શોધખોળ કરો
Advertisement
અમદાવાદના નિકોલમાં HPCL એ સૌપ્રથમ મોડેલ રિટેલ આઉટલેટ શરૂ કર્યુ, જાણો શું છે વિશેષતા
આ રિટેલ આઉટલેટ HP Pay માટેનું સમર્પિત રજિસ્ટ્રેશન અને પેમેન્ટ કાઉન્ટર, ફ્યુઅલ માટે HPCLનું પોતાનું પેમેન્ટ વોલેટ, એચપી ગેસ અને લ્યુબ તેમજ HPCL લોયલ્ટી પ્રોગ્રામ ડ્રાઈવ ટ્રેક પેમેન્ટ સોલ્યુશન ઉપલબ્ધ છે.
અમદાવાદ: અમૃત મહોત્સવ ઉજવણીનાં ભાગરૂપે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનનાં ચીફ જનરલ મેનેજર રિટેલ, નોર્થ વેસ્ટ ઝોન શ્રી પવનકુમાર સેહગલ દ્વારા શહેરમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનનાં પ્રથમ મોડેલ રિટેલ આઉટલેટ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન મિલેનિયમ અમદાવાદ નિકોલમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પવન સેહગલે જણાવ્યું કે, ગુજરાત ગાંધી અને સરદાર પટેલની જન્મભૂમિ છે, ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે અમારા પ્રથમ મોડેલ રિટેલ આઉટલેટનો શુભારંભ કરવા આનાથી વધારે સારું સ્થાન હોઈ શકે નહી. અમે એચપીસીએલમાં અમારા રિટેલ આઉટલેટ નેટવર્ક દ્વારા લાખો ગ્રાહકોના જીવનને દૈનિક ધોરણે સ્પર્શીએ છીએ. અમે આ આઉટલેટ દ્વારા અમારો ગ્રાહક સેવાઓમાં સીમાચિન્હ સ્થાપિત કરીને અન્ય માટે પણ ઉદાહરણરૂપ બનવા પ્રતિબધ્ધ છીએ.
શું છે વિશેષતા
- HPCL મિલેનિયમ અમદાવાદ, નિકોલને મોડેલ રિટેલ આઉટલેટ તરીકે વિકસાવવામાં આવ્યું છે.
- આ રિટેલ આઉટલેટમાં ગ્રાહક માટે તમામ સેવાઓ તેમજ HPCL શ્રેણીનાં બ્રાન્ડેડ ફ્યુઅલ, ઈલેકટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન, તમામ પ્રકારનાં ઓટોમોટિવ લ્યુબ ઓઈલ, ફ્યુઅલ એડિટિવ્સ, ડિઝલ એકઝોસ્ટ ફલુઈડ જેવા સંપૂર્ણ ફ્યુઅલ સોલ્યુશન તેમજ ઈન્ટીગ્રેટેડ પેમેન્ટ સોલ્યુશન (IPS) મારફત પેમેન્ટ અને તમામ મોબાઈલ વોલેટસ ઉપલબ્ધ છે.
- આ રિટેલ આઉટલેટ NANO (No Automation No Operation) ધરાવતું ઈ-ફયુઅલ સ્ટેશન છે, જે રિટેલ આઉટલેટ કામગીરીનાં તમામ પાસાઓનું નિયંત્રણ અને પારદર્શિતા પૂરા પડે છે.
- આ આઉટલેટમાં હરિત પગલાંનાં ભાગરૂપે રેઈન વોટર હાર્વેસ્ટીંગની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે, જેથી જમીનમાં પાણીનાં સ્તરો ઊંચે આવી શકે.
- અન્ય ગ્રાહક કેન્દ્રિત સુવિધામાં નાઈટ્રોજન ફીલીંગ અને ફ્રી પ્યોરીફાઈડ ડ્રિન્કીંગ વોટર ફેસિબીલીટી ચોવીસે કલાક ઉપલબ્ધ છે.
- ચોવીસ કલાકની ગ્રાહક, સુરક્ષા અને સલામતી માટે પ્રીમાઈસીસમાં સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવ્યા છે.
- ગ્રાહકો માટે મશીન દ્વારા ફ્રી અને ઝડપી ઓઈલ ચેન્જ, તમામ વાહનો માટે પીયુસી વગેરે સુવિધાઓઆ આઉટલેટમાં ઉપલબ્ધ છે.
- આ રિટેલ આઉટલેટ HP Pay માટેનું સમર્પિત રજિસ્ટ્રેશન અને પેમેન્ટ કાઉન્ટર, ફ્યુઅલ માટે HPCLનું પોતાનું પેમેન્ટ વોલેટ, એચપી ગેસ અને લ્યુબ તેમજ HPCL લોયલ્ટી પ્રોગ્રામ ડ્રાઈવ ટ્રેક પેમેન્ટ સોલ્યુશન ઉપલબ્ધ છે.
- આ રિટેલ આઉટલેટનું COMCO મોડલ (Company owned and managed by company officer) ધોરણે સંચાલન થાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દેશ
બિઝનેસ
Advertisement