શોધખોળ કરો
Advertisement
1 એપ્રિલથી દેશની આ 10 બેંકો થઈ જશે બંધ, આ બેંકોના ગ્રાહકોનું શું થશે ? જાણો વિગત
ભારતીય રિઝર્વ બેન્કે શનિવારે આ વિલયને લઇને નોટિફિકેશન જાહેર કર્યું છે જે મહિનાની શરૂઆતમાં જાહેર એક નોટિફિકેશન મારફતે લાગુ થશે.
નવી દિલ્હીઃ દેશની 10 સરકારી બેન્કોને વિલય કરીને ચાર મોટી બેન્ક બનાવવાની કાર્યવાહી અંતિમ તબક્કામાં છે. એક એપ્રિલથી આ 10 બેન્કોનું વિલિનિકરણ કરીને ચાર મોટી બેન્કો બનશે જે દેશની આર્થિક ક્ષેત્રની સૌથી મોટું વિલિનિકરણ હશે. ભારતીય રિઝર્વ બેન્કે શનિવારે આ વિલયને લઇને નોટિફિકેશન જાહેર કર્યું છે જે મહિનાની શરૂઆતમાં જાહેર એક નોટિફિકેશન મારફતે લાગુ થશે.
ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ તથા યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ પંજાબ નેશનલ બેન્કની બ્રાન્ચના રૂપમાં કામ કરશે. જ્યારે સિંડિકેટ બેન્ક કેનરા બેન્કના રૂપમાં કામ કરશે. આંધ્ર બેન્ક તથા કોર્પોરેશન બેન્કની શાખાઓ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના રૂપમાં કામ કરશે. જ્યારે ઇલાહાબાદ બેન્કની શાખાઓ ઇન્ડિયન બેન્કની શાખાઓ તરીકે કામ કરશે.
બેન્ક એમ્પ્લોયી યુનિયન્સ તથા અસોસિયેશને આ વિલયને રદ કરવા મહેનત કરી હતી કારણ કે આ લોકડાઉનનો સમય છે. તેમણે કહ્યું કે, જન ધન યોજના એકાઉન્ટ હોલ્ડર્સને સરકારની ફાયદાનું વિતરણ એક વધારાનો પડકાર છે. રિઝર્વ બેન્કના ચીફ જનરલ મેનેજર યોગેશ દયાલ દ્ધારા જાહેર નોટિફિકેશન અનુસાર, ઇલાહાબાદ બેન્કના ખાતાધારકો અને જમાકર્તા એક એપ્રિલ 2020થી ઇન્ડિયન બેન્કના ગ્રાહક તરીકે માનવામાં આવશે, એ જ રીતે આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્કના ગ્રાહકો, ખાતાધારકો અને જમાકર્તા તમામ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના ગ્રાહક તરીકે માનવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement