શોધખોળ કરો
Advertisement
Budget 2021: જાણો 1950માં કેટલો હતો ઇન્કમ ટેક્સ અને હવે કેટલો ચૂકવવો પડે છે, જાણો વિગતે
વર્ષ 1950માં 1500 રૂપિયા સુધીની આવક પર કોઈ ઇન્કમ ટેક્સ ચૂકવવો પડતો ન હતો.
ઇન્કમ ટેક્સ એવી વસ્તુ છે જેને લઈને હંમેશા ચર્ચા થતી રહી છે, કેટલો ટેક્સ લેવામાં આવશે અને તેને લઈને દેશ અને દુનિયામાં અનેક માપદંડ છે. પરંતુ સમય સમય પર તે બદલાતા રહે છે. પંરતુ રસપ્રદ એ છે કે ટેક્સ દરેક સમયે રહ્યો છે. આઝાદી બાદ ભારતમાં પ્રથમ વખત 1949-50માં બજેટમાં ઇન્કમ ટેક્સના દર નક્કી કરવામાં આવ્યા હતા. આ બજેટ પહેલા 10 હજારની આવક પર 1 આનો એટલે કે 4 પૈસા ટેક્સ આપવો પડતો હતો. જે ઘટાડીને 10000 રૂપિયા સુધીની આવક પર 3 પૈસા કરવામાં આવ્યો. જ્યારે 10000 રૂપિયાથી વધારે આવકવારા લોકો પર લાગતો ટેક્સ 2 આનાથી ઘટાડીને 1.9 આના કર્યો હતો.
વર્ષ 1950માં 1500 રૂપિયા સુધીની આવક પર કોઈ ઇન્કમ ટેક્સ ચૂકવવો પડતો ન હતો. જ્યારે 1501 રૂપિયાથી 5000 રૂપિયાની આવક સુધી 9 પાઈ એટલે કે 4.69 ટકા ટેક્સ ચૂકવવો પડતો હતો. જ્યારે આવક 5001 રૂપિયાથી 10000 રૂપિયા સુધી હોય તો એક આટલો અને 9 પાઈ એટલે કે 10.94 ટકા ઇન્કમ ટેક્સ ચૂકવવો પડતો હતો. જે વ્યક્તિની આવક 10,000 રૂપિયાથી 15,000 રૂપિયા સુધી હોય તેને 21.88 ટકા ઇન્કમ ટેક્સ ચૂકવવો પડતો હતો. જ્યારે 15001 રૂપિયાથી વધારેની આવક ધરાવનાર લોકોએ 31.25 ટકા ટેક્સ ચૂકવવો પડતો હતો. ત્યાર બાદ 1955માં ટેક્સમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.
હાલમાં કેટલો છે ટેક્સ
હાલનાં ટેક્સ રેટ્સ પ્રમાણે 2.50 રૂપિયા સુધી વર્ષની ઇન્કમ પર ઝીરો ટેક્સ લાગશે. તો બીજી બાજુ 2.5 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયાની વચ્ચે ઇન્કમ પર 5 ટકા, 5 લાખથી 7.5 લાખ રૂપિયાની વચ્ચે ઇન્કમ પર 10 ટકા અને 7.5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયાની વચ્ચેની આવક પર 15 ટકા, 10 લાખ રૂપિયાથી 12.5 લાખ રૂપિયાની વચ્ચે ઇન્કમ પર 20 ટકા અને 12.5 લાખ રૂપિયા 15 લાખ રૂપિયાની વચ્ચે ઇન્ક્મ પર 25 ટકા અને 15 લાખ રૂપિયાથી વધારે આવક પર 30 ટકા ટેક્સ લાગશે.
શું છે ઇન્કમ ટેક્સ?
તમારી વાર્ષિક આવક પર કેન્દ્ર સરાકર જે ટેક્સ વસૂલે છે તેને ઇન્કમ ટેક્સ કહે છે. ગુજરાતીમાં તેને આવકવેરા કહે છે. આ દરેક વ્યક્તિની આવક અનુસાર અલગ અલગ દર વસૂલવામાં આવે છે. આ આવકવેરા વ્યાવસાયિક સંસ્થાઓ પર કોર્પોરેટ ટેક્સ તરીકે લેવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગાંધીનગર
અમદાવાદ
બોલિવૂડ
Advertisement