LPG Price Today: LPG ગેસ સિલિન્ડર આજથી થયું સસ્તું, 1 જાન્યુઆરી પહેલા જ ભાવમાં થયો ઘટાડો
1 ડિસેમ્બરે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થયો હતો. કોલકાતાની વાત કરીએ તો, 19 કિલોનો સિલિન્ડર હવે 1868.50 રૂપિયામાં ઉપલબ્ધ છે.

LPG Cylinder price: 1 જાન્યુઆરી પહેલા જ દેશમાં કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરાયો છે. 22 ડિસેમ્બરના કોમર્શિયલ વપરાશના ગેસ સિલિન્ડરના ભાવમાં 39 રૂપિયા 50 પૈસા સુધીનો ઘટાડો કરાયો છે. આ ઘટાડો ફક્ત 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં કરાયો છે. ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી તેને યથાવત્ રખાયા છે.
એક ડિસેમ્બરે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો હતો. અગાઉ 16 નવેમ્બરે કડવાચૌથના દિવસે 19 કિલોવાળા સિલિન્ડરમાં 100 રૂપિયાથી વધુનો વધારો ઝિંકાયો હતો. જોકે ઘરેલુ વપરાશના એલપીજી સિલિન્ડરના ભાવમાં હજુ સુધી કોઈ ઘટાડાના અહેવાલ નથી.
22મી ડિસેમ્બરથી એટલે કે આજથી દિલ્હીમાં ગ્રાહકોને 1757 રૂપિયામાં ઈન્ડેન કોમર્શિયલ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. પહેલા તેને 1796.50 રૂપિયામાં આપવામાં આવી રહી હતી.
1 ડિસેમ્બરે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થયો હતો. કોલકાતાની વાત કરીએ તો, 19 કિલોનો સિલિન્ડર હવે 1868.50 રૂપિયામાં ઉપલબ્ધ છે. 1 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધી ગ્રાહકોને 1908 રૂપિયામાં આપવામાં આવી રહી હતી. હવે બિઝનેસ સિટી મુંબઈમાં આ જ સિલિન્ડર 1749 રૂપિયાના બદલે 1710 રૂપિયામાં આપવામાં આવી રહ્યું છે. આજથી ચેન્નાઈમાં LPG સિલિન્ડર 39.50 રૂપિયા સસ્તું મળી રહ્યું છે અને 1929 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. નોંધનીય છે કે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં આ મહિનાની શરૂઆતમાં એટલે કે 1લી ડિસેમ્બરે વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલા 16 નવેમ્બરના રોજ 19 કિલોનો એલપીજી સિલિન્ડર 100 રૂપિયાથી વધુ મોંઘો થયો હતો.
નોંધનીય છે કે 30 ઓગસ્ટ 2023ના રોજ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર આપવામાં આવેલા અપડેટ મુજબ આજે પણ ગ્રાહકોને 30 ઓગસ્ટના દરે 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં તે 903 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે, જ્યારે કોલકાતામાં ગ્રાહકોને તે 929 રૂપિયામાં મળી રહ્યા છે. બિઝનેસ સિટી મુંબઈમાં લોકોને 14.2 કિલોનું ઘરેલું એલપીજી સિલિન્ડર 902.50 રૂપિયામાં ઉપલબ્ધ છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ
કાચા તેલની કિંમતમાં આજે થોડો વધારો થયો છે. સવારના વેપારમાં, બ્રેન્ટ ક્રૂડ $ 0.59 અથવા 0.74 ટકા વધીને બેરલ દીઠ $ 79.98 પર ટ્રેડ કરી રહ્યું છે. WTI ક્રૂડ પણ $0.55 અથવા 0.74 ટકા વધીને $74.44 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે. ગયા વર્ષે મે મહિનાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
