(Source: ECI/ABP News/ABP Majha)
LICએ હોમ લોનના દરમાં કર્યો વધારો, આજથી વધુ વ્યાજ ચૂકવવું પડશે, જાણો લેટેસ્ટ રેટ શું છે?
એલઆઈસી એચએફએલના એમડી અને સીઈઓ વાય વિશ્વનાથ ગૌરે જણાવ્યું હતું કે, વ્યાજ દરમાં વધારો બજારની પ્રવર્તમાન સ્થિતિને અનુરૂપ છે.
LIC Housing Finance Home Loan: જો તમારી પાસે પણ ઘર ખરીદવાનો પ્લાન છે, તો તમારા માટે મોટો આંચકો છે. LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડએ હોમ લોનના વ્યાજ દરોમાં વધારો કર્યો છે એટલે કે હવેથી તમારે વધુ EMI ચૂકવવી પડશે. તમને જણાવી દઈએ કે RBI દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવ્યા બાદ તમામ બેંકો અને ધિરાણ આપતી કંપનીઓ વ્યાજ દરોમાં વધારો કરી રહી છે.
60 બેસિસ પોઈન્ટ વધારો
LIC હાઉસિંગ ફાઇનાન્સે હોમ લોનના વ્યાજ દરમાં 60 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. હવેથી તમારે 7.50 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે. LIC હિસિંગ ફાઇનાન્સ (LIC HFL) એ એક પ્રેસ રિલીઝ જારી કરીને આ વિશે માહિતી આપી છે.
નવા દરો 20મી જૂનથી અમલમાં આવ્યા છે
હવેથી તમારી હોમ લોનનો વ્યાજ દર 7.50 ટકાથી શરૂ થશે. તમને જણાવી દઈએ કે કંપનીના નવા દર ગઈકાલથી એટલે કે 20 જૂનથી 2022થી લાગુ થઈ ગયા છે. LHPLR (LICHFL) વાસ્તવમાં પ્રમાણભૂત વ્યાજ દર છે જેની સાથે LIC HFL લોનનો વ્યાજ દર જોડાયેલ છે.
કંપનીના સીઈઓએ માહિતી આપી હતી
એલઆઈસી એચએફએલના એમડી અને સીઈઓ વાય વિશ્વનાથ ગૌરે જણાવ્યું હતું કે, “વ્યાજ દરમાં વધારો બજારની પ્રવર્તમાન સ્થિતિને અનુરૂપ છે. જો ઐતિહાસિક રીતે સરખામણી કરવામાં આવે તો, દરો હજુ પણ ખૂબ જ સ્પર્ધાત્મક છે. તેથી, હાઉસિંગ લોનની માંગ સ્થિર રહેવાની અપેક્ષા છે.
ગયા મહિને પણ વધારો થયો હતો
તમને જણાવી દઈએ કે કંપનીએ મે મહિનામાં પણ વ્યાજ દરમાં વધારો કર્યો હતો. કંપનીએ છેલ્લે ક્રેડિટ સ્કોર અનુસાર વ્યાજદરમાં વધારો કર્યો હતો. 700 થી ઉપરના ગ્રાહકો માટે પ્રારંભિક હોમ લોનના દરમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે.
આ વધારા પછી, નવો દર વધારીને 6.9 ટકા કરવામાં આવ્યો. તે જ સમયે, ઓછા ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકો માટે 25 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આ દરો 13 મેથી લાગુ થયા હતા.