શોધખોળ કરો

LPG e-KYC: માત્ર 2 દિવસ બાકી! ઘરે બેઠા સ્માર્ટફોનથી પતાવો કામ, નહીંતર બંધ થઈ જશે કનેક્શન!

ઇન્ડેન, ભારત ગેસ કે HP ગેસના ગ્રાહકો એજન્સીની લાઇનમાં ઊભા રહ્યા વિના જ ઓનલાઇન પ્રોસેસ પૂરી કરી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • LPG e-KYC 23 ઓગસ્ટ, 2026 સુધીમાં ઘરેથી કરો.
  • સ્માર્ટફોન એપ દ્વારા આધાર સાથે ફેસ વેરિફિકેશન જરૂરી.
  • e-KYC વિના સબસિડી બંધ થશે, કનેક્શન નિષ્ક્રિય થશે.

LPG e-KYC deadline: ગેસ એજન્સીની બહાર લાંબી લાઇનોમાં ઊભા રહેવાનો સમય હવે ગયો! જો તમે હજુ સુધી તમારા રાંધણ ગેસ એટલે કે LPG કનેક્શનનું e-KYC નથી કરાવ્યું, તો હવે તમારી પાસે બિલકુલ ઓછો સમય બચ્યો છે. ઇન્ડેન (Indane), ભારત ગેસ (Bharat Gas) કે HP ગેસ (HP Gas) વાપરતા ગ્રાહકો માટે e-KYC પ્રક્રિયા પૂરી કરવાની છેલ્લી તારીખ 23 ઓગસ્ટ, 2026 નક્કી કરવામાં આવી છે.

સારી વાત એ છે કે આ મહત્વનું કામ તમે ગેસ વિતરકના ધક્કા ખાધા વિના, સીધા તમારા સ્માર્ટફોનની મદદથી ઘરે બેઠા જ પતાવી શકો છો.

e-KYC કરવા માટે કઈ વસ્તુઓ જરૂરી છે?

ઓનલાઈન પ્રોસેસ શરૂ કરતા પહેલા આટલી વસ્તુઓ તમારી પાસે તૈયાર રાખો:

આધાર કાર્ડ અથવા આધાર નંબર

ગેસ કનેક્શન સાથે લિંક કરેલો તમારો મોબાઈલ નંબર

LPG કન્ઝ્યુમર નંબર અથવા LPG ID

ઇન્ટરનેટ કનેક્શન ધરાવતો સ્માર્ટફોન

તમારી ગેસ કંપનીની ઓફિશિયલ મોબાઈલ એપ

ચહેરાના વેરિફિકેશન (ફેશિયલ ઓથેન્ટિકેશન) માટે 'Aadhaar FaceRD' એપ

ઇન્ડેન (Indane) ના ગ્રાહકો કેવી રીતે કરશે e-KYC?

સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પરથી 'IndianOil One' એપ ડાઉનલોડ કરો.

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને લોગ-ઈન કરો.

હવે મેનૂ બારમાં જઈને 'My Profile' પર ક્લિક કરો.

અહીં 'Re-KYC' નો વિકલ્પ પસંદ કરો અને તમારો આધાર નંબર નાખો.

છેલ્લે, 'Aadhaar FaceRD' એપની મદદથી ચહેરો સ્કેન કરીને વેરિફિકેશનની પ્રક્રિયા પૂરી કરો અને રિક્વેસ્ટ સબમિટ કરી દો.

ભારત ગેસ (Bharat Gas) ના ગ્રાહકો માટે શું છે પ્રોસેસ?

ભારત ગેસના ગ્રાહકોએ પ્લે સ્ટોર પરથી 'Hello BPCL' એપ ડાઉનલોડ કરવાની રહેશે.

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી તેમાં લોગ-ઈન કરો.

હોમપેજ પર 'LPG' વિભાગમાં જઈને 'LPG ID' પર ક્લિક કરો.

ત્યારબાદ 'e-KYC' અથવા 'Aadhaar Authentication' વિકલ્પ પર ક્લિક કરો.

તમારા મોબાઈલ પર આવેલો OTP નાખ્યા પછી, આધાર ફેસઆરડી એપથી તમારો ચહેરો સ્કેન કરીને પ્રક્રિયા પૂરી કરો.

HP ગેસ (HP Gas) ના ગ્રાહકો આ રીતે કરો વેરિફિકેશન

HP ના ગ્રાહકો 'HP Pay' એપ દ્વારા આ પ્રોસેસ આસાનીથી પૂરી કરી શકે છે.

એપમાં રજિસ્ટ્રેશન કર્યા પછી અથવા મોબાઈલ નંબરથી સાઈન-ઈન કર્યા પછી, મેઈન ડેશબોર્ડ પર 'LPG/Gas connection' વિકલ્પ પર ક્લિક કરો.

હવે 'Aadhaar Authentication' નો વિકલ્પ પસંદ કરો.

આધાર માટે તમારી સંમતિ આપો અને જરૂરી ફેસ ઓથેન્ટિકેશન પૂરું કરો.

પ્રક્રિયા પૂરી થાય એટલે એપમાં સ્ટેટસ ચેક કરી લો કે તમારું વેરિફિકેશન સફળતાપૂર્વક અપડેટ થયું છે કે નહીં.

આ પણ વાંચોઃ BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

જો 23 ઓગસ્ટ સુધીમાં e-KYC નહીં કરાવો તો શું થશે?

જો તમે 23 ઓગસ્ટ સુધીમાં આ નાનકડું કામ પૂરું નહીં કરો, તો તેનું સૌથી મોટું નુકસાન એ થશે કે તમારા બેંક ખાતામાં જમા થતી સરકારી સબસિડી તાત્કાલિક ધોરણે બંધ થઈ જશે (પછી ભલે તે તમારી નિયમિત સબસિડી હોય કે 'ઉજ્જવલા યોજના' હેઠળ મળતી ₹300 ની સબસિડી).

આટલું જ નહીં, તમારા LPG કનેક્શનને 'સસ્પેન્ડ' અથવા 'નિષ્ક્રિય' (Deactivate) પણ કરી દેવામાં આવશે. ત્યારબાદ તમે એપ, IVR અથવા WhatsApp દ્વારા નવો બાટલો બુક કરાવવાનો પ્રયાસ કરશો, તો તમારું બુકિંગ રદ કરવામાં આવશે. તેથી છેલ્લી ઘડીની દોડધામ ટાળવા આજે જ આ પ્રક્રિયા પૂરી કરી લો.

Frequently Asked Questions

LPG e-KYC કરાવવાની છેલ્લી તારીખ કઈ છે?

ઇન્ડેન, ભારત ગેસ કે HP ગેસના ગ્રાહકો માટે e-KYC કરાવવાની છેલ્લી તારીખ 23 ઓગસ્ટ, 2026 નક્કી કરવામાં આવી છે. આ કામ તમે ઘરે બેઠા સ્માર્ટફોનથી કરી શકો છો.

જો LPG e-KYC સમયસર ન કરાવવામાં આવે તો શું થશે?

જો તમે 23 ઓગસ્ટ, 2026 સુધીમાં e-KYC નહીં કરાવો, તો તમારી સરકારી સબસિડી બંધ થઈ જશે. ઉપરાંત, તમારું LPG કનેક્શન સસ્પેન્ડ કે નિષ્ક્રિય કરી દેવામાં આવશે અને બાટલાનું બુકિંગ રદ થશે.

LPG e-KYC કરવા માટે કઈ વસ્તુઓની જરૂર પડશે?

e-KYC કરવા માટે આધાર કાર્ડ, ગેસ કનેક્શન સાથે લિંક કરેલો મોબાઈલ નંબર, LPG કન્ઝ્યુમર નંબર, ઇન્ટરનેટ કનેક્શનવાળો સ્માર્ટફોન અને તમારી ગેસ કંપનીની તેમજ 'Aadhaar FaceRD' એપ જરૂરી છે.

LPG e-KYC કરવા માટેની સામાન્ય પ્રક્રિયા શું છે?

તમારા સ્માર્ટફોનમાં ગેસ કંપનીની એપ ડાઉનલોડ કરી લોગ-ઈન કરો. ત્યાં e-KYC કે આધાર ઓથેન્ટિકેશનનો વિકલ્પ પસંદ કરી આધાર નંબર દાખલ કરો. 'Aadhaar FaceRD' એપથી ચહેરો સ્કેન કરીને વેરિફિકેશન પૂરું કરો.

Advertisement

ટોપ સ્ટોરી

દેશમાં કેટલા લોકો 25,000 રૂપિયા કમાય છે? આંકડો જાણીને ચોંકી જશો!
દેશમાં કેટલા લોકો 25,000 રૂપિયા કમાય છે? આંકડો જાણીને ચોંકી જશો!
શૂન્ય જોખમ અને સરકારી ગેરંટી: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમારા પૈસા થશે ડબલ!
શૂન્ય જોખમ અને સરકારી ગેરંટી: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમારા પૈસા થશે ડબલ!
UPI દ્વારા વીમા, મ્યુચ્યુઅલ ફંડ SIP કે OTT માટે પેમેન્ટ કરો છો? જાણો 15 ઓક્ટોબરથી શું બદલાશે, ચાર્જ લાગશે કે નહીં?
UPI દ્વારા વીમા, મ્યુચ્યુઅલ ફંડ SIP કે OTT માટે પેમેન્ટ કરો છો? જાણો 15 ઓક્ટોબરથી શું બદલાશે, ચાર્જ લાગશે કે નહીં?
25 હજાર સુધી પગાર ધરાવતા લોકોને મળશે EPFO પેન્શનનો લાભ, કેબિનેટે આપી મંજૂરી
25 હજાર સુધી પગાર ધરાવતા લોકોને મળશે EPFO પેન્શનનો લાભ, કેબિનેટે આપી મંજૂરી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગાંધીનગરમાં જામશે જંગ
Hun To Bolish | હું તો બોલીશ | સામાન્ય વરસાદમાં ખાડે ગયા રોડ
Vadodara news: બાથરૂમ સાફ ન કર્યું તો સાસુએ વહુ પર એસિડ ફેંક્યું! વડોદરાની ચોંકાવનારી ઘટના
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં બીમાર પાડતું ભોજન!
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં કકળાટ કેમ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi 76th Birthday: PM નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ, બાઈક રેલીથી ‘આશીર્વાદના દીવા’ સુધી, આ છે કાર્યક્રમો
PM Modi 76th Birthday: PM નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ, બાઈક રેલીથી ‘આશીર્વાદના દીવા’ સુધી, આ છે કાર્યક્રમો
ભારત પર 100 ટકા ટેરિફનો ખતરો! રશિયા પર પ્રતિબંધનું બિલ અમેરિકાની સંસદમાં પાસ
ભારત પર 100 ટકા ટેરિફનો ખતરો! રશિયા પર પ્રતિબંધનું બિલ અમેરિકાની સંસદમાં પાસ
રાજ્યમાં હજુ 9% વરસાદી ઘટ: આગામી સાત દિવસ ક્યાં અને કેવો વરસાદ પડશે? જુઓ આગાહી
રાજ્યમાં હજુ 9% વરસાદી ઘટ: આગામી સાત દિવસ ક્યાં અને કેવો વરસાદ પડશે? જુઓ આગાહી
Adidasમાં મોટી છટણી, ગુરુગ્રામ ટેક હબમાં 50 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Adidasમાં મોટી છટણી, ગુરુગ્રામ ટેક હબમાં 50 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે ટીમ જાહેર, બે નવા ચહેરા સામેલ, જુઓ 15 સભ્યોનું પૂરું સ્ક્વોડ
IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે ટીમ જાહેર, બે નવા ચહેરા સામેલ, જુઓ 15 સભ્યોનું પૂરું સ્ક્વોડ
વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ 3 દિગ્ગજો થયા બહાર
વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ 3 દિગ્ગજો થયા બહાર
UPI પર ચાર્જ: શું સરકાર નિર્ણય પાછો ખેંચશે? ઉચ્ચ અધિકારીએ આપ્યો મોટો જવાબ
UPI પર ચાર્જ: શું સરકાર નિર્ણય પાછો ખેંચશે? ઉચ્ચ અધિકારીએ આપ્યો મોટો જવાબ
ગાંધીનગર મનપા ચૂંટણીની તારીખો જાહેર: 44 બેઠકો પર થશે મતદાન, 11 ઓક્ટોબરે વોટિંગ, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
ગાંધીનગર મનપા ચૂંટણીની તારીખો જાહેર: 44 બેઠકો પર થશે મતદાન, 11 ઓક્ટોબરે વોટિંગ, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
Embed widget