શોધખોળ કરો
Advertisement
GST કાઉન્સિલની બેઠકમાં નાના કરદાતાઓને આપવામાં આવી રાહત, જાણો વિગતે
નાણામંત્રીએ કહ્યું કે જૂલાઈ 2017થી જાન્યુઆરી 2020 સુધી જેમણે GSTR 3B રિટર્ન ફાઈન નથી કર્યું અને તેના પર શૂન્ય રિર્ટન બને છે તો તેમણે લેટ ફી નહી આપવી પડે.
નવી દિલ્હીઃ આજે GST કાઉન્સિલની બેઠક મળી હતી. આ બેઠકમા નાણામંત્રી નિર્મલા સીતારમણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સામેલ થયા હતા. નાણામંત્રી નિર્મલા સીતારમણે નાના કરદાતાઓને રાહત આપી છે. આ બેઠક બાદ નાણામંત્રીએ કહ્યું કે જૂલાઈ 2017થી જાન્યુઆરી 2020 સુધી જેમણે GSTR 3B રિટર્ન ફાઈન નથી કર્યું અને તેના પર શૂન્ય રિર્ટન બને છે તો તેમણે લેટ ફી નહી આપવી પડે.
GST રીટર્ન નહીં ભરવા બદલ લેઇટ ફી નાબુદ કરવામાં આવી છે. ઓગષ્ટ 2017થી જાન્યુઆરી 2020 સુધી જીએસટી રિટર્ન દાખલ નહીં કરવા બદલ લાગતી લેઇટ ફીને માફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જો કે એવા વેપારીઓને લાભ મળશે જેમની ટેકસ જવાબદારી નહીં હોય. જેમના પર ટેકસની જવાબદારી હશે અને તેઓએ રિટર્ન ફાઇલ નહીં કર્યા હોય તો તેમના પર ન્યુનત્તમ લેઇટ ફી 500 રૂપિયા પ્રતિ રિટર્ન નક્કી કરવામાં આવી છે.
આ રાહત જાન્યુઆરી 2020 સુધી રહેશે. 1લી જુલાઇ 2020થી 30 સપ્ટેમ્બર 2020 સુધી તમામ રિટર્ન પર પણ આ જોગવાઇ રહેશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે જે વેપારી પ્રથમ રિટર્ન એટલે કે જીએસટીઆર 3B ભરી ન શકયા હોય તેઓ આગળનું રિટર્ન પણ ભરી નહીં શકે. આ બાબતને સમાપ્ત કરવા માટે જ આ રાહત આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
ગુજરાત
Advertisement