શોધખોળ કરો

JIo TRUE 5G: ગુજરાતમાં આજથી 5G સેવા શરૂ, દરેક જિલ્લામાં અમર્યાદિત 1 Gbps+ ડેટા સ્પીડ આપનાર પ્રથમ રાજ્ય

આ પ્રસંગે આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે અમને જણાવતાં ગર્વ થાય છે કે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે, જેનાં તમામ 33 જિલ્લા મથકો Jioના હાઇ-સ્પીડ ટ્રુ 5G નેટવર્કથી જોડાયેલા છે.

JIo TRUE 5G: જિઓ (JIo) એ આજથી એટલે કે 25 નવેમ્બર 2022 થી ગુજરાતના તમામ 33 જિલ્લાના મુખ્યાલયોમાં 5G ની શરૂઆત કરી છે. Jio ની આ પહેલ સાથે, ગુજરાત TRUE 5G સેવા પ્રદાન કરતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, જે તેના તમામ જિલ્લા મથકોમાં Jioની True 5G સેવા પ્રદાન કરે છે. કંપનીએ આ જાણકારી આપી છે.

ગુજરાતના તમામ 33 જિલ્લા મથકો 5G નેટવર્કથી સજ્જ છે

આ પ્રસંગે રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ એમ અંબાણીએ જણાવ્યું હતું કે અમને જણાવતાં ગર્વ થાય છે કે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે, જેનાં તમામ 33 જિલ્લા મથકો Jioના હાઇ-સ્પીડ ટ્રુ 5G નેટવર્કથી જોડાયેલા છે. તેમણે કહ્યું કે કંપની 5G ટેક્નોલોજીની વાસ્તવિક શક્તિ બતાવવા માંગે છે. આ સાથે, તેણે એમ પણ કહ્યું કે તે દર્શાવવા માંગે છે કે Jio 5G સેવા અબજો લોકોના જીવનને કેવી રીતે અસર કરે છે.

વપરાશકર્તાઓને ગુજરાતના દરેક જિલ્લામાં અમર્યાદિત 1 Gbps+ ડેટા સ્પીડ મળશે

Jio વેલકમ ઑફર હેઠળ, કંપની વધારાનો ચાર્જ લીધા વિના તેના વપરાશકર્તાઓને 1Gbps+ સુધીની અમર્યાદિત 5G ડેટા સ્પીડ પ્રદાન કરે છે. રિલાયન્સ ફાઉન્ડેશન અને જિયો પહેલી પહેલ 'એજ્યુકેશન- ફોર ઓલ' માટે સાથે આવ્યા છે. આ પહેલ હેઠળ શરૂઆતમાં ગુજરાતમાં 100 શાળાઓને કનેક્ટિવિટી અને એજ્યુકેશન પ્લેટફોર્મ સાથે ડિજીટલ કરવામાં આવશે. કંપની ટૂંક સમયમાં શિક્ષણ, આરોગ્યસંભાળ, કૃષિ, ઉદ્યોગ 4.0 અને IOT ક્ષેત્રોમાં પણ સાચી 5G-સેવા પૂરી પાડવા માટે પહેલ કરશે.

અગાઉ, જિયોએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત NCRના આસપાસના ભાગોમાં 5G સેવા શરૂ કરી હતી. આ સિવાય કંપનીએ મુંબઈ, પુણે, કોલકાતા, વારાણસી, ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગલુરુ અને નાથદ્વારામાં Jio 5G સેવા શરૂ કરી છે.

Jio True 5G ના 3 મોટા ફીચર્સ

આ એક સ્ટેન્ડ-અલોન નેટવર્ક છે એટલે કે આ અદ્યતન 5G નેટવર્કને 4G નેટવર્ક સાથે કોઈ લેવાદેવા નથી. જ્યારે અન્ય ઓપરેટરો 4G આધારિત નેટવર્ક શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. Jioના True 5Gને તેનો સીધો ફાયદો મળશે. તેમાં ઓછી લેટન્સી, મોટા પાયે મશીન-ટુ-મશીન કોમ્યુનિકેશન, 5G વૉઇસ, એજ કમ્પ્યુટિંગ અને નેટવર્ક સ્લાઇસિંગ જેવી શ્રેષ્ઠ સુવિધાઓ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ થયા પંચમહાભૂતમાં વિલિનBanaskantha Accident : ધાનેરામાં પરીક્ષા આપીને પરત ફરી રહેલા કોલેજિયન યુવકનું પીકઅપની અડફેટે મોતGujarat Cold Wave : ગુજરાતમાં રવિવારથી કાતિલ ઠંડીની આગાહી, જુઓ અહેવાલManmohan Singh Funeral : મનમોહનસિંહના અંતિમ સંસ્કારમાં વડાપ્રધાન મોદી સહિત કોણ કોણ રહ્યું હાજર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ 

IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો

Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ

Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો

Embed widget