(Source: ECI/ABP News/ABP Majha)
જગુઆરની પહેલી ઈલેક્ટ્રિક કાર ભારતમાં થઈ લોંચ, ભાવ જાણીને આવી જશે ચક્કર
જો તમે આ શાનદાર કારનું બુકિંગ કરાવવા માગો છો તો કંપનીની વેબસાઈટ અથવા ખાનગી ડીલરશિપ પાસે બુક કરાવી શકો છો.
નવી દિલ્હીઃ ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં રોકાણની સંભાવનાઓને કારણે અનેક આંતરરાષ્ટ્રીય કંપનીઓ ભારતીય બજાર તરફ નજર કરી રહ્યા છે ને નવી નવી કાર લોન્ચ કરી રહી છે. આ જ ક્રમમાં હવે જાણીતી કંપની જગુઆરનું નામ પણ જોડાઈ ગયું છે. જગુઆરે મંગળવારે ભારતમાં પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર Jaguar I-Pace લોન્ચ કરી છે. જગુઆર કંપનીએ પોતાની લક્ઝરી કાર માટે જાણીતી છે. જગુઆરે ભારતમાં પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર Jaguar I-Pace લોન્ચ કરી છે, જે ખૂબ જ આકર્ષક લુકમાં છે. જગુઆરની આ કારની શરૂઆત કિંમત 1.06 કરોડ (એક્સ-શોરૂમ) રાખામાં આવી છે જેને એસ વેરિએટ માટે નક્કી કરવામાં આવી છે. સાથે જ જગુઆરના એસઈ વેરિએન્ટની કિંમત 1.08 કરોડ રૂપિયા અને HSE અને વેરિએન્ટની કિંમત 1.12 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.
જો તમે આ શાનદાર કારનું બુકિંગ કરાવવા માગો છો તો કંપનીની વેબસાઈટ અથવા ખાનગી ડીલરશિપ પાસે બુક કરાવી શકો છો. મળેલ જાણકારી અનુસાર કારની આ કિંમતમાં ગ્રાહકને 5 વર્ષનું સર્વિસ પેકેજ, 5 વર્ષ માટે રોડ સાઈટ અસિસ્ટન્સ પેકેજ, 7.4 કિલોવોટનું એસી વોલ-માઉનટેડ ચાર્જર અને 8 વર્ષ અથવા 1,60,000 કિમીની બેટરી વોરન્ટી સામેલ છે. ઓટોમોબાઈલ સેક્ટરના જાણકારોનું કહેવું છે કે, આ કાર ભારતમાં મર્સિડીઝ બેન્ડ ઈક્યૂસી 400ની સાથે સાથે આગામી ઓડી ઈ-ટ્રોન એસયૂવીને ટક્કર આપશે. જેના માટે કંપનીએ બુકિંગ વિતેલા વર્ષથી શરૂ કરી દીધુ હતું.
Jaguar I-Pace ના મુખ્ય ફીચર્સ
- આ કારમાં બે મેગનેટ સિન્ક્રોનઅસ ઇલેક્ટ્રિક મોટર્સ અને 90 kWh બેટરી પેક આપવામાં આવી છે.
- આ એસયૂવીનું ઈલેક્ટ્રિક પાવરટ્રેન 394 BHPનો વધુમાં વધુ પાવર આઉટપુટ અને 696 એનએમનો ટોર્ક ઉત્પન્ન કરે છે .
- Jaguar I-Paceની ડ્રાઈવિંગ રેન્જ અંદાજે 470 કિમી છે, આ ઇલેક્ટ્રિક એસયૂવી શૂન્યથી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ માત્ર 4.8 સેકન્ડમાં પકડવામાં સક્ષમ છે.
- Jaguar I-Paceમાં 7 kW AC 3-ફેઝ AC ઓન-બોર્ડ ચાર્જ મળે છે. જે આખી રાતમાં વાહન પૂરી રીતે રિચાર્જ કરી શેક છે.
- Jaguar I-Paceને 100 kW DC ફાસ્ટ ચાર્જરથી 15 મિનિટમાં 127 km સુધી માટે 7 kW AC ચાર્જથી 100% સુધી 12.9 કલાકમાં ચાર્જ કરી શકાય છે .
- Jaguar I-Pace માં ત્રણ ટ્રિમ એસ, એસઈ, અને એચએસઈમાં રજૂ કરવામાં આવી છે. કારની ડિઝાઈનમાં નવી આઈ-પેસ સ્પષ્ટ રીતે સુવિધાઓથી સજ્જ છે.
આ કારમાં ટ્રિમ સ્તરઆધારે તમને એસયૂવી 8વે અડજેસ્ટેબલ સીટ્સ ફ્રન્ટ સીટ, 16-વે હીટેડ અને કૂલ્ડ ઇલેક્ટ્રિક ડ્રાઈવર અને પેસેન્જર મેમરી ફ્રન્ટ સીટ વિથ 2-વે મેન્યુઅલ હેડરેસ્ટ્સ, પાવર જેસ્ચર ટેલગેટની સાથે 2 ઝોન ક્લાઈમેટ કન્ટ્રોલ, મનોરનંજ માટે ટચ પ્રો ડઓ, મેરિડિયન 3 ડી સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ, પીવી પ્રો અને એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે સામેલ છે.