે ચાંદીમાં પ્રતિ કિલો 200 રૂપિયાનો વધારો નોંધાયો હતો. મંગળવારે તેમાં 300 રૂપિયાની રેલી જોવા મળી હતી. વૈશ્વિક માર્કેટમાં વિતેલા કેટલાક સમયથી સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જૂન બાદ સતત ઘટીને નીચલી સપાટી પર પહોંચી ગયું હતું જોકે 1780 ડોલર પ્રતિ ઔંસ પર તેને સપોર્ટ મળ્યો હતો. નબળા ડોલરને કારણે ફરી ઉછાળો આવ્યો હતો. ગુરુવારે દિલ્હી હાજર ગોલ્ડ 481 રૂપિયા વધીને 48,887 રૂપિયા પ્રિત દસ ગ્રામ પહોંચ્યું છે.
વૈશ્વિક માર્કેટમાં ઘટાડો
વૈશ્વિક બજારમાં સોનાની કિંમત ગુરુવારે ઘટી ગઈ હતી. બ્રિટેનમાં ફાઈઝરની રસીને મંજૂરી મળ્યા બાદ વૈશ્વિક બજરામાં સોનાના કડાકો બોલી ગયો હતો. તેની સાથે જ અમેરિકાની અર્થવ્યવસ્થાને રાહત પેકેજ મળવાની સંભવનાઓને કારણે પણ કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્વિક માર્કેટમાં સોનું 0.2 ટકા ઘટીને 1826.10 પ્રતિ ઔંસ રહ્યું હતું. જ્યારે અમેરિકન ગોલ્ડ ફ્યૂચર 1829.50 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર રહ્યું. જ્યારે ચાંદીની કિંમત 1.2 ટકા ઘટીને 23.82 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)