શોધખોળ કરો
Advertisement
ભારતના બીજા નંબરના સૌથી ધનિક દામાણીને શેરબજારના ક્યા મોટા ખેલાડી માને છે પોતાના ગુરૂ?
રાધાકૃષ્ણ દામાણીનો જન્મ 1954માં મારવાડી પરિવારમાં થયો હતો. પિતાના મૃત્યુ બાદ તેમણે ભાઈ સાથે સ્ટોક માર્કેટ ટ્રેડિંગ શરૂ કર્યું.
મુંબઈ: એવન્યુ સુપર (ડી માર્ટ) માર્કેટના માલિક રાધાકૃષ્ણ દામાણી દેશના બીજા ક્રમના સૌથી શ્રીમંત વ્યક્તિ બન્યા છે. ફોર્બ્સની રિયલ ટાઈમ નેટવર્થ યાદી પ્રમાણે, શુક્રવારે દામાણીની સંપત્તિ 1.27 લાખ કરોડ પર પહોંચી ગઈ હતી. ડીમાર્ટની ચેઈન ચલાવનાર તેમની કંપની એવન્યુ સુપર માર્કેટમાં તેમના પરિવારનો હિસ્સો 80 ટકા છે. મહત્વની વાત છે કે, ફેબ્રુઆરી મહિનામાં ડી માર્ટના શેરમાં પણ જંગી ઉછાળો મળ્યો હતો.
5 ફેબ્રુઆરીએ તેમણે શેરહોલ્ડિંગ ઘટાડીને 77.27 ટકા કરવાની જાહેરાત કરી હતી. જેના કારણે શુક્રવારે કંપનીના શેરનો ભાવ માત્ર અડધો ટકો ઉછળ્યો હતો પરંતુ બીજી ઘણી કંપનીઓમાં તેમના શેરની વેલ્યુ વધતાં તેમની અંગત સંપત્તિમાં રૂપિયા 800 કરોડનો વધારો થયો હતો.
એવન્યુ સુપર માર્કેટ 21 માર્ચ 2017ના રોજ લિસ્ટ થઈ હતી. ત્યારે કંપનીની કુલ મૂડી 40 હજાર કરોડ રૂપિયા હતી. અત્યાર સુધીમાં તેના શેરના ભાવમાં 290 ટકાનો વધારો થઈ ગયો છે. એ હિસાબે 3 વર્ષ અગાઉ આ કંપનીમાં જેમણે રૂ.1 લાખનું રોકાણ કર્યું હોય તો તેની કિંમત આજે 8.31 લાખ રૂપિયા થઈ જાય.
65 વર્ષના દામામી 2002માં રિટેલ બિઝનેસમાં ઉતર્યા અને મુંબઈમાં પ્રથમ સ્ટોર ખોલ્યો. અત્યારે 200 સ્ટોર છે અને અંદાજે 1.5 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવે છે. ભારતના વોરેન બફેટ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલા પણ તેમને પોતાના ગુરુ માને છે.
રાધાકૃષ્ણ દામાણીનો જન્મ 1954માં મારવાડી પરિવારમાં થયો હતો. પિતાના મૃત્યુ બાદ તેમણે ભાઈ સાથે સ્ટોક માર્કેટ ટ્રેડિંગ શરૂ કર્યું. તેમના પિતા પણ પહેલા સ્ટોક માર્કેટ બિઝસનેમાં જોડાયા હતા. તેમમે સારી તક શોધીને નાની કંપનીઓમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. તેમણે મુંબઈ યૂનિવર્સિટીથી બીકોણને અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો.
વર્ષ 1990 સુધી તેમણે રોકાણ કરીને કરોડોની કમાણી કરી લીધી હતી. બાદમાં તેમણે રિટેલ કારોબારમાં ઉતરવાનું વિચાર્યું અને ધીમે ધીમે તેમનો કારોબાર ખૂબ ચાલ્યો. આજે તેમની કંપનીની વેલ્યૂ અંદાજે 1.13 રાખ કરોડ રૂપિયા છે.
તેઓ હંમેશા સફેદ કપડા પહેરે છે અને શેર બજારના દિગ્ગજ રોકાણકારોની વચ્ચે ‘મિસ્ટર વ્હાઇટ એન્ડ વ્હાઇટ’ના નામથી જાણીતા છે.
તેમણે 1999માં રિટેલ બિજનેસ શરૂ કર્યો હતો, આ એ સમય હતો જ્યારે કુમાર મંગલમ બિરલા અને ફ્યૂચર ગ્રુપના કિશોર બિયાનીએ આ સેક્ટરમાં ઝંપલાવ્યું પણ ન હતું.
અહેવાલ અનુસાર, દામાણી માત્ર 32 વર્ષની ઉંમરે પોતાનું પ્રથમ રોકાણ કર્યું હતું. તેમણે વીએસટી ઇન્ડસ્ટ્રીઝ, સેમટેલ લિમિટે, સોમાય સીરામિક્સ, જય શ્રી ટી, 3એમ ઇન્ડિયા, ટ્રેન્ટ અને જુબિલન્ટ ફુડવર્ક્સ જેવી કંપનીઓમાં રોકાણ કર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion