શોધખોળ કરો

IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો

રેલવેએ 24 વર્ષ બાદ IRCTC વેબસાઇટનું નવું બીટા વર્ઝન લોન્ચ કર્યું છે, જેમાં કેપ્ચા અને પોપ-અપ્સની ઝંઝટ ઘટાડી દેવાઈ છે. જાણો તેની તમામ નવી સુવિધાઓ વિશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • IRCTCએ ટ્રેન ટિકિટ બુકિંગ ઝડપી બનાવવા નવી વેબસાઇટ લોન્ચ કરી.
  • નવા બીટા વર્ઝનમાં સ્વચ્છ ઇન્ટરફેસ, કેપ્ચા ઘટાડાયા છે.
  • એક સ્ક્રીન પર તમામ ક્લાસની સીટ ઉપલબ્ધતા સરળતાથી મળશે.
  • ઝડપી બુકિંગ, સરળ રીબુકિંગથી મુસાફરોનો કિંમતી સમય બચશે.

irctc new website: લાંબા સમયની રાહ જોયા પછી આખરે ભારતીય રેલવેએ મુસાફરોને એક મોટી ભેટ આપી છે. ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગને વધુ ઝડપી અને સરળ બનાવવા માટે IRCTC ની નવી વેબસાઇટનું 'બીટા વર્ઝન' લોન્ચ કરી દેવામાં આવ્યું છે. આ નવી વેબસાઇટ પર ટિકિટ બુકિંગની પ્રક્રિયાને એટલી આધુનિક અને સરળ બનાવી દેવાઈ છે કે હવે મુસાફરોનો ઘણો સમય બચશે. હાલમાં આ બીટા વર્ઝન જાહેર જનતા માટે ટેસ્ટિંગ અને તેમના ફીડબેક લેવા પૂરતું ખુલ્લું મુકવામાં આવ્યું છે, જેથી લોકોના અનુભવ પરથી તેમાં ફાઈનલ સુધારા કરી શકાય.

તમને જણાવી દઈએ કે હાલની IRCTC વેબસાઇટ વર્ષ 2002 માં શરૂ કરવામાં આવી હતી, જે આજે રોજની સરેરાશ 1.45 મિલિયન (લગભગ 14.5 લાખ) ટિકિટ બુકિંગનું સફળતાપૂર્વક સંચાલન કરે છે. હવે લગભગ 24 વર્ષ બાદ તેમાં સૌથી મોટો અને મહત્વનો ફેરફાર થવા જઈ રહ્યો છે. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ નવી વેબસાઇટની ડિઝાઇનમાં જયપુરની MNIT ના વિદ્યાર્થીઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથેની એક ખાસ ચર્ચા દરમિયાન આ વિદ્યાર્થીઓએ કેટલાક શાનદાર સૂચનો આપ્યા હતા, જેના આધારે આ નવું યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ તૈયાર કરાયું છે. હાલમાં યુઝર્સ https://www.irctc.co.in/eticket/ અથવા વર્તમાન વેબસાઇટના હોમપેજ પર આપેલી લિંક પર ક્લિક કરીને આ બીટા વર્ઝનનો ઉપયોગ કરી શકે છે.

નવી વેબસાઇટમાં કયા 4 મોટા ફેરફારો જોવા મળશે?

ક્લીન ઇન્ટરફેસ અને કેપ્ચામાંથી મોટી રાહત: નવી વેબસાઇટ પહેલા કરતા ઘણી સ્વચ્છ અને આકર્ષક દેખાશે. તેમાંથી બિનજરૂરી પોપ-અપ્સ, ફ્લેશિંગ ગ્રાફિક્સ અને ધ્યાન ભટકાવતી વસ્તુઓ હટાવી દેવામાં આવી છે. સૌથી મોટી રાહત એ છે કે વારંવાર કેપ્ચા (Captcha) નાખવાની ઝંઝટ ઓછી કરવામાં આવી છે, જેનાથી ખાસ કરીને તત્કાલ ટિકિટ બુક કરાવનારા મુસાફરોને બુકિંગમાં થતો વિલંબ ટાળી શકાશે.

એક જ સ્ક્રીન પર તમામ ક્લાસની જાણકારી: અગાઉ અલગ-અલગ ક્લાસ (જેમ કે સ્લીપર, AC) ની સીટ ચેક કરવા માટે વારંવાર સર્ચ કરવું પડતું હતું. હવે નવી વેબસાઇટમાં મુસાફરોને એક જ સ્ક્રીન પર તમામ વર્ગોની સીટની ઉપલબ્ધતા એકસાથે જોવા મળી જશે.

આ પણ વાંચોઃ ટ્રેનમાં લોઅર બર્થ જોઈએ છે? IRCTCની આ જબરદસ્ત ટ્રીકથી ટિકિટ બુક કરાવો, કામ લાગશે

ફાસ્ટ ટિકિટ બુકિંગ: ટિકિટ બુકિંગની ચેકઆઉટ પ્રક્રિયામાં આવતા સ્ટેપ્સ અને બહુવિધ સ્ક્રીન્સ હવે ઘટાડી દેવામાં આવી છે. આનો સીધો અર્થ એ છે કે ટિકિટ બુક કરવામાં હવે ઘણો ઓછો સમય લાગશે.

સરળ રીબુકિંગ સિસ્ટમ: જો તમે વારંવાર પોતાના પરિવાર કે એક જ મુસાફરો માટે ટિકિટ બુક કરતા હોવ, તો નવી વેબસાઇટ આ કામને સાવ સરળ બનાવી દેશે. આમાં મુસાફરોની વિગતો સેવ રહેશે, એટલે તમારે વારંવાર માહિતી દાખલ કરવાની મહેનત નહીં કરવી પડે.

નવી વેબસાઇટના બીટા વર્ઝનની સાથે સાથે, રેલવે તેનું નવું પેસેન્જર રિઝર્વેશન એન્જિન (PRE) પણ આધુનિક બનાવી રહ્યું છે, જે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. રેલવે મંત્રાલયની યોજના મુજબ, બીટા વર્ઝનમાંથી મળેલા લોકોના ફીડબેક અને સૂચનોને ધ્યાનમાં રાખીને વેબસાઇટમાં જરૂરી સુધારા કરાશે. આગામી થોડા જ અઠવાડિયામાં આ નવું અને સંપૂર્ણપણે સંકલિત IRCTC પોર્ટલ તમામ યુઝર્સ માટે ફાઇનલ લાઈવ કરી દેવામાં આવશે. રેલવેએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ આ નવી વેબસાઇટનો ઉપયોગ કરે અને પોતાના કિંમતી સૂચનો ચોક્કસથી શેર કરે.

આ પણ વાંચોઃ IRCTC ટિકિટ બુકિંગના નિયમો બદલાયા: હવે આ કામ વગર ટિકિટ બુક નહીં થાય, જાણો નવી ગાઈડલાઈન

Frequently Asked Questions

IRCTC ની નવી વેબસાઇટ કયા સ્વરૂપમાં લોન્ચ કરવામાં આવી છે?

ભારતીય રેલવેએ ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગને ઝડપી અને સરળ બનાવવા માટે IRCTC ની નવી વેબસાઇટનું 'બીટા વર્ઝન' લોન્ચ કર્યું છે. તે ટેસ્ટિંગ અને ફીડબેક માટે ઉપલબ્ધ છે.

નવી IRCTC વેબસાઇટમાં કયા મુખ્ય સુધારા જોવા મળશે?

તેમાં ક્લીન ઇન્ટરફેસ, કેપ્ચામાંથી રાહત, એક જ સ્ક્રીન પર તમામ ક્લાસની ઉપલબ્ધતા અને ઝડપી ટિકિટ બુકિંગની સુવિધા છે. રીબુકિંગ પણ સરળ બનશે.

નવી વેબસાઇટની ડિઝાઇનમાં કોણે ભાગ ભજવ્યો છે?

જયપુરની MNIT ના વિદ્યાર્થીઓએ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથેની ચર્ચા દરમિયાન કેટલાક સૂચનો આપ્યા હતા, જેના આધારે આ નવું યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ તૈયાર કરાયું છે.

યુઝર્સ નવી વેબસાઇટના બીટા વર્ઝનનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે?

યુઝર્સ https://www.irctc.co.in/eticket/ પર અથવા વર્તમાન વેબસાઇટના હોમપેજ પર આપેલી લિંક પર ક્લિક કરીને આ બીટા વર્ઝનનો ઉપયોગ કરી શકે છે.

Advertisement

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
આગામી 3 મહિના સુધી નહીં વધે FD વ્યાજ દર, SBI ચેરમેન CS શેટ્ટીનું મોટું નિવેદન
આગામી 3 મહિના સુધી નહીં વધે FD વ્યાજ દર, SBI ચેરમેન CS શેટ્ટીનું મોટું નિવેદન
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
8માં પગાર પંચમાં 40 વર્ષ જૂના આ નિયમ થશે બદલાવ, જાણો શું થશે ફાયદો?
8માં પગાર પંચમાં 40 વર્ષ જૂના આ નિયમ થશે બદલાવ, જાણો શું થશે ફાયદો?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget