શોધખોળ કરો

નથી મળી રહ્યું Form-16 તો કેવી રીતે ભરશો ઇન્કમ ટેક્સ રિટર્ન? તમારી પાસે છે આ ઓપ્શન

ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 છે. નોકરી કરતા લોકો તેમના એમ્પ્લોયર પાસેથી ફોર્મ-16 મેળવે છે, જેના કારણે તેમને ITR ફાઈલ કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી.

ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 છે. નોકરી કરતા લોકો તેમના એમ્પ્લોયર પાસેથી ફોર્મ-16 મેળવે છે, જેના કારણે તેમને ITR ફાઈલ કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. પરંતુ જે લોકોને ફોર્મ-16 નથી મળતું તે લોકોએ શું કરવું? એવા ઘણા નોકરીયાત લોકો છે જેમના ફોર્મ-16ને તેમની ઓફિસમાંથી આવવામાં ઘણો સમય લાગે છે, તો પછી તેઓ તેમની ITR કેવી રીતે ફાઇલ કરી શકે?

સૌ પ્રથમ જાણી લો કે ફોર્મ-16 એવો દસ્તાવેજ નથી કે જેના વિના તમે ITR ફાઇલ કરી શકતા નથી. તે એક સહાયક કાગળ જેવું છે, જે તમારી ટેક્સ ગણતરીઓને સરળ બનાવે છે. ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે.

Form 26ASથી થઇ જશે આ કામ

ફોર્મ-16 નો શ્રેષ્ઠ વિકલ્પ ફોર્મ-26AS છે. આ એક કોમ્પ્રિહેન્સિવ ટેક્સ ઓવરવ્યૂ ડોક્યુમેન્ટ હોય છે. તેમાં તમારા સંબંધિત નાણાકીય વર્ષની તમામ ટેક્સ વિગતો સામેલ છે. આઇટીઆર ફાઇલ કરવા માટે ફરજિયાત આ દસ્તાવેજમાં ટેક્સ સંબંધિત ઘણી મહત્વપૂર્ણ માહિતી છે.

તમને ફોર્મ-26AS માં આ પ્રકારની માહિતી મળે છે.

તેમાં ટેક્સની વિગતો છે એટલે કે તમારા પગારમાંથી કાપવામાં આવેલ TDS. આ ઉપરાંત, તમારા વ્યાજ અથવા નફાની કમાણી પર જમા કરાયેલા ટેક્સ વિશે પણ માહિતી છે.

જો તમે આખા વર્ષ દરમિયાન કોઈ એડવાન્સ ટેક્સ જમા કરાવ્યો હોય અથવા ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને તમારી વતી સીધી ચુકવણી કરી હોય તો આ માહિતી ફોર્મ-26ASમાં પણ હશે.

જો તમે તમારા કોઈપણ ખાતામાંથી કોઈપણ હાઇ વેલ્યૂ ટ્રાન્જેક્શન થયું છે તો ફોર્મ-26ASમાં તે હાઇ વેલ્યૂ ટ્રાન્જેક્શનની વિગતો પણ સામેલ છે.

આ સિવાય જો તમને કોઈ ટેક્સ રિફંડ મળ્યું હોય તો તેની માહિતી ફોર્મ-26ASમાં હશે. મ્યુચ્યુઅલ ફંડ પરનો ટેક્સ, વિદેશમાંથી પૈસા ઉધાર લેવા પરનો ટેક્સ અથવા ચૂકવવામાં આવેલા ટેક્સનો પણ આ ફોર્મમાં ઉલ્લેખ છે.

એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ

આ સુવિધા તાજેતરમાં લોકપ્રિય બની છે. આ તમને આવકવેરો ભરવામાં ઘણી મદદ કરી શકે છે. તેમાં તમારા PAN કાર્ડ સાથે જોડાયેલા લગભગ દરેક ટ્રાન્ઝેક્શનની વિગતો હોય છે. આમાં તમારી બચત, શેરની ખરીદી અને વેચાણ, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, બેંક ડિપોઝિટ પર વ્યાજ વગેરેની માહિતી સામેલ છે.

ટેક્સ ભરવામાં ઉપયોગમાં લેવાતા અન્ય દસ્તાવેજો

તમારા AISનો જ એક ભાગ છે ટેક્સ ઇન્ફોર્મેશન સમરી (TIS). તેની મદદથી ITR પણ ભરી શકાય છે. તમારી સેલેરી સ્લિપ પર પણ ટેક્સ ડિડક્શન લખેલું હોય છે. જેની ગણતરી કરીને તમે તમારું રિટર્ન ફાઇલ કરી શકો છો.

આ ઉપરાંત, તમે તમારી બચત સાથે જોડાયેલ રસીદ, બેંક સ્ટેટમેન્ટ અને હોમ લોન દસ્તાવેજોથી સંબંધિત રસીદોની મદદથી તમારા ટેક્સની ગણતરી કરી શકો છો અને આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકો છો. જો કે, તે તમારો વધુ સમય બગાડે છે અને અહીં ફોર્મ-16 તમારા કામને સરળ બનાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget