શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદના બિઝનેસમેને ખરીદેલી સૌથી મોંઘી કાર એક લીટર પેટ્રોલમાં કેટલી આપે છે એવરેજ? જાણો
6,000 સીસીનું એન્જિન ધરાવતી આ કારની ટોપ સ્પીડ 333 કિમી પ્રતિ કલાકની છે. તે માત્ર 3.8 સેકન્ડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડે છે.
![અમદાવાદના બિઝનેસમેને ખરીદેલી સૌથી મોંઘી કાર એક લીટર પેટ્રોલમાં કેટલી આપે છે એવરેજ? જાણો How much does Bentley Flying Spur car give on a liter of petrol average? અમદાવાદના બિઝનેસમેને ખરીદેલી સૌથી મોંઘી કાર એક લીટર પેટ્રોલમાં કેટલી આપે છે એવરેજ? જાણો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/02163937/Car2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: દુનિયાની સૌથી મોંઘી ગડી બેન્ટલી કંપનીની Flying Spur હાલ દરેક કાર શોખીનનું સપનું છે. આવી માત્ર ચાર જ કાર છે જેમાં એક કાર અમદાવાદના બિલ્ડરના આંગણે આવતાં જ સમગ્ર અમદાવાદમાં ચર્ચા થવા લાગી હતી.
અમદાવાદના ધરણીધર ડેવલોપર્સના બિલ્ડર દીપક મેવાડાએ રૂપિયા 5.6 કરોડની બેન્ટલી કંપનીની Flying Spur કાર ખરીદી છે. જેને કારણે હાલ અમદાવાદ ઈન્ટરનેશનલ લેવલે ચર્ચામાં છે. આવી માત્ર ચાર જ કાર ભારતમાં ડિલિવરી કરવામાં આવશે. જેમાં સૌથી પહેલી ડિલિવરી દીપક મેવાડાને મળી છે.
Bentley બ્રિટનની કારમેકર કંપની છે. ભારતમાં તેનો કોઈ જ પ્લાન્ટ ન હોવાથી આ કારને બ્રિટનથી ઈમ્પોર્ટ કરાય છે. બેન્ટલીની લક્ઝુરિયસ કાર્સનું મહિનાઓ સુધી વેઈટિંગ ચાલે છે. અમદાવાદના બિઝનેસમેન દીપક મેવાડાએ ખરીદેલ Bentley કંપનીની Flying Spur મોડેલમાં અનેક ખાસિયતો છે. આ કારનું ક્રાફ્ટિંગ હેન્ડમેડ તો છે જ આ સાથે તેનું એન્જિન પણ પાવરફુલ છે.
6,000 સીસીનું એન્જિન ધરાવતી આ કારની ટોપ સ્પીડ 333 કિમી પ્રતિ કલાકની છે. તે માત્ર 3.8 સેકન્ડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, પેટ્રોલ પર ચાલતી આ કાર અંદાજે સાડા છથી 8 કિલોમીટર પ્રતિ લિટર જેટલું માઈલેજ આપે છે. એકવાર તેની ટેંક ફુલ કરાવ્યા બાદ આ કાર અંદાજે 608 કિલોમીટર દોડી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion