શોધખોળ કરો

Maruti Suzuki ની લોકપ્રિય કાર Alto K10 થઈ શકે છે બંધ! જાણો કારણ

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની Maruti Suzuki પોતાની લોકપ્રિય કાર Alto K10 બંધ કરી શકે છે.

નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની Maruti Suzuki પોતાની લોકપ્રિય કાર Alto K10 બંધ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં આ વાતની જાણકારી મળી છે કે મારૂતિ સુઝુકીના વધુ પડતા ડીલર્સે Alto k10 નું બુકિંગ લેવાનું પણ બંધ કરી દીધું છે. જ્યારે કેટલાક ડીલર્સે પોતાનો જૂનો સ્ટોક પણ ક્લિયર કરી દીધો છે. Alto K10 અત્યાર સુધી BS4 એન્જીનમાં પણ આવી રહી છે, કંપનીએ પોતાની વધારે પડતી કારને BS6 એન્જીનમાં અપગ્રેડ કરી ચૂકી છે. માનવામાં આવી રહ્યું છે કે કંપની આ કારને હવે BS6 એમિશન નોર્મ્સના અનુરૂપ અપગ્રેડ નહી કરે. દેશમાં આગળ વધીને BS6 એમિશન નોર્મ્સને અનુરૂપ ગાડીઓ જ વેચાશે તો આ પરિસ્થિતીમાં કંપની આ કારને BS6 એમિશનમાં નોર્મ્સના અનુરૂપ અપગ્રેડ ન કરવી એ વાતનો સંકેત છે કે હવે આ કારને બંધ કરવામાં આવી શકે છે. Maruti Suzukiની સત્તાવાર વેબસાઈટ પર Alto K10 હાલ પણ લિસ્ટેડ છે. હાલમાં કારની એક્સ શો રૂમની કિંમત 3.61 લાખ રૂપિયાથી 4.40 લાખ રૂપિયા વચ્ચે છે. S-Presso ની વાત કરવામાં આવે તો તેની કિંમત 3.70 લાખ રૂપિયાથી લઈને 4.99 લાખ રૂપિયા સુધી છે. તે અલ્ટો K10 કરતા ફક્ત 9 હજાર રૂપિયા મોંઘી છે. આ સ્થિતિમાં ગ્રાહક Alto K10 છોડીને નવી S-Presso તરફ આગળ વધશે. એન્જીનની વાત કરવામાં આવે તો મારૂતિ Alto K10 માં BS4, 998cc K10B પેટ્રોલ એન્જીન લાગેલું છે 67 bhp પાવર અને 90 Nmનું ટોર્ક આપે છે. આ એન્જીન 5 સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ એએમટી ગિયરબોક્સના ઓપ્શન સાથે આવે છે. એટલું જ નહી આ કાર CNG વર્ઝનમાં પણ ઉપલબ્ધ છે. પેટ્રોલ મોડ પર આ કાર 23.95kmplની માઈલેજ પણ આપે છે, જ્યારે CNG મોડ પર આ કાર 32.23 km/kgની માઈલેજ આપે છે. પરર્ફોરમેન્સના મામલે Alto K10 એક જોરદાર કારના રૂપમાં માનવામાં આવે છે.
Maruti Suzukiએ Alto K10 ને ભારતમાં વર્ષ 2010માં લોન્ચ કરી હતી. પોતાના દમદાર એન્જીન અને શાનદાર પરર્ફોરમેન્સના કારણે આ કાર લોકોનું દિલ જીતી લીધુ હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget