ITR Filing 2024: ITR ભરતી વખતે ક્યારેય ના કરો આ ભૂલો, નહી તો થઇ જાય છે રિજેક્ટ
ITR Filing 2024:આવકવેરા રિટર્ન (ITR Filing) ફાઇલ કરતી વખતે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.
ITR Filing 2024: આવકવેરા રિટર્ન (ITR Filing) ફાઇલ કરતી વખતે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ટેક્સ નિષ્ણાતો પણ સલાહ આપે છે કે કરદાતાએ સાચા ITR ફોર્મની સાથે અન્ય બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. વાસ્તવમાં ઘણી વખત કરદાતાઓ રિટર્ન ફાઇલ કરતી વખતે કેટલીક ભૂલો કરે છે જેના કારણે તેમનો ITR રિજેક્ટ થઈ જાય છે.
ITR રિજેક્ટ થયા બાદ કરદાતાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં કરદાતાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ રિટર્ન ફાઇલ કરવા માટે CA અથવા ટેક્સ નિષ્ણાતની કન્સલ્ટન્સી સેવાઓની મદદ લે. જો તમે જાતે રિટર્ન ફાઈલ કરો છો તો તમારે જાણવું જોઈએ કે તમારે કઈ ભૂલો ટાળવાની છે.
યોગ્ય ફોર્મ પસંદ કરો
ITR ફાઇલ કરવા માટે કરદાતાઓએ યોગ્ય ITR ફોર્મ પસંદ કરવું જોઈએ. આ ઉપરાંત તેઓએ ફોર્મમાં કોઈ ખોટી માહિતી આપવી જોઈએ નહીં. જ્યારે પણ તમે ફોર્મ સબમિટ કરો ત્યારે તેને એક કે બે વાર ક્રોસ ચેક કરો.
ફોર્મ 16 અને AIS ડેટાનું ધ્યાન રાખો
રિટર્ન ફાઇલ કરતી વખતે તમારે એન્યુઅલ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ (AIS) અને ફોર્મ-16માં દર્શાવેલ ડેટાનું ધ્યાન રાખવું જોઈએ. જો આ બંને ફોર્મમાં ડેટા અલગ છે તો તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જો ડેટામાં કોઈ વિસંગતતા હોય તો તમારે તેને બિલકુલ અવગણવી જોઈએ નહીં.
સમયસર ફોર્મ સબમિટ કરો
ઘણી વખત કરદાતાઓ છેલ્લી તારીખે ITR ફોર્મ સબમિટ કરે છે. જ્યારે આવું ન કરવું જોઈએ. ઘણી વખત કરદાતાઓ ITR ફોર્મ ભરે છે પણ સબમિટ કરતા નથી. આ કારણે પણ ITR રિજેક્ટ થઈ જાય છે.
કરની ખોટી ગણતરી
જો ITRમાં ટેક્સની ગણતરી ખોટી પડે તો પણ ITR રિજેક્ટ થઈ શકે છે. આ કારણોસર કરદાતાઓએ કરવેરાની સાચી ગણતરી કરવી જોઈએ. કરની ગણતરી કરતી વખતે કરદાતાએ ડિડક્શન, ટેક્સ છૂટ, અને ટેક્સ રેટનું ધ્યાન રાખવું જોઈએ. જો આમાં કોઈ ભૂલ હોય તો ટેક્સ રિજેક્ટ થઈ શકે છે.
ITR ને વેરિફાઇન ન કરવું
આવકવેરા રિટર્ન ફાઇલ કર્યા પછી તેને વેરિફાઇન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ITR ઈ-વેરિફાઈડ ન હોય તો તેને અમાન્ય ગણવામાં આવશે. આ OTP, NetBanking, ITR-V ફોર્મ પર સહી કરીને આધાર દ્વારા વેરિફાઇ કરી શકાય છે.