શોધખોળ કરો
Advertisement
મારુતિએ Altoનું CNG વર્ઝન કર્યુ લોન્ચ, જાણો કેટલી છે કિંમત
ફેક્ટરીમાં જ ફિટ થયેલી સીએનજી કિટ બે વેરિયન્ટ LXI અને LXI (O)માં મળશે. તેની કિંમત ક્રમશઃ 4.32 લાખ અને 4.36 લાખ રૂપિયા છે.
નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીએ અલ્ટો BS6નું S-CNG વેરિયન્ટ લોન્ચ કર્યુ છે. ફેક્ટરીમાં જ ફિટ થયેલી સીએનજી કિટ બે વેરિયન્ટ LXI અને LXI (O)માં મળશે. તેની કિંમત ક્રમશઃ 4.32 લાખ અને 4.36 લાખ રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) છે. મારુતિના દાવા મુજબ અલ્ટોનું સીએનજીનું વર્ઝન 31.59 કિલોમીટરની એવરેજ આપે છે.
Maruti Suzuki Alto BS6 નું સીએનજી વેરિયંટ ડ્યૂલ ઈન્ટરડિપેંડેંટ ઈલેકટ્રોનિક કંટ્રોલ યૂનિટ્સ (ECU) અને ઈન્ટેલિજેંટ ઈન્જેક્શન સિસ્ટમથી સજ્જ છે. મારુતિ અલ્ટો બીએસ6 એન્જિન સાથે આવનારી દેશની પ્રથમ કાર છે. કંપની દેશભરમાં એક લાખથી વધારે બીએસ6 કમ્પ્લાયંટ અલ્ટો વેચી ચુકી છે.
મારુતિ અલ્ટોમાં 796ccનું એન્જિન આપવામાં આવ્યું છે. CNG મોડમાં આ એન્જિન 40.36 bhp નો પાવર અને 60 Nm નો ટોર્ક જનરેટ કરે છે. પેટ્રોલથી ચાલવા પર આ એન્જિન 47.33 bhp નો પાવર અને 69 Nm નો ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી લેસ છે.
ફીચર્સ
મારુતિ અલ્ટોમાં એસી, પાવર સ્ટીયરિંગ, ફ્રન્ટ પાવર વિંડો, અંદરના ડોર હેન્ડલ્સ પર સિલ્વર ફિનિશ અને ડ્યૂલ ટોન ઈન્ટીરિયર સહિત અન્ય ખૂબીઓ છે. એક્સટીરિયરમાં કારની સાથે વીલ કવર્સ અને બોડી કલર્ડ બંપર તથા ડોર હેન્ડલ આપવામાં આવ્યા છે. સેફ્ટી માટે ડ્યૂલ એરબેગ્સ, ઈબીડી સાથે એબીએસ, સીટબેલ્ટ રિમાઇન્ડર, હાઇ સ્પીડ એલર્ટ અને રિયર પાર્કિંગ સેંસર્સ જેવા ફીચર છે.
ન્યૂઝીલેન્ડના આ બેટ્સમેને કેમેરા સામે જ ચહલને આપી ગાળ ને રોહિત શર્માએ........
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement