શોધખોળ કરો

HDFC Bank: HDFC Bankના ગ્રાહકો માટે મોટા સમાચાર, આ બે દિવસ કામ નહી કરે ક્રેડિટ-ડેબિટ કાર્ડ

HDFC Bank Cards: ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા કરોડો ગ્રાહકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એચડીએફસી બેન્કે આ અંગે તમામ ગ્રાહકોને ઈમેલ અને એસએમએસ મારફતે એલર્ટ કરી દીધા છે

HDFC Bank Cards: ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા કરોડો ગ્રાહકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. દેશની સૌથી મોટી બેન્ક એચડીએફસી બેન્કે તેના ગ્રાહકોને આ અંગે ચેતવણી આપી છે અને કહ્યું છે કે તેઓને બે દિવસ સુધી કાર્ડનો ઉપયોગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

HDFC બેન્કે એલર્ટ મોકલ્યું

એચડીએફસી બેન્કે આ અંગે તમામ ગ્રાહકોને ઈમેલ અને એસએમએસ મારફતે એલર્ટ કરી દીધા છે. બેન્ક દ્વારા મોકલવામાં આવેલા મેસેજમાં કહેવામાં આવ્યું છે કે તેના ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને પ્રીપેડ કાર્ડનો ઉપયોગ થોડા સમય માટે કરી શકાશે નહીં. આ કાર્ડ નિર્ધારિત સમયગાળા દરમિયાન ટ્રાન્જેક્શન માટે અનુપલબ્ધ રહેશે.

આ સમય દરમિયાન મુશ્કેલીઓ આવશે

HDFC બેન્ક દ્વારા જણાવ્યા મુજબ કાર્ડ્સ 4 જૂન (મંગળવાર) ના રોજ રાતના 12:30 થી અઢી વાગ્યા સુધી અને છ જૂન ગુરુવારે રાતના અઢી વાગ્યાથી કામ કરશે નહીં. બેન્કનું કહેવું છે કે તેના ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને પ્રીપેડ કાર્ડ સિસ્ટમને નિર્ધારિત સમયગાળામાં અપગ્રેડ કરવામાં આવશે. આ કારણોસર ગ્રાહકો કાર્ડનો ઉપયોગ કરીને ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં.

આ ટ્રાન્જેક્શનને અસર થશે

આ અપગ્રેડેશનથી જે ટ્રાન્જેક્શનને અસર થશે તેમાં એટીએમમાંથી પૈસા ઉપાડવા, પોઈન્ટ ઓફ સેલ મશીન પર ખરીદી માટે ચૂકવણી, ઓનલાઈન કાર્ડ ટ્રાન્જેક્શન અને નેટસેફ ટ્રાન્જેક્શનનો સમાવેશ થાય છે. આના કારણે ગ્રાહકોને ઓછામાં ઓછી પરેશાની થાય તેની ખાતરી કરવા માટે બેન્કે અપગ્રેડેશન માટે રાત્રિનો સમય પસંદ કર્યો છે, જ્યારે ગ્રાહકો ભાગ્યે જ કાર્ડનો ઉપયોગ કરે છે.

તમામ ટ્રાન્જેક્શન માટે એલર્ટ નહી મળે

અગાઉ એચડીએફસી બેન્કે તાજેતરમાં જણાવ્યું હતું કે તેના ગ્રાહકોને હવે તમામ UPI ટ્રાન્જેક્શન માટે SMS એલર્ટ મળશે નહીં. હવે HDFC બેન્કના ગ્રાહકોને માત્ર 100 રૂપિયાથી વધુના રેમિટન્સ ટ્રાન્ઝેક્શન અને 500 રૂપિયાથી વધુના ક્રેડિટ ટ્રાન્ઝેક્શન માટે જ SMS એલર્ટ મળશે. આ ફેરફાર 25 જૂનથી લાગુ થશે. તમામ એલર્ટ પહેલાની જેમ જ ઈમેલ પર મળતા રહેશે.                                                         

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણયHun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Embed widget