શોધખોળ કરો
દેશમાં છેલ્લા પાંચ મહિનામાં સાઈકલોનું રેકોર્ડ બ્રેક વેચાણ, મનપસંદ સાઈકલ માટે કરવું પડે છે બુકિંગ
છેલ્લા પાંચ મહીનામાં સાઈકલનું વેચાણ 100 ટકા સુધી વધ્યું છે. ઘણી જગ્યાએ લોકો પોતાની ગમતી સાઈકલ ખરીદવા માટે બુકિંગ કરાવવું પડી રહ્યું છે
![દેશમાં છેલ્લા પાંચ મહિનામાં સાઈકલોનું રેકોર્ડ બ્રેક વેચાણ, મનપસંદ સાઈકલ માટે કરવું પડે છે બુકિંગ historical sale of bicycles in- india last five months દેશમાં છેલ્લા પાંચ મહિનામાં સાઈકલોનું રેકોર્ડ બ્રેક વેચાણ, મનપસંદ સાઈકલ માટે કરવું પડે છે બુકિંગ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/14230758/cycle-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: ભારતમાં છેલ્લા પાંચ મહિનામાં સાઈકલનું વેચાણ લગભગ બેગણુ વધી ગયું છે. અનેક શહેરોમાં લોકોને પોતાની ગમતી સાઈકલ ખરીદવા માટે રાહ જોવી પડી રહી છે. જાણકારો અનુસાર દેશમાં પહેલીવાર સાઈકલને લઈન લોકોનું વલણ જોવા મળી રહ્યું છે અને તેની પાછળનું એક મોટું કારણ કોરોના મહામારી બાદ લોકોમાં આવેલી સ્વાસ્થ્યને લઈને જાગૃતતા છે.
100 ટકા વધ્યું સાઈકલનું વેચાણ
એક અનુમાન અનુસાર ભારત દુનિયાનો બીજો સૌથી મોટો સાઈકલ નિર્માતા દેશ છે. સાઈકલ નિર્માતાઓના રાષ્ટ્રીય સંગઠન એઆઈસીએમએ અનુસાર મે થી સપ્ટેમ્બર 2020 સુધી પાંચ મહિનામાં દેશમાં કુલ 41, 80, 945 સાઈકલોનું વેચાણ થયું છે. ઓલ ઈન્ડિયા સાઈકલ મેન્યુફેક્ચર્સ એસોસિએશન (AICMA)ના મહાસચિવ કેબી ઠાકુરે કહ્યું કે, સાઈકલની માગમાં અભૂતપૂર્વ વધારો થયો છે. ઇતિહાસમાં કદાચ પહેલીવાર સાઈકલને લઈને આવું રુઝાન જોવા મળ્યું છે.
તેમણે જણાવ્યું કે, “આ પાંચ મહીનામાં સાઈકલનું વેચાણ 100 ટકા સુધી વધ્યું છે. ઘણી જગ્યાએ લોકો પોતાની ગમતી સાઈકલ ખરીદવા માટે બુકિંગ કરાવવું પડી રહ્યું છે. ” એક અગ્રણી સાઈકલ કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, અનલોક શરુ થતાની સાથે જ સાઈકલના વેચાણમાં મોટો ઉછાળો આવ્યો હતો.
એપ્રિલમાં નથી વેચાઈ એક પણ સાઈકલ
સંગઠને જણાવ્યું કે, આંકડા અનુસાર કોરોના વાયરસની મહામારીના કારણે લાદવામાં આવેલા લોકડાઉનના કારણે એપ્રિલ મહિનામાં એક પણ સાયકલનું વેચાણ થયું નથી. મે મહિનામાં આ આંકડો 4,56,818 હતો. જૂનમાં બેગણો વધારો થતા 8,51,060 થઈ. જ્યારે સપ્ટેમ્બરમાં દેશમાં એક મહીનામાં 11,21,544 સાઈકલ વેચાઈ. આમ છેલ્લા પાંચ મહિનામાં કુલ 41,80,945 સાઈકલનું વેચાણ થયું છે.
ઠાકુરે જણાવ્યું કે, કોરોના મહામારીએ લોકોને પોતાના સ્વાસ્થ્ય તથા ઈમ્યુનિટીને લઈને પોતાને સજાગ બનાવ્યા છે અને સોશિયલ ડિસ્ટેસિંગને લઈને સાવધાન થયા છે. એવામાં સાઈકલ મહત્વપૂર્ણ વિકલ્પ સાબિત થઈ છે.
નવસારી નેશનલ હાઇવે 48 પર એક સાથે પાંચ ગાડી અથડાઇ, જુઓ વીડિયો
![દેશમાં છેલ્લા પાંચ મહિનામાં સાઈકલોનું રેકોર્ડ બ્રેક વેચાણ, મનપસંદ સાઈકલ માટે કરવું પડે છે બુકિંગ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/14230542/bycycle-.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
રાજકોટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)