શોધખોળ કરો
Advertisement
Jio-Airtel-Vi ના આ છે 599 રૂપિયાના પ્લાન, જાણો શું છે ઓફર્સ અને કયો પ્લાન છે તમારા માટે બેસ્ટ
આ ત્રણ કંપનીઓમાં બેસ્ટ પ્લાન આપવાની હરિફાઇ રહે છે. આ ત્રણેય કંપનીઓનો 599 રૂપિયાનો પ્લાન ઓફર કરી રહી છે.
દેશની ત્રણ મોટી ટેલીકોમ કંપનીઓ રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન-આઇડિયા યૂઝર્સને આકર્ષવા નવા નવા પ્લાન ઓફર કરે છે. આ ત્રણ કંપનીઓમાં બેસ્ટ પ્લાન આપવાની હરિફાઇ રહે છે. આ ત્રણેય કંપનીઓનો 599 રૂપિયાનો પ્લાન ઓફર કરી રહી છે. જેમાં તમે તમારા વપરાશ મુજબ પ્લાન પસંદ કરી શકો છો.
Reliance Jio:
રિલાયન્સ જિયોના 599 રૂપિયાનો આ પ્લાનમાં યૂઝર્સને 84 દિવસ માટે દરરોજ 2 જીબી ડેટા એટલે કે કુલ 168 જીબી ડેટા મળી રહ્યો છે. ઉપરાંત જિયો પર અનલિમિટેડ વોઇસ કોલ, નોન જિયો નેટવર્ક પર 3000 મિનિટ્સ અને 100 મેસેજની સુવિધા દરરોજ આપવામાં આવી રહી છે. ડેટા લિમિટ ખત્મ થયા બાદ સ્પીડ ઘટીને 64Kbps થઈ જાય છે.
Vodafone-Idea:
જિયો ઉપરાંત વોડાફોન-આઈડિયા 599 રૂપિયાવાળા પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા આપે છે. આ ઉપરાંત તમે દેશભરમાં દરેક નેટવર્ક પર ફ્રી કોલિંગ કરી શકો છો. આ પ્લાનમાં દરરોજના 100 મેસેજ ફ્રીની સુવિધા આપવામાં આવે છે. આ પ્લાન 84 દિવસની માન્યતા ધરાવે છે.
Airtel:
જિયો અને વોડાફોનની જેમ એરટેલ પણ 599 રૂપિયાવાળા પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજનો 2 જીબી ડેટા ઓફર કરી રહી છે. ઉપરાંત 100 મેસેજ ફ્રી કરવાનો મોકો મળ્યો છે. એટલું જ નહીં આ પ્લાનમાં એક વર્ષ સુધી ડિઝની + હોટસ્ટાર VIP મેમ્બરશિપ ફ્રી મળશે. જોકે આ પ્લાનની વેલિડિટી માત્ર 56 દિવસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion