LIC WhatsApp Services: WhatsAppથી ઘરે બેઠા જ પતાવો LIC સાથે જોડાયેલા આ 11 કામ, જાણો કેવી રીતે આસાન થઈ જશે કામ
LIC News: તાજેતરમાં LICએ તેની WhatsApp સેવા લૉન્ચ કરી છે, જેમાં તમને ઘરે બેઠા પૉલિસી સંબંધિત માહિતી તેમજ પ્રીમિયમ ચુકવણીની છેલ્લી તારીખ સહિતની ઘણી સુવિધાઓ મળે છે
![LIC WhatsApp Services: WhatsAppથી ઘરે બેઠા જ પતાવો LIC સાથે જોડાયેલા આ 11 કામ, જાણો કેવી રીતે આસાન થઈ જશે કામ LIC WhatsApp serive: Solve these 11 works related to LIC from WhatsApp at home LIC WhatsApp Services: WhatsAppથી ઘરે બેઠા જ પતાવો LIC સાથે જોડાયેલા આ 11 કામ, જાણો કેવી રીતે આસાન થઈ જશે કામ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/03/77ff03667aebe08bd8c0d55428ee0622167542371974476_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
LIC WhatsApp Services: સમયની સાથે ઘણી વસ્તુઓમાં ઘણો બદલાવ આવ્યો છે. ડિજિટાઈઝેશનની સાથે સાથે ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. આવી સ્થિતિમાં, આ બધા પ્લેટફોર્મના વધતા ઉપયોગ સાથે, ઘણી કંપનીઓ તેમના ગ્રાહકોને તેમની સાથે કનેક્ટ કરીને મહત્તમ સુવિધાઓ પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહી છે. લોકો એકબીજાને સંદેશા મોકલવા માટે WhatsAppનો ઉપયોગ કરે છે, પરંતુ જો તમે ભારતીય જીવન વીમા નિગમના પોલિસી ધારક છો, તો તમે LICની WhatsApp સેવાનો ઉપયોગ કરીને ઘણી સુવિધાઓનો લાભ લઈ શકો છો.
તાજેતરમાં LICએ તેની WhatsApp સેવા લૉન્ચ કરી છે, જેમાં તમને ઘરે બેઠા પૉલિસી સંબંધિત માહિતી તેમજ પ્રીમિયમ ચુકવણીની છેલ્લી તારીખ સહિતની ઘણી સુવિધાઓ મળે છે. જો તમે આ તમામ સુવિધાનો લાભ લેવા માંગતા હોવ તો તમારે LICની WhatsApp સેવા માટે રજીસ્ટર કરાવવું પડશે. યુઝર્સ ઓનલાઈન રજીસ્ટ્રેશન પછી જ એલઆઈસીના વોટ્સએપનો લાભ લઈ શકશે. ચાલો જાણીએ WhatsApp સેવાનો ઉપયોગ કરવાની પ્રક્રિયા અને સેવાઓ વિશે-
LIC ગ્રાહક કેવી રીતે કરાવી શકે છે ઓનલાઈન કેવી રીતે રજીસ્ટ્રેશન
જો તમે LIC ના પોલિસી ધારક છો, તો સૌથી પહેલા LIC ની સત્તાવાર વેબસાઇટ www.licindia.in પર ક્લિક કરો. આ પછી તમારે અહીં ન્યૂ યુઝરનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ પછી તમારું યુઝર આઈડી અને પાસવર્ડ નાખો અને સબમિટ કરો. આ પછી મૂળભૂત સેવાઓ પર જાઓ અને તમારી પોલિસીની તમામ વિગતો ઉમેરો. આ પછી તમારી પોલિસીની વિગતો અહીં ઉમેરવામાં આવશે.
LIC WhatsApp નો ઉપયોગ કેવી રીતે કરવો-
- આ માટે સૌથી પહેલા તમારા મોબાઈલમાં LIC નો વોટ્સએપ નંબર 8976862090 સેવ કરો.
- આ પછી આ નંબર પર Hi મોકલો.
- આ પછી, તમે ફક્ત WhatsApp દ્વારા LICની ઘણી સેવાઓનો લાભ મેળવી શકો છો.
આ 11 સેવાઓ મળે છે વોટ્સએપ પર
વોટ્સએપ દ્વારા ઘરે બેઠા LICની 11 સેવાઓનો લાભ મળે છે. આમાં પ્રીમિયમ ડ્યૂ ટ્રેકિંગ, બોનસ માહિતી, પોલિસી સ્ટેટસ, લોન પાત્રતા ક્વોટેશન, લોન રિપેમેન્ટ ક્વોટ, લોનનું વ્યાજ ચૂકવવાપાત્ર, પ્રીમિયમ પેઇડ સર્ટિફિકેટ, યુલિપ-સ્ટેટમેન્ટ ઑફ યુનિટ્સ, LIC સર્વિસ લિંક્સ, ઑપ્ટ ઇન/ઓપ્ટ આઉટ સેવાઓ, કન્વર્સેશનની સુવિધા WhatsApp પર મળે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)