Indian Railway: હવે પોસ્ટ ઓફિસ દ્વારા પણ રેલવે ટિકિટ બુકિંગ કરાવી શકાશે, જાણો કોને મળશે આ સુવિધાનો લાભ
ભારતીય રેલવેની ટિકિટ બુકિંગ સાથે કામ કરતી કંપની IRCTCએ એક નવી સ્કીમ શરૂ કરી છે.
Railway Ticket At Post Offices: ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે રાજ્યને એક પછી એક નવી ભેટ મળી રહી છે. કેન્દ્ર અને રાજ્યમાં એક જ પક્ષની ડબલ એન્જિન સરકાર હોય તો આદર્શ આચારસંહિતા લાગુ થાય તે પહેલા કેન્દ્ર સરકાર રાજ્યને અનેક ભેટો આપી રહી છે. હવે ઉત્તર પ્રદેશના લોકોને રેલ યાત્રા માટે ટિકિટ બુક કરાવવાનો નવો વિકલ્પ મળ્યો છે. ઉત્તર પ્રદેશના લોકો હવે પોસ્ટ ઓફિસમાં જઈને રેલ યાત્રા માટે ટિકિટ બુક કરાવી શકશે.
રેલ ટિકિટ પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ થશે
ભારતીય રેલવેની ટિકિટ બુકિંગ સાથે કામ કરતી કંપની IRCTCએ એક નવી સ્કીમ શરૂ કરી છે જેમાં રેલવેની રિઝર્વ ટિકિટ ઉત્તર પ્રદેશની 9147 પોસ્ટ ઑફિસમાં ઉપલબ્ધ થશે. આ યોજના હેઠળ, રેલ મુસાફરોની નજીકની પોસ્ટ ઓફિસમાંથી ઈ-ટિકિટ ઉપલબ્ધ થશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે IRCTCની આ નવી પહેલને ઉત્તર પ્રદેશ ( Uttar Pradesh) ની રાજધાની લખનૌ ( Lucknow) માં લોન્ચ કરી.
Hon’ble Union Minister for Railways @AshwiniVaishnaw dedicated IRCTC e ticketing services through CSC in 9147 post offices in UP at a function held at GPO Lucknow today. This will facilitate remote and rural area passengers the reserved ticket facility from nearby post offices. pic.twitter.com/wkvbUCLXYF
— IRCTC (@IRCTCofficial) January 6, 2022
IRCTCની નવી પહેલ
ભારતીય રેલ્વે અને IRCTCએ રેલ મુસાફરોની સુવિધા માટે આ પહેલ શરૂ કરી છે. આ યોજનાને કારણે રેલવે સ્ટેશનો પર ટિકિટ બુકિંગની લાઇન ઘટાડવામાં મદદ મળશે. ખાસ કરીને ગામડાઓમાં રહેતા લોકોને લાભ મળશે જ્યાં રિઝર્વેશન કાઉન્ટર નથી. ગામડાઓ અને દૂરના લોકો રેલ મુસાફરી માટે આ પોસ્ટ ઓફિસની મુલાકાત લઈને રેલ મુસાફરી માટે રેલવે ટિકિટ બુક કરાવી શકશે. જેના કારણે ગામડાઓમાં રહેતા લોકોને ટ્રેનની આરક્ષિત ટિકિટ લેવા માટે શહેરોમાં આવવું નહીં પડે.