શોધખોળ કરો

નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે લોકોને રાહત, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો ઘટાડો

દિલ્હીથી મુંબઈ અને ચેન્નઈ સુધી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. આ ઘટાડો આજથી અમલમાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરનો છૂટક વેચાણ ભાવ આજથી 1762 રૂપિયા થઈ ગયો છે.

સરકારી તેલ કંપનીઓએ નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જનતાને મોટી રાહત આપી છે. દર મહિનાની જેમ આજે મંગળવાર, 1 એપ્રિલના રોજ કંપનીઓએ LPG સિલિન્ડરના ભાવ અપડેટ કર્યા છે. જે આજથી અમલમાં આવી ગયા છે. માહિતી અનુસાર, 19 કિ.ગ્રા. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો થયો છે. માર્ચની શરૂઆતમાં હોળી પહેલા કંપનીઓએ ભાવમાં 6 રૂપિયાનો વધારો કર્યો હતો. ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 41 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો આજથી અમલમાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરનો છૂટક વેચાણ ભાવ આજથી 1762 રૂપિયા થઈ ગયો છે.

દિલ્હીથી મુંબઈ અને ચેન્નઈ સુધી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 41 રૂપિયા સુધીના ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ઘરેલુ ગેસ સિલિન્ડરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગયા મહિને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ છેલ્લે માર્ચ 2024માં ઘટાડવામાં આવ્યા હતા. આ પછી છેલ્લા 11 મહિનામાં LPGના ભાવ સ્થિર રહ્યા છે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન તરફથી મળેલી માહિતી અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત હવે 1762 રૂપિયા થઈ ગઈ છે અને તેમાં 41 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે કોલકાતામાં 44 રૂપિયા 50 પૈસાના ઘટાડા બાદ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની નવી કિંમત 1868.50 રૂપિયા થઈ ગઈ છે.   

જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 42 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે પછી તે હવે 1713 રૂપિયા 50 પૈસા થઈ ગયો છે. જો આપણે ચેન્નઈની વાત કરીએ તો 43.50 રૂપિયાના ઘટાડા બાદ સિલિન્ડરની નવી કિંમત 1921 રૂપિયા 50 પૈસા થઇ ગઇ છે.

અહીં જો આપણે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ વિશે વાત કરીએ તો હાલમાં તે દિલ્હીમાં 803 રૂપિયા, મુંબઈમાં 802 રૂપિયા 50 પૈસા, કોલકાતામાં 829 રૂપિયા અને ચેન્નઈમાં 818 રૂપિયા 50 પૈસામાં ઉપલબ્ધ છે. 9 માર્ચ, 2024ના રોજ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં લગભગ 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે દર મહિનાની શરૂઆતમાં સરકારી તેલ કંપનીઓ દ્વારા ઘરેલુ અને વાણિજ્યિક ગેસ સિલિન્ડરના ભાવની સમીક્ષા કરવામાં આવે છે અને ત્યારબાદ તેમના ભાવો પર નિર્ણય લેવામાં આવે છે. આવી સ્થિતિમાં નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં ફરી એકવાર તેલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડર પર લોકોને આંચકો આપ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Embed widget