શેર દીઠ 19 રૂપિયા ડિવિડન્ટ, જંગી નફા બાદ HDFC બેન્કની મોટી જાહેરાત
HDFC બેંકના શેરધારકો માટે સારા સમાચાર છે
HDFC બેંકના શેરધારકો માટે સારા સમાચાર છે. બેંકે નાણાકીય વર્ષ 2023 ના નફામાંથી તેના શેરધારકોને ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. બેન્કે માર્ચ ક્વાર્ટરમાં બમ્પર નફો કર્યો છે. આ દરમિયાન તેનો ચોખ્ખો નફો 20.6 ટકા વધીને રૂ. 12,594.47 કરોડ થયો છે. જોકે, ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં બેન્કનો નફો ઘટ્યો છે. ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન HDFC બેન્કનો નફો રૂ. 12,698.32 કરોડ રહ્યો હતો. શેરધારકોને રૂ. 1ની ફેસ વેલ્યુના દરેક શેર માટે રૂ. 19 મળશે. બેંકે ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ 16 મે, 2023 નક્કી કરી છે.
ગયા વર્ષે પણ ડિવિડન્ડ મળ્યું હતું
રેગુલેટરી ફાઇલિંગમાં HDFC બેંકે જણાવ્યું હતું કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે નફામાંથી રૂ. 1ના ફેસ વેલ્યુના પ્રત્યેક ઇક્વિટી શેર માટે રૂ. 19 ચૂકવવાનું નક્કી કર્યું છે. ડિવિડન્ડની ચુકવણી માટે આગામી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં શેરધારકો પાસેથી મંજૂરી લેવામાં આવશે. છેલ્લા નાણાકીય વર્ષ 2022માં HDFC બેંકે શેરધારકોને પ્રતિ શેર પર 15.50નું ડિવિડન્ડ આપ્યું હતું.
HDFC બેંકને માર્ચ 2023 ક્વાર્ટરમાં રૂ. 12047.45 કરોડનો ચોખ્ખો નફો થયો છે. તેનો નફો એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં 10055.18 કરોડ રૂપિયા હતો. વ્યાજમાંથી તેની ચોખ્ખી આવક વાર્ષિક ધોરણે 23.7 ટકા વધીને રૂ. 23,351.8 કરોડ થઈ છે. બેંકે ક્રેડિટ અને ડિપોઝિટ મોરચે પણ યોગ્ય વૃદ્ધિ હાંસલ કરી છે. ગ્રોસ એડવાન્સિસની સરખામણીમાં બેંકની ગ્રોસ એનપીએસ ત્રિમાસિક ધોરણે 1.23 ટકાથી ઘટીને 1.12 ટકા થઈ ગઈ છે.
જો આપણે આખા નાણાકીય વર્ષ વિશે વાત કરીએ તો બેંકનો ચોખ્ખો નફો 2022-23માં 36961.33 કરોડ રૂપિયાથી 19 ટકા વધીને 44108.71 કરોડ રૂપિયા થયો છે આ સમયગાળા દરમિયાન તેનો કન્સોલિડેટેડ નફો 21 ટકા વધીને રૂ. 45997.11 કરોડ થયો છે. જોકે, ત્રિમાસિક ધોરણે કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ અડધા ટકા જેટલો ઓછો રહ્યો છે. HDFC બેંકનો ડિવિડન્ડ રેકોર્ડ શાનદાર રહ્યો છે.
Aadhaar card: કોઈ દસ્તાવેજ ન હોવા છતાં પણ તમે આધાર અપડેટ કરી શકશો, જાણો કઈ રીતે
Aadhaar Update : યૂઆઈડીએઆઈ આધાર વપરાશકર્તાઓ માટે એક મોટી સુવિધા લાવ્યું છે. હવે તમે કોઈપણ દસ્તાવેજ વગર પણ તમારું આધાર અપડેટ કરાવી શકશો. આ માટે તમારે ફક્ત તમારા 'પરિવારના વડા'ની મંજૂરીની જરૂર પડશે. આધાર અપડેટ કરતી વખતે ઘણી વખત લોકોને સામાન્ય મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણા લોકો એવા છે જેમની પાસે આધાર સિવાય અન્ય કોઈ માન્ય દસ્તાવેજ નથી. આવી સ્થિતિમાં, આધારમાં દાખલ કરેલી માહિતીને અપડેટ કરવામાં સમસ્યા છે. આવી સ્થિતિમાં, આ સમસ્યાને દૂર કરવા માટે, UIDAIએ 'હેડ ઓફ ફેમિલી' આધારિત આધાર અપડેટ પ્રક્રિયા લઈને આવી છે. આ વિકલ્પ દ્વારા, તમે તમારા ઘરના વડાના દસ્તાવેજોની મદદથી તમારા આધારમાં દાખલ કરેલી માહિતીને અપડેટ કરી શકો છો.
આ લોકો માટે આ સુવિધા મદદરૂપ છે
'હેડ ઓફ ફેમિલી' આધારિત આધાર અપડેટ પ્રક્રિયા તે લોકો માટે ખૂબ જ મદદરૂપ છે જેમની પાસે પોતાના દસ્તાવેજ નથી. તે લોકો તેમના પરિવારના વડાના દસ્તાવેજોનો ઉપયોગ કરીને આધારમાં દાખલ કરેલી માહિતી સરળતાથી અપડેટ કરી શકે છે. બાળકો, પત્ની/પતિ, માતા-પિતા જેવા લોકોને તેનો લાભ મળી શકે છે. ઘણી વખત બાળકો પાસે આધાર સિવાય અન્ય કોઈ દસ્તાવેજ નથી હોતા. આવી સ્થિતિમાં, તે તેના માતાપિતાના દસ્તાવેજોનો ઉપયોગ કરીને પોતાનું આધાર અપડેટ કરાવી શકે છે. UIDAI એ આ બાબતે 3 જાન્યુઆરી, 2023 ના રોજ એક નોટિફિકેશન બહાર પાડીને માહિતી આપી છે કે હવે ફક્ત 'હેડ ઑફ ફેમિલી' દસ્તાવેજોની મદદથી તમે તમારા પોતાના દસ્તાવેજો વિના પણ આધાર અપડેટ કરાવી શકશો