શોધખોળ કરો
MG Motorએ નવી ZS EV માટે 5 શહેરોમાં લગાવ્યા ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન
MG motorએ હાલમાં જ પોતાની નવી MG ZS EVને ભારતમાં લોન્ચ કરી છે. MG ZS EV કાર બે મોડલ એક્સાઈટ અને એક્સક્લૂઝિવમાં ઉતારવામાં આવી છે.

નવી દિલ્હી: MG motorએ હાલમાં જ પોતાની નવી MG ZS EVને ભારતમાં લોન્ચ કરી છે. કંપનીએ આ નવી એસયૂવી માટે દિલ્હી, એનસીઆર, મુંબઈ, અમદાવાદ, બેંગુલૂરૂ અને હૈદરાબાદ સહિત 5 શહેરોમાં ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનની શરૂઆત કરી છે. MG ZS EV કાર બે મોડલ એક્સાઈટ અને એક્સક્લૂઝિવમાં ઉતારવામાં આવી છે. એક્સાઈટની કિંમત 20,88,000 રૂપિયા રાખવામાં આવી છે જ્યારે એક્સક્લૂઝિવ મોડલની કિંમત 23,58,000 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીની જાહેરાત મુજબ જે ગ્રાહકોએ નવી ZS EVને 17 જાન્યુઆરી રાત 12 વાગ્યા સુધી બુકિંગ કર્યું છે તેમને એક લાખ રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ એસયૂવી ફેરિસ વ્હાઈટ, કોપનહેગન બ્લૂ અને કરંટ રેડ કલરમાં ઉપલબ્ધ છે. નવી MG ZS EV માં 44.5 kWh બેટરી પેક આપવામાં આવી છે, સાથે જ તેમાં ઈલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે જે 141 Bhpની પાવર અને 353 Nm ટોર્ક જનરેટ કરે છે. ફુલ ચાર્જ થયા બાદ 340 કિલોમીટર સુધી ચાલશે. માત્ર 8 સેક્ન્ડમાં આ કાર 0-100ની સ્પીડ પકડશે. ખાસ વાત એ છે કે કંપનીએ નવી ZS EVને ભારતમાં એક લાખ કિલોમીટર કરતા વધારે ટેસ્ટ કરી છે. નવી MG ZS EV ને 50 kW DC ચાર્જરની મદદથી 80 ટકા ચાર્જ થવામાં માત્ર 50 મીનિટનો સમય લાગે છે. સાથે જ AC ફાસ્ટ ચાર્જની મદદથી 6થી 8 કલાકમાં ફુલ ચાર્જ કરી શકાશે.
વધુ વાંચો





















