EPFO ખાતાધારક ભૂલી ગયા છે UAN નંબર ? આ સરળ રીતે ઓનલાઈન પોર્ટલ પર કરો જનરેટ
UAN Number Recovery: દરેક પીએફ ખાતાધારક પાસે આધાર નંબરની જેમ 12 આંકડાનો યુએએન નંબર હોય છે. આ નંબર એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા જારી કરવામાં આવે છે.
EPFO UAN Number Recovery: દરેક પગારદાર વ્યક્તિના પગારનો એક ભાગ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનના ખાતામાં જમા થાય છે. પીએફ ખાતાધારકના રિટાયરમેન્ટ બાદ આ પૈસા ખાતાધારકોને પરત કરવામાં આવે છે. આવી સ્થિતિમાં કર્મચારીના ભવિષ્ય માટે પીએફ સૌથી મોટી બચત છે. દરેક પીએફ ખાતાધારક પાસે આધાર નંબરની જેમ 12 આંકડાનો યુએએન નંબર હોય છે. આ નંબર એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા જારી કરવામાં આવે છે. આ નંબર દ્વારા ખાતાધારકો સરળતાથી પોતાના એકાઉન્ટમાં લોગઇન કરી શકે છે.
ઘણી વખત એવું બને છે કે આપણે આપણા 12 નંબરના આ યુએએન નંબરને ભૂલી જઈએ છીએ. આવી સ્થિતિમાં કર્મચારીને તેના પીએફ ખાતામાં લોગ ઇન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો તમે પણ તમારો UAN નંબર ભૂલી ગયા છો, તો આ સમસ્યાને દૂર કરવા માટે EPFOએ કેટલાક સરળ સ્ટેપ્સ આપ્યા છે જેને ફોલો કરીને તમે સરળતાથી તમારો UAN નંબર જનરેટ કરી શકો છો. આ કામ માટે તમારે ઇએફપીઓની ઓફિસમાં વારંવાર ફરવાની જરૂર નહીં પડે. તો ચાલો જાણીએ આ વિશે –
આ રીતે ઓનલાઇન રીતે પીએફ નંબર જનરેટ કરો-
- UAN નંબર જનરેટ કરવા માટે, પહેલા https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર ક્લિક કરો.
- ત્યારબાદ જમણી બાજુ 'એમ્પ્લોયી લિંક્ડ સેક્શન' પર ક્લિક કરો અને 'નો યોર યુએએન' નંબર પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો.
- રિક્વેસ્ટ ઓટીપી ઓપ્શન પર ક્લિક કરો.
- તમારી સામે એક પેજ ખુલશે જેના પર તમારે તમારો પીએફ એકાઉન્ટ નંબર અને કેપ્ચા નાખવાનું રહેશે.
- તેમજ જન્મ તારીખ, આધાર/પાનની સંખ્યા દાખલ કરવી જરૂરી છે.
- પછી શો માય યુએએન નંબર દાખલ કરો.
- તમારો યુએએન નંબર જોવા મળશે.
મિસ્ડ કોલથી શોધો યુએએન નંબર
આ માટે સૌથી પહેલા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 01122901406 મિસ્ડ કોલ કરો. આ પછી, તમારા નંબર પર એક સંદેશ આવશે જેમાં તમારા યુએએન, ઇપીએફ ખાતાધારકનું નામ, ડીઓબી, આધાર નંબર, ખાતાનું છેલ્લું યોગદાન અને પીએફ બેલેન્સની જાણ થશે.