શોધખોળ કરો

LIC IPO GMP : સૌથી મોટા આઈપીઓનું કેમ ઘટી રહ્યું છે ગ્રે માર્કેટ પ્રીમિયમ, જાણો વિગત

LIC IPO: ગઈકાલે LICના IPOમાં નાણાં રોકવાની છેલ્લી તક હતી. સરકારે આ IPO દ્વારા લગભગ 21 હજાર કરોડ એકત્ર કરવાની યોજના બનાવી હતી.

LIC IPO: ગઈકાલે LICના IPOમાં નાણાં રોકવાની છેલ્લી તક હતી. સરકારે આ IPO દ્વારા લગભગ 21 હજાર કરોડ એકત્ર કરવાની યોજના બનાવી હતી. IPO સબસ્ક્રિપ્શનના છેલ્લા દિવસે તેને લગભગ 2.95 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. આ રીતે સરકારે લગભગ 21000 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.

જાણો કેટલા શેર ઓફર કરવામાં આવ્યા છે?

LICના IPO હેઠળ 16,20,78,067 શેર ઓફર કરવામાં આવ્યા હતા. સાંજે 7 વાગ્યા સુધીના શેરબજારો પર ઉપલબ્ધ ડેટા અનુસાર, રોકાણકારો દ્વારા આ શેર્સ માટે 47,83,25,760 બિડ કરવામાં આવી હતી.

QIB ને 2.83 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું

ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર (QIB) કેટેગરીના શેર 2.83 ગણો ભરાયો હતો. આ કેટેગરી માટે આરક્ષિત 3.95 કરોડ શેરની સામે 11.20 કરોડ બિડ કરવામાં આવી હતી. નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર (NII) કેટેગરી હેઠળ, 2,96,48,427 શેર્સ ઓફર કરવામાં આવ્યા હતા જેના માટે 8,61,93,060 બિડ મૂકવામાં આવી હતી. આમ NII સેગમેન્ટ 2.91 વખત સબસ્ક્રાઇબ થયું છે.

LIC પોલિસી ધારક પાસેથી 6 ગણું સબ્સ્ક્રિપ્શન મેળવ્યું

આ સિવાય રીટેલ વ્યક્તિગત રોકાણકારોની વાત કરીએ તો તેમને 6.9 કરોડ શેરની ઓફર પર 13.77 કરોડ શેરની બિડ કરી હતી. આ સેગમેન્ટ 1.99 વખત ભરાયો છે. LIC પોલિસીધારકો માટે આરક્ષિત સેગમેન્ટને છ ગણાથી વધુ સબસ્ક્રિપ્શન મળ્યા છે જ્યારે પાત્ર LIC કર્મચારીઓના સેગમેન્ટને 4.4 ગણી બિડ મળી છે.

IPO 4 મેના રોજ ખુલ્યો હતો

તમને જણાવી દઈએ કે LICનો IPO 4 મેના રોજ ખુલ્યો હતો. આ માટે પ્રતિ શેર 902-949 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી હતી. આમાં, પાત્ર પોલિસીધારકો અને કર્મચારીઓ માટે કેટલાક શેર આરક્ષિત રાખવા ઉપરાંત, તેમને પણ છૂટ આપવામાં આવી હતી.

GMP માં સતત થઈ રહ્યો છે ઘટાડો

ગ્રે માર્કેટ પ્રીમિયમ જોવામાં આવે તો લિસ્ટિંગન લઈ નબળા સંકેત મળી રહ્યા છે. નિષ્ણાતો મુજબ, ગ્રે માર્કેટમા તેનું પ્રીમિયમ ઘટીને 40 રૂપિયા થઈ ગયુ છે. જે આઈપીઓન પહેલા દિવસથી અત્યાર સુધી કુલ મળીને 60 ટકા સુધી ઘટી ગઈ છે. ઈશ્યુના પ્રથમ દિવસે જીએમપી 105 રૂપિયા નજીક પહોંચી ગઈ હતી.

ઈશ્યુ ખૂલતા પહેલા એલઆઈસીની જીએમપી 85 રૂપિય સુધી આવી ગઈ હતી. સોમવારે જીએમપીના આધારે એલઆઈસીના શેર પ્રાઇસ બેંડનું ઉપલું સ્તર 949 રૂપિયાથી 40 રૂપિયાના વધારા સાથે એટલેકે 989 રૂપિયા આસપાસ લિસ્ટ થઈ શકે છે. જે ઈશ્યુ પ્રાઇસથી માત્ર 4 ટકા વધારે છે.

ક્યારે થશે લિસ્ટ

મળતી જાણકારી મુજબ 17 મેના રોજ એલઆઈસીનો આઈપીઓ શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે. તેના શેરોનું એલોટમેંટ 12 મેના રોજ થશે. જો બજારમાં ઉથલપાથલ ચાલુ રહેશે તો તેની અસર લિસ્ટિંગ પર પડી શકે છે.

LIC IPO દેશનો સૌથી મોટો IPO હતો

સરકારે આ મુદ્દા દ્વારા LICમાં તેનો 3.5 ટકા હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો છે. આ હિસ્સાના વેચાણથી સરકારને આશરે રૂ. 20,557 કરોડ મળવાની અપેક્ષા હતી. આ રકમ સાથે એલઆઈસીનો ઈશ્યુ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ સાબિત થયો છે. આ પહેલા 2021માં આવેલ Paytmનો IPO 18,300 કરોડ રૂપિયાનો હતો. તે પહેલા વર્ષ 2010માં કોલ ઈન્ડિયાનો આઈપીઓ લગભગ 15,500 કરોડ રૂપિયાનો હતો.

કંપનીની રચના 1956માં થઈ હતી

LIC ની રચના 1 સપ્ટેમ્બર, 1956 ના રોજ 245 ખાનગી જીવન વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરીને કરવામાં આવી હતી. તે સમયે તેમાં 5 કરોડ રૂપિયાની મૂડી નાખવામાં આવી હતી. સમયની સાથે LIC દેશની સૌથી મોટી કંપની બની ગઈ છે. તેણે ડિસેમ્બર 2021માં વીમા પ્રીમિયમ બિઝનેસના 61.6 ટકાને નિયંત્રિત કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
Embed widget