શોધખોળ કરો

LIC IPO: મંત્રીઓની પેનલ ડેડલાઈન પર લઈ શકે છે નિર્ણય, એપ્રિલ 2022ના અંત સુધીમાં IPO......

સરકારની તૈયારીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે LIC એ IPO અંગે એક જાહેરાત બહાર પાડી છે, જેમાં LIC પોલિસીધારકોને ડીમેટ એકાઉન્ટ વહેલા ખોલવાની સલાહ આપવામાં આવી છે.

LIC IPO: દેશની સૌથી મોટી વીમા કંપની LICનો IPO આ એપ્રિલ મહિનામાં લોન્ચ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે એપ્રિલના અંત સુધીમાં સરકાર LICનો IPO લોન્ચ કરી શકે છે. હકીકતમાં, આ IPO સાથે સંકળાયેલા સરકારી અધિકારીઓએ મંત્રીઓની પેનલને આ મહિનાના અંત સુધીમાં IPO લાવવાનું સૂચન કર્યું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ ઉપરાંત મંત્રીઓની આ પેનલમાં રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલનો સમાવેશ થાય છે.

એવું માનવામાં આવે છે કે મંત્રીઓની આ પેનલ ટૂંક સમયમાં IPO પર પોતાનો નિર્ણય લઈ શકે છે અને અધિકારીઓને IPO લોન્ચ કરવાની તૈયારી કરવા માટે લીલી ઝંડી આપી શકે છે. અગાઉ, કેન્દ્ર સરકારે LIC IPOના મર્ચન્ટ બેન્કર્સને LICના મૂલ્યાંકન પર મોટા અને એન્કર રોકાણકારો પાસેથી પ્રતિસાદ લેવા જણાવ્યું હતું, જે તેમને IPOમાં રોકાણ કરવા માટે પ્રેરિત કરશે. માનવામાં આવે છે કે આ સપ્તાહની શરૂઆત સુધીમાં મર્ચન્ટ બેન્કર્સ તેમનો રિપોર્ટ સરકારને સુપરત કરશે.

નોંધનીય છે કે અગાઉ સરકાર માર્ચ મહિનામાં એલઆઈસીનો આઈપીઓ બજારમાં લાવવાની તૈયારી કરી રહી હતી, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે શેરબજારમાં ચાલી રહેલી ઉથલપાથલ બાદ સરકારે આઈપીઓ લોન્ચ કરવાનું મુલતવી રાખ્યું હતું. પરંતુ હવે બજાર તેજીમાં છે અને નવી ઊંચાઈઓને સ્પર્શવા તરફ આગળ વધી રહ્યું છે, તેથી સરકારે ફરીથી LIC IPO લાવવાની તૈયારી શરૂ કરી છે.

સરકારની તૈયારીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે LIC એ IPO અંગે એક જાહેરાત બહાર પાડી છે, જેમાં LIC પોલિસીધારકોને ડીમેટ એકાઉન્ટ વહેલા ખોલવાની સલાહ આપવામાં આવી છે જેથી કરીને તેઓ રિઝર્વ ક્વોટામાં LIC IPOમાં રોકાણ કરવા માટે હકદાર બની શકે.

એવું માનવામાં આવે છે કે વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ માટે ગઠિત મંત્રીઓના જૂથની ટૂંક સમયમાં બેઠક થઈ શકે છે, જેમાં LIC IPO માટે શેરની કિંમત નક્કી કરવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠકમાં શેરબજારની સ્થિતિને જોતા LICના IPOના સમય અંગે પણ નિર્ણય લેવામાં આવી શકે છે.

અગાઉ આરબીઆઈએ કહ્યું હતું કે યોગ્ય સમયે LIC IPO લોન્ચ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉપરાંત, LIC IPOની સફળતા રિટેલ રોકાણકારોના પ્રતિભાવ પર આધારિત છે. RBIએ તેના માર્ચ બુલેટિનમાં કહ્યું છે કે LIC IPOનો સાચો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. 35 ટકા IPO રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે, LIC IPOની સફળતા માટે તેમનો પ્રતિસાદ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સરકાર LIC IPO સંબંધિત અંતિમ પેપર સેબીમાં ફાઇલ કરવાની તૈયારી કરી રહી છે. LIC IPO દ્વારા $8 બિલિયન એટલે કે રૂ. 65,400 કરોડ એકત્ર કરી શકે છે. એવું માનવામાં આવે છે કે 1.58 કરોડ શેર LIC કર્મચારીઓ માટે આરક્ષિત હશે, જે તેમને 10 ટકાના ડિસ્કાઉન્ટ સાથે ઓફર કરવામાં આવશે, ત્યારબાદ 3.16 કરોડ શેર પણ પોલિસીધારકોને 10 ટકાના ડિસ્કાઉન્ટ પર આપવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
Embed widget