શોધખોળ કરો
Advertisement
ICICI બેન્કે પણ ગ્રાહકોને આપી રાહત, લોનની EMI ત્રણ મહિના સુધી ટાળવાની આપી સુવિધા
ICICI બેન્કે પોતાના ગ્રાહકો માટે આ અંગેની જાણકારી પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, પોતાના ગ્રાહકોને બે વિકલ્પની સુવિધા આપી રહ્યા છે,
નવી દિલ્હી: ભારતમાં કોરોનાનો ખતરો દિવસે દિવસે વધી રહ્યો છે. જેને લઈને સરકારે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. તેની વચ્ચે દેશની અગ્રણી ખાનગી બેન્કોમાંની એક ICICI બેન્કે પણ પોતાના ગ્રાહકોને લોનની EMI ભરવા માટે મોટી રાહત આપી છે અને EMI પેમેન્ટ ત્રણ મહિના સુધી ટાળવાની સુવિધા આપી છે.
ICICI બેન્ક જે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે, તેના પ્રમાણે કહેવામાં આવ્યું છે કે, ICICI બેન્ક આપની લોન કે ક્રેડિટ માટે અગાઉની જેમ ભરવાની સુવિધા આપે છે અથવા તેના માટે 31 મે 2020 સુધી મોરાટોરિયમની સુવિધા આપે છે. ગ્રાહકો બેન્કની ઓફિશિયિલ વેબસાઈટ પર જઈને પોતાનો વિકલ્પ પસંદગી પોતાના પ્રોડક્ટ પર કરી શકે છે. જો આપ તે વિકલ્પની પસંદગી નથી કરતા તો બેન્કનું ડિફોલ્ટ ઓપ્શન આપના લોન કે ક્રેડિટ જેવા પ્રોડક્ટ પર લાગુ રહેશે.
ICICI બેન્કે પોતાના ગ્રાહકો માટે આ અંગેની જાણકારી પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, પોતાના ગ્રાહકોને બે વિકલ્પની સુવિધા આપી રહ્યા છે, જેમાં ગ્રાહક અગાઉની જેમ લોન ક્રેડિટનું પેમેન્ટ કરી શકે છે અથવા તો 31 મે 2020 માટે મોરાટોરિયમની પસંદી કરી શકે છે.
જો કે, બેન્કે તેની સાથે સ્પષ્ટા કરી દીધી છે કે, જે લોકો ત્રણ મહિનાનો વિકલ્પ પંસદ કરશે તેઓએ 1 માર્ચ થી 31 મે સુધીના પીરિયડના આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટનું વ્યાજ આપવું પડશે.
આ પહેલા પણ અનેક બેન્કો આ છૂટ આપી ચૂકી છે. એસબીઆઈ, પંજાબ નેશનલ બેન્ક, બેન્ક ઓફ બરોડા, કેનરા બેન્ક, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને ઈન્ડિયન બેન્ક પણ જાહેરાત કરી ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion