LIC share listing live update: LICનો 872 રૂપિયાના ભાવે થયો લિસ્ટ, રોકાણકારોને થયું નુકસાન
સરકાર આ IPOમાંથી રૂ. 20,557 કરોડ એકત્ર કરવામાં સફળ રહી છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેનું લિસ્ટિંગ પ્રીમિયમ પર થશે, જેથી રોકાણકારો-વેપારીઓ તેમજ પોલિસીધારકોને લિસ્ટિંગમાં સારો ફાયદો થશે.
LIVE

Background
લિસ્ટિંગ સાથે દેશની પાંચમી સૌથી મોટી કંપની બની
દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની LICનો IPO સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયો છે. લિસ્ટિંગે રોકાણકારોને નિરાશ કર્યા છે કારણ કે IPO તેની ઇશ્યૂ કિંમતથી નીચે લિસ્ટ થયો છે. એનએસઈ પર એલઆઈસીનો સ્ટોક 872 રૂપિયા પર જ્યારે બીએસઈ પર 867.20 રૂપિયાના ભાવે લિસ્ટ થયો છે. આ ઇસ્યૂ ભાવથી અંદાજે 8-9 ટકા ઓછા ભાવે લિસ્ટ થયો છે. આમ છતાં, LIC દેશની પાંચમી સૌથી મોટી લિસ્ટેડ કંપની બની ગઈ છે. સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ બાદ LICનું માર્કેટ કેપિટલાઇઝેશન 5.70 લાખ કરોડ રૂપિયાની નજીક છે.
ઘટાડા સાથે ખુલ્યામાં સ્ટોકમાં ઉછાળો
એલઆઈસીનો સ્ટોક એનએસઈ પર 872 રૂપિયા અને બીએસઈ પર 867.20 રૂપિયામાં લિસ્ટ થયા બાદ સ્ટોકમાં શાનદાર રિકવરી જોવા મળી છે. હાલમાં સ્ટોક 915 રૂપિયા આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.
872 રૂપિયના ભાવે થયો લિસ્ટ
એલઆઈસીનો સ્ટોક 872 રૂપિયાના ભાવે થયો લિસ્ટ. રોકાણકારોને થયું નુકસાન. બીએસઈ પર સ્ટોક 867.20 પર લિસ્ટ થયો.
પ્રી ઓપનિંગમાં 8 ટકા ડાઉન
પ્રી-ઓપનિંગમાં એલઆઈસીનો સ્ટોક 8 ટકાના ઘટાડા સાથે 872 પર ટ્રેડ થઈ રહ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
