શોધખોળ કરો

ભારતમાં આવતું 40% સોનું માત્ર આ એક જ દેશમાંથી આવે છે, જાણો ભારતની સોનાની આયાતનું ગણિત

India gold import stats 2026: વર્ષે 700-800 ટન સોનાની આયાત; સ્વિટ્ઝર્લૅન્ડ સૌથી મોટો સપ્લાયર, જ્યારે વપરાશમાં કેરળ રાજ્ય છે નંબર-1.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારત વાર્ષિક ૭૦૦-૮૦૦ ટન સોનાની આયાત કરે છે.
  • ૨૦૨૫-૨૬માં સોનાની આયાત $૭૧.૯૮ બિલિયન પહોંચી.
  • સ્વિટ્ઝર્લેન્ડ, યુએઈ, દક્ષિણ આફ્રિકા મુખ્ય સપ્લાયર દેશો.
  • દક્ષિણ ભારતમાં સોનાનો વપરાશ સૌથી વધુ, રોકાણ પણ.

India gold import stats 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને અપીલ કરી હતી કે એક વર્ષ સુધી સોનું ન ખરીદવું જોઈએ. આ અપીલ બાદ હવે લોકોમાં એ વાતની ભારે ચર્ચા જાગી છે કે આખરે ભારત દર વર્ષે વિદેશમાંથી કેટલું સોનું મંગાવે છે અને તેનો આટલો બધો વપરાશ ક્યાં થાય છે? ભારત દુનિયામાં સોનાના સૌથી મોટા ગ્રાહકોમાંનું એક છે. સોનાના સતત વધતા ભાવ અને વિદેશી હૂંડિયામણ (Foreign Exchange) પર પડતા દબાણને કારણે સરકાર ચિંતિત છે, તેમ છતાં ભારતીય પરિવારોમાં સોનાનો ક્રેઝ ઘટવાનું નામ નથી લેતો.

તમને જાણીને નવાઈ લાગશે કે ભારત દર વર્ષે અંદાજે 700 થી 800 ટન સોનાની આયાત કરે છે. આપણે ત્યાં સોનાનું ઉત્પાદન ઘણું ઓછું થાય છે, જેના કારણે દેશની કુલ જરૂરિયાતના 90% થી 95% જેટલું સોનું બહારના દેશોમાંથી જ મંગાવવું પડે છે. વર્ષ 2025-26 દરમિયાન સોનાની આયાતનું બિલ રેકોર્ડ બ્રેક $71.98 બિલિયન પર પહોંચી ગયું છે, જે ભારતીય રૂપિયામાં ₹6 લાખ કરોડથી પણ વધુ થાય છે. આ આયાત દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર પર મોટું દબાણ લાવી રહી છે.

ભારતમાં સોનું સપ્લાય કરવામાં સ્વિટ્ઝર્લૅન્ડ સૌથી આગળ છે. કુલ આયાતમાં અંદાજે 40% જેટલો હિસ્સો એકલું સ્વિટ્ઝર્લૅન્ડ પૂરું પાડે છે. આ સિવાય સંયુક્ત આરબ અમીરાત (UAE), દક્ષિણ આફ્રિકા અને પેરુ જેવા દેશોમાંથી પણ મોટા પાયે સોનું ભારત આવે છે.

બુલિયન માર્કેટમાં ભડકો: ચાંદીમાં એક જ દિવસમાં ₹12,000નો ઉછાળો, સોનામાં પણ જોરદાર તેજી, જાણો આજના લેટેસ્ટ ભાવ

જ્યારે વપરાશની વાત આવે, ત્યારે દક્ષિણ ભારતનાં રાજ્યો બાજી મારી જાય છે. કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં સોનાની ભારે માંગ રહે છે. આખા ભારતના કુલ વપરાશમાં એકલું કેરળ જ 20% જેટલો હિસ્સો ધરાવે છે. ભારતીય પરિવારોમાં લગ્નપ્રસંગો અને તહેવારો, જેમ કે ધનતેરસ અને અક્ષય તૃતીયા, સોનાની ખરીદી માટેના સૌથી મોટા કારણો બને છે.

દાગીના પહેરવા સિવાય, ભારતીય લોકો સોનાને રોકાણ માટેનો સૌથી સુરક્ષિત અને ભરોસાપાત્ર વિકલ્પ માને છે. જ્યારે મોંઘવારી વધે અથવા આર્થિક અનિશ્ચિતતા જેવો માહોલ હોય, ત્યારે લોકો અન્ય જગ્યાએ પૈસા રોકવાને બદલે સોનામાં રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે, કારણ કે મુશ્કેલીના સમયમાં તે તરત જ કામ આવે છે.

એક વર્ષ સુધી સોનું ન ખરીદવાથી દેશમાં શું થશે? પીએમ મોદીની અપીલ પાછળ છે $72 બિલિયનનો ખેલ

Frequently Asked Questions

ભારત દર વર્ષે કેટલું સોનું આયાત કરે છે?

ભારત દર વર્ષે અંદાજે 700 થી 800 ટન સોનાની આયાત કરે છે. દેશની કુલ જરૂરિયાતના 90% થી 95% સોનું બહારથી મંગાવવામાં આવે છે.

કયો દેશ ભારતને સૌથી વધુ સોનું સપ્લાય કરે છે?

સ્વિટ્ઝર્લૅન્ડ ભારતને સૌથી વધુ સોનું સપ્લાય કરનાર દેશ છે. કુલ આયાતમાં તેનો હિસ્સો આશરે 40% જેટલો છે.

ભારતમાં સોનાનો સૌથી વધુ વપરાશ ક્યાં થાય છે?

દક્ષિણ ભારતના રાજ્યો જેવા કે કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં સોનાની માંગ સૌથી વધુ રહે છે. એકલા કેરળનો વપરાશ 20% જેટલો છે.

ભારતીયો સોનાને શા માટે મહત્વ આપે છે?

ભારતીયો સોનાને દાગીના ઉપરાંત રોકાણ માટે સુરક્ષિત વિકલ્પ માને છે. આર્થિક અનિશ્ચિતતાના સમયમાં તે તરત જ કામ આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો
બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget